નાદાર થયેલા ક્રિપ્ટો એક્સચેન્જ FTX ના ફાઉન્ડર સેમ બેન્કમેન-ફ્રાઈડની કેરેબિયન દેશ બહામાસમાં ધરપકડ કરવામાં આવી છે. અમેરિકન પ્રોસિક્યુટર્સે ફોજદારી આરોપો લગાવ્યા છે. ફ્રાઈડને હવે અમેરિકામાં પ્રત્યાર્પણ કરવામાં આવી શકે છે. મેનહટ્ટનમાં અમેરિકન એટર્ની ઓફિસના પ્રવક્તા બેન્કમેન ફ્રાઈડની ધરપકડની પુષ્ટિ કરી છે.
બેન્કમેન ફ્રાઈડની નેટવર્થ શૂન્ય થઈ
FTXનો ફ્રોડ સામે આવ્યા પછી થોડા દિવસોમાં જ ફ્રાઈડની $16 બિલિયન સંપત્તિ ઘટીને શૂન્ય થઈ ગઈ. એક સમયે સેમ બેન્કમેનની નેટવર્થ $26 બિલિયન સુધી પહોંચી ગઈ હતી. નેટવર્થમાં ઘટાડાનું કારણ લિક્વિડિટી ક્રંચને પગલે FTX ટ્રેડિંગ લિમિટેડની નાદારી છે.
શું છે સમગ્ર કેસ?
FTX વિશ્વની બીજી સૌથી મોટી એફિલિએટેડ ક્રિપ્ટો ટ્રેડિંગ કંપની હતી. ફાઈનાન્શિયલ મુશ્કેલીઓના લીધે લિક્વિડિટી ક્રંચ (નાણાકીય કટોકટી) માં FTX ટ્રેડિંગ લિમિટેડ નાદાર થઈ ગઈ છે. એક ન્યૂઝ એજન્સી અનુસાર, સેમ બેન્કમેન-ફ્રાઈડે FTXથી તેના ટ્રેડિંગ આર્મ અલમેડા રિસર્ચમાં 10 બિલિયન ડોલરના કસ્ટમર ફંડમાં ટ્રાન્સફર કર્યા. અલમેડાએ આ ફંડનો ઉપયોગ વેપાર માટે કર્યો હતો.
જ્યારે વેપારમાં આ કંપનીને ખોટ થઈ ત્યારે ક્રિપ્ટો પબ્લિકેશન કોઈનડેસ્કમાં એક લીક બેલેન્સ શીટ પર રિપોર્ટ પ્રકાશિત કરી હતી. આ રિપોર્ટ સામે આવ્યા પછી FTX માં ઉથલપાથલ શરૂ થઈ હતી. FTX પાસે ત્રણ દિવસમાં અંદાજિત 6 બિલિયન ડોલર ઉપાડની વિનંતીઓ મળી હતી. FTX અચાનક આવેલી વિડ્રોલ રિક્વેસ્ટથી લિક્વિડિટી ક્રંચમાં આવી ગયું, જેનો અર્થ છે કે તે ઉપાડની વિનંતીઓ પર પ્રક્રિયા કરવાની સ્થિતિમાં ન હતું. આ પછી કંપનીએ નાદાર બનવાની વિનંતી કરી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.