તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાકિસ્તાનમાં પહેલીવાર:પડોશી દેશમાં પહેલીવાર હિન્દુ છોકરી આસિસ્ટન્ટ કમિશ્નર બની, તે વ્યવસાયે MBBS ડોક્ટર પણ છે

3 મહિનો પહેલા
સના કહે છે- મને બાળપણથી સફળતાની લાલચ હતી અને હવે મને એની આદત થઈ ગઈ છે

પડોશી દેશ પાકિસ્તાનમાં પહેલીવાર એક હિન્દુ છોકરી આસિસ્ટન્ટ કમિશનર બની છે. તેનું નામ સના રામચંદ છે. તેણે આ પદવી મેળવવા માટે સેન્ટ્રલ સુપીરિયર સર્વિસ (CSS) પાસ કરવી પડી છે. ત્યારપછી તેની પસંદગી પાકિસ્તાન પ્રશાસનિક સેવા (PAS)માં થઈ છે. આ પાકિસ્તાનની સૌથી મોટી પ્રશાસનિક પરિક્ષા છે. સના વ્યવસાયે MBBS ડોક્ટર પણ છે.

CSSની લેખિત પરિક્ષામાં 18,553 ઉમેદવાર સામેલ થયા છે. તેમાંથી 221 પાસ થયા છે. સનાએ સ્થાનિક મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે, હું ખૂબ ખુશ છે પરંતુ ખૂબ આશ્ચર્યચકિત પણ છું. મને નાનપણથી જ સફળતાની લાલચ હતી અને મને તેની આદત થઈ ગઈ હતી. હું મારી સ્કૂલ, કોલેજ અને FCPS પરીક્ષા પણ ટોપ કરી ચૂકી છું.

સના સર્જન પણ બની જશે
સના સિંધના શિકારપુર જિલ્લામા રહે છે. તેણે સિંધની ચંજકા કોલેજમાં MBBS કર્યું છે.અત્યારે તે સિંધ ઈન્સ્ટિટ્યૂટ ઓફ યુરોલોજી એન્ડ ટ્રાન્સપરન્ટથી FCPSનો અભ્યાસ કરે છે. તે ટૂંક સમયમાં સર્જન બનવાની છે.

પાકિસ્તાનમાં હિન્દુ વસતી વિશે અલગ અલગ આંકડા
પાકિસ્તાનમાં હિન્દુ વસતી કેટલી છે? તે વિશે અલગ અલગ આંકડા છે. પાકિસ્તાનમાં અંતે 1998માં વસતી ગણતરી થઈ હતી. 2017માં પણ થઈ હતી. પરંતુ હજી સુધી ધર્મ પ્રમાણે વસતીના આંકડા જાહેર કરવામાં આવ્યા નથી.
પાકિસ્તાનની સ્ટેટિક્સ બ્યુરોના ડેટામાં જણાવ્યા પ્રમાણે 1998માં ત્યાંની કુલ વસતી 13.23 કરોડ હતી. તેમાં 1.6 ટકા એટલે કે 21.11 લાખ હિન્દુ વસતી પણ હતી. 1998માં પાકિસ્તાનની 96.3 ટકા વસતી મુસ્લિમ અને 3.7 ટકા વસતી બિનમુસ્લિમ હતી. જ્યારે 2017માં પાકિસ્તાનની વસતી 20.77 કરોડથી વધારે થઈ ગઈ હતી. જ્યારે માર્ચ 2017માં લોકસભામાં આપવામાં આવેલા જવાબમાં કેન્દ્ર સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે 1998ની વસતી ગણતરી પ્રમાણે પાકિસ્તાનમાં હિન્દુ વસતી 1.6 ટકા એટલે કે 30 લાખ છે.

પાકિસ્તાનનો દાવો- ત્યાં 4 ટકા હિન્દુ
પાકિસ્તાન હિન્દુ કાઉન્સિલનું કહેવું છે કે, ત્યાં 80 લાખથી વધારે હિન્દુ લોકો છે. જે પાકિસ્તાનની કુલ જનતાના 4 ટકા છે. તે પ્રમાણે સૌથી વધારે 94 ટકા હિન્દુ વસતી પાકિસ્તાનના સિંધ રાજ્યમાં રહે છે.

અન્ય સમાચારો પણ છે...