પાકિસ્તાનના પૂર્વ વઝીર-એ-આઝમ અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના પ્રમુખ ઈમરાન ખાને ઈશારામાં કોર્ટ અને સેનાને ધમકી આપી છે. સરકાર પડ્યા બાદ તેમણે પ્રથમ વખત લોકો સાથે વાત કરી. પેશાવરની રેલીમાં કહ્યું- અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થયાના થોડા સમય પહેલા જ મધ્યરાત્રિએ સુપ્રીમ કોર્ટના દરવાજા કેમ ખોલવામાં આવ્યા? જ્યારે હું સરકારમાં હતો ત્યારે હું ખતરનાક નહોતો, પરંતુ હવે હું ખૂબ જ ખતરનાક બનીશ.
હકીકતમાં, 9 એપ્રિલે અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થાય તે પહેલા મધ્યરાત્રિએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખોલવામાં આવ્યા હતા. તેના નિર્ણયમાં, SCએ કોઈપણ સંજોગોમાં 9 એપ્રિલના રોજ પ્રસ્તાવ પર મતદાન કરવાનો આદેશ આપ્યો હતો.
મેં આજ સુધી કોઈ કાયદો તોડ્યો નથી,
ખાને કહ્યું- આ દેશ મને 45 વર્ષથી ઓળખે છે. મેં આજ સુધી કોઈ કાયદો તોડ્યો નથી. હું જ્યારે ક્રિકેટ રમતો હતો ત્યારે પણ મારા પર ક્યારેય મેચ ફિક્સિંગનો આરોપ નથી લાગ્યો. પછી મેં શું કર્યું કે અડધી રાત્રે કોર્ટના દરવાજા ખોલવા પડ્યા.
ઈમરાને ફરી એકવાર દાવો કર્યો કે સરકાર પડવા પાછળ કોઈ વિદેશી ષડયંત્ર છે. કહ્યું- જે લોકોએ આ ષડયંત્ર કર્યું તેઓ ઘણા ખુશ હશે. જ્યારે હું સરકારમાં હતો ત્યારે હું ખતરનાક નહોતો, પરંતુ હવે હું અત્યંત જોખમી બનીશ.
વસતિ ભ્રષ્ટ વડાપ્રધાનને નહીં અપનાવે
ઈમરાને કહ્યું- 1970માં તત્કાલિન વડાપ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને વિદેશી શક્તિઓની મદદથી હટાવવામાં આવ્યા હતા, પરંતુ આ જૂનું પાકિસ્તાન નથી. તેમણે કહ્યું- નવા પાકિસ્તાનના લોકો ક્યારેય ઈમ્પોર્ટેડ સરકારને અપનાવશે નહીં. શાહબાઝ શરીફ વિરુદ્ધ લગભગ 40,000 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારના કેસ છે. આપણા લોકો આવા વ્યક્તિને દેશના પીએમ તરીકે સ્વીકારશે નહીં. પાકિસ્તાનમાં અત્યાર સુધી જ્યારે પણ કોઈ વડાપ્રધાનને હટાવવામાં આવ્યા છે ત્યારે લોકોએ તેની ઉજવણી કરી છે, પરંતુ જ્યારે તેમને હટાવવામાં આવ્યા ત્યારે સમગ્ર દેશમાં વિરોધ થયો હતો.
પાકિસ્તાનમાં અવિશ્વાસ પ્રસ્તાવ હારી જનારા ખાન પહેલા PM છે,
ઈમરાને તેમની સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવને વિદેશી ષડયંત્ર ગણાવ્યું હતું. આ દરમિયાન તેમણે અમેરિકા પર અનેકવાર આરોપ લગાવ્યા હતા. જોકે, ખાનના તમામ દાવાઓને અમેરિકાએ નકારી કાઢ્યા હતા. 9 એપ્રિલે અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થયા બાદ ઈમરાન પાકિસ્તાનના પ્રસ્તાવ હારનારા પહેલા વડા પ્રધાન બન્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.