તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Saleh, A Rebel Leader In Panjshir, Burned Pictures Of His Wife And Daughters Before The Capture Of Kabul.

તાલિબાનનો ડર:પંજશીરના નેતા સાલેહે તેના ગાર્ડને કહેલું, હું ઘાયલ થાઉં તો મારા માથામાં બે ગોળી મારી દેજે, પત્ની અને દીકરીઓની તસવીરો સળગાવી દીધેલી

23 દિવસ પહેલા
(ફાઈલ તસવીર)
  • અફઘાનિસ્તાનમાંથી ભાગી ગયેલા નેતાઓ વિદેશોની હોટેલો-વિલામાં રહે છે અને અઘાનિસ્તાનની ગરીબ પ્રજા પાસે વિદ્રોહ કરાવવા ઈચ્છે છે

તાલિબાનને પંજશીર પર સંપૂર્ણપણે કબજો કરી લીધાનો દાવો કર્યો છે. અફઘાનિસ્તાનના મીડિયા પ્રમાણે પંજશીરમાં વિદ્રોહી નેતાઓએ લીડર અમરુલ્લા સાલેહ તાજિકિસ્તાન ભાગી ગયા છે. તેઓ ભાગી ગયા તેના એક દિવસ અગાઉ સાલેહે બ્રિટનના અખબારમાં લખેલા એક લેખમાં કહ્યું હતું કે તે તાલિબાનીઓ સમક્ષ આત્મસમર્પણ કરવા ઈચ્છતા નથી. આ લેખમાં તેમણે પોતાના પરિવાર અંગે પણ કેટલીક દહેશત વ્યક્ત કરી હતી.

સાલેહે જણાવ્યું હતું કે જે દિવસે કાબુલ તાલિબાનના કબજોમાં આવી ગયેલું તે અગાઉ હું કાબુલ સ્થિત મારા ઘરે ગયો હતો. મારી દિકરી, પત્નીની તસ્વીરો સળગાવી દીધી હતી. મારું કોમ્પ્યુટરની પણ તપાસ કરી અને ત્યારબાદ મારા ચીફ ગાર્ડ રહીને કહ્યું હતું કે તારો હાથ કુરાન ઉપર રાખ. મે તેને કહ્યું કે અમે પંજશીર જઈ રહ્યા છીએ અને માર્ગો પર તાલિબાનિઓનો કબજો છે. અમે લડશું અને સાથે મળીને લડશું. જો હું ઈજાગ્રસ્ત થઈ જાઉ તો મારા માથા પર બે ગોળી મારી દેજો. હું તાલિબાન સમક્ષ આત્મસમર્પણ કરવા ઈચ્છતો નથી.

ભાગી જનારા નેતાઓએ દેશ સાથે વિશ્વાસઘાત કર્યોઃ સાલેહ
તેમણે પોતાના લેખમાં લખ્યું કે જ્યારે કાબુલમાં કબજો કરવામાં આવ્યો તે અગાઉ ઈન્ટેલિજન્સ ચીફ મારી પાસે આવ્યા અને કહ્યું કે જ્યા પણ તમે જશો હું તમારી સાથે આવીશ. જો તાલિબાનો રસ્તો રોકશે તો આપણે અંતિમ યુદ્ધ પણ સાથે જ લડશું. એવા રાજકીય નેતાઓ કે જે વિદેશોની હોટેલો અને વિલામાં રહે છે, તેમણે પોતાની પ્રજા સાથે વિશ્વાસઘાત કર્યો છે. આ લોકો હવે અઘાનિસ્તાનની ગરીબ પ્રજા પાસે વિદ્રોહ કરાવવા ઈચ્છે. જો આપણે વિદ્રોહ ઈચ્છતા હોય તો આ વિદ્રોહની આગેવાની પણ થવી જોઈએ.

સાલેહ તાજિકિસ્તાન ભાગો, અહેમદ મસૂદ છૂપાઈ ગયો
રવિવારે તાલિબાનની મદદ કરવા માટે પાકિસ્તાનના પાયલોટ્સે રજિસ્ટેન્સ ફોર્સિસના અડ્ડા પર ડ્રોન હુમલા કર્યાં હતા. પંજશીરમાં રજિસ્ટેન્સના મુખ્ય નેતા અને દેશના ભૂતપુર્વ ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લા સાલેહ જે ઘરમાં રોકાયા હતા તેની ઉપર પણ હુમલા કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સાલેહ તાજિકિસ્તાન ભાગી ગયા. અહેમદ મસૂદ પંજશીરમાં જ સુરક્ષિત સ્થળ પર છે, જોકે પંજશીર હવે તાલિબાનના કબજોમાં આવી ગયું છે.

પાકિસ્તાનના CH-4 ડ્રોને પંજશીરમાં એક ગાડી પર બે મિસાઈલ છોડી હતી. તેમાં રજિસ્ટેન્સના પ્રવક્તા ફહીમ દશ્તી અને પાંચ અન્ય લડાકુના મોત થયા હતા. દસ્તી વ્યવસાયિક રીતે પત્રકાર હતા અને 15 ઓગસ્ટ સુધી કાબુલ ડેઈલીના સંપાદક પણ હતા. અહેમદ મસૂદના નજીકના અને પંજશીર દળના વડા સાલેહ મોહમ્મદ રેગિસ્તાની પણ રવિવારે હુમલામાં માર્યો ગયો હતો.