યુદ્ધમાં રશિયાનો સામનો કરવા માટે જર્મની પોતાના 14 એડવાન્સ્ડ 'લેપર્ડ-2' ટેન્ક તો અમેરિકા 31 'અબ્રાહ્મ ટેન્ક્સ' યુક્રેનને આપશે. ટેન્ક્સની માંગ પૂરી થયાં પછી જેલેસ્કીએ કહ્યું કે જીતવા માટેનું આ અમારું એક મહત્ત્વપૂણ કદમ છે.
જોકે આ બેટલ ટેન્ક મળ્યા પછી પણ યુક્રેનની વધુ હથિયાર મેળવવાની ઇચ્છા પૂરી થતી નથી. યુક્રેનનું કહેવું છે કે બેટલ ટેન્ક્સ મળ્યા બાદ હવે તેને ફાઇટર જેટ્સ પણ જોઇએ.
F-16 ફોર્થ જનરેશનની માંગ કરી રહ્યું છે યુક્રેન
યુક્રેનના રક્ષામંત્રીના સલાહકાર યૂરી સાકે એક સ્ટેટમેન્ટ આપ્યું. તેમણે કહ્યું કે યુક્રેનનો આગળનો પડકાર ફાઇટર જેટ્સ મેળવવાનો છે. જો તે અમને મળી જાય તો યુદ્ધના મેદાનમાં અમને જરૂર મોટો ફાયદો થશે. જોકે જર્મનીએ યુક્રેનને યુદ્ધ ટેન્ક્સ આપવાથી ઇનકાર કરી દીધો છે.
યુક્રેનનું કહેવું છે કે તેને કોઇ સામાન્ય ફાઇટર જેટ્સ નથી જોતાં બલકે અમેરિકાના ફોર્થ જનરેશન F-16 યુદ્ધવિમાન જોઇએ. અલઝઝીરાના રિપોર્ટ અનુસાર યુદ્ધમાં પહેલાં યુક્રેનને ખતરનાક હથિયાર આપવા ઘણું વિવાદિત હતું. અમેરિકા સહિત કેટલાય પશ્ચિમી દેશો આવું કરતા ખચકાતા હતા. હવે સમય અને સ્થિતિ બદલાઇ ગઇ છે. હથિયાર ન આપવાના પ્રતિબંધને લગાતાર તોડવામાં આવી રહ્યો છે.
યૂરી સાકે કહ્યું કે પહેલાં તેઓ અમને આર્ટિલરી આપવા ઇચ્છતા નહોતા, પરંતુ તેમને આપવા પડી. પછી તેઓ અમને હિમરાસ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ન આપવા ઇચ્છતા હતા. અમે તે પણ મેળવી લીધી. કેટલાય મહિનાની વાતચીત અને ચર્ચા બાદ હવે તેમને બેટલ ટેન્ક્સ પણ આપવી પડે છે. તેમણે કહ્યું કે પરમાણુ હથિયારો સિવાય એવાં કોઇ હથિયાર નથી જે યુક્રેન પશ્ચિમી દેશો પાસેથી મેળવી શકતું નથી.
જર્મનીએ ફાઇટર જેટ્સની માંગને નકારી દીધી
જર્મની લગાતાર યુક્રેનને ખતરનાક હથિયાર આપવાથી ઇનકાર કરી રહ્યું છે. તેની પાછળનું મુખ્ય કારણ રશિયાની ધમકીઓ છે. લેપર્ડ આપવાની જાહેરાત થયા બાદ રશિયાએ કહ્યું કે જર્મનીએ સેકન્ડ વર્લ્ડવોર પછી બંને દેશોની વચ્ચે થયેલી સુરક્ષા સમજૂતીનો ભંગ કર્યો છે. રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝાખરોવાએ ટેલિગ્રામ દ્વારા કહ્યું કે લેપર્ડ ટેન્ક આપવાના નિર્ણયથી સ્પષ્ટ છે કે જર્મની પહેલાંથી જ રશિયાની વિરુદ્ધ યુદ્ધની તૈયારી કરી રહ્યું હતું.
તો જર્મન ચાન્સલરનું કહેવું છે કે આવી રીતે યુક્રેનને ખતરનાક હથિયાર આપવાનો સીધો મતલબ યુદ્ધને લંબાવવાનો છે. આનાથી સ્થિતિ સુધરવાના બદલે બગડશે. ન્યૂયોર્ક ટાઇમ્સના રિપોર્ટ અનુસાર સેકન્ડ વર્લ્ડવોરમાં જેવી રીતે જર્મની બે ભાગમાં વહેંચાયું તેની યાદો ત્યાંની સરકાર અને લોકોને હજુ પરેશાન કરે છે. જર્મની ઇચ્છે છે કે તે યુક્રેનની કરે. બીજી બાજુ તે કોઇ એવું કામ નથી કરવા ઇચ્છતું જેનાથી યુદ્ધનો એરિયા વધી જાય અને જર્મની તેના લપેટામાં આવી જાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.