પિતાને મરતા જોવા માગે છે દીકરી:કહ્યું- હું તેમનો હાથ પકડીને પ્રાર્થના કરવા ઇચ્છું છું, 29 નવેમ્બરે અપાશે મોતનું ઈન્જેક્શન

11 દિવસ પહેલા

અમેરિકા પોલીસ અધિકારીની હત્યાના દોષિત કેવિન જોન્સનને 29 નવેમ્બરે ડેથ ઈન્જેક્શન દ્વારા મોતની સજા આપવામાં આવશે. કેવિનની 19 વર્ષની પુત્રીએ કોર્ટમાં અરજી કરી છે કે તે તેના પિતાને મરતા જોવા માંગે છે, તેથી તેને ડેથ ઈન્જેક્શન આપતા સમયે હાજર રહેવાની મંજૂરી આપવામાં આવે.

કેવિનને મિસૌરીની જેલમાં ડેથ ઈન્જેક્શન આપવામાં આવશે. અહીના કાયદા અનુસાર જ્યારે આવી સજા આપવામાં આવે ત્યારે 21 વર્ષથી ઓછી ઉંમરના લોકો હાજર રહી શકતા નથી. 2005માં કેવિને તેના ઘરે દરોડો પાડવા આવેલા પોલીસ અધિકારી વિલિયમ મેકેન્ટીની હત્યા કરી હતી. તે સમયે કેવિનની પુત્રી ખોરે રૈમી માત્ર 2 વર્ષની હતી.

અરજીમાં શું કહેવામાં આવ્યું
ખોરે તરફથી અમેરિકન સિવિલ લિબર્ટીઝ યુનિયને કેન્સાસ સિટી કોર્ટમાં અરજી દાખલ કરાઈ છે. અરજીમાં કહ્યું કે- ખોરેને તેના પિતાના મૃત્યુ સમયે ત્યાં હાજર રહેવાની મંજૂરી આપવામાં આવે. મિસૌરી રાજ્યનો કાયદો 21 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે આની મંજૂરી આપતો નથી, પરંતુ જો ખોરેને પણ રોકવામાં આવે તો તે તેના બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન હશે. અરજી અનુસાર કેવિન પણ ઈચ્છે છે કે તેની પુત્રી સજા સમયે હાજર રહે. આનાથી સુરક્ષા પર કોઈ અસર થશે નહીં.

પિતાને ખૂબ જ પ્રેમ કરે છે
ખોરે તેના પિતા વિશે કહ્યું કે તેઓ મારા જીવનનો સૌથી મહત્ત્વપૂર્ણ ભાગ છે અને હું તેમને ખૂબ જ પ્રેમ કરું છું. હું તેમનો હાથ પકડીને તેમના માટે પ્રાર્થના કરવા માગું છું, હું તેમની મૃત્યુદંડની સાક્ષી બનવા માગું છું.

કેવિનની ઉંમર હાલમાં 37 વર્ષની છે. જ્યારે તેણે પોલીસ અધિકારીની હત્યા કરી ત્યારે પુત્રી ખોરે માત્ર 2 વર્ષની હતી. જેલમાં રહીને પણ કેવિન તેની પુત્રી સાથે મેઈલ, ફોન અને પત્રો દ્વારા સંપર્કમાં રહ્યો હતો. હવે ખોરે પણ એક પુત્રની માતા છે. ગત મહિને તે કેવિનને તેના પુત્ર સાથે જેલમાં મળવા ગઈ હતી.

સજા પર સ્ટે મૂકવાની માંગ

  • કેવિનના વકીલે પણ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. જેમાં કહ્યું - અમે દાવો નથી કરતા કે કેવિન દોષિત નથી. પરંતુ તેને આપવામાં આવેલી સજા પાછળ જાતિવાદ એક મોટું કારણ છે. અમારો ક્લાયન્ટ અશ્વેત છે અને તેણે જે પોલીસ અધિકારીની મેકેન્ટી હત્યા કરી તે શ્વેત હતો.
  • અરજીમાં આગળ કહેવામાં આવ્યું હતું કે- જ્યારે કેવિને હત્યા કરી ત્યારે તેની ઉંમર માત્ર 19 વર્ષની હતી. આ સિવાય તે માનસિક રીતે પણ ફિટ ન હતો. સુપ્રીમ કોર્ટે 2005માં પહેલેથી જ આદેશ આપ્યો છે કે જો કોઈ ગુનેગાર ગુના સમયે ટીનેજર હોય તો તેને મૃત્યુદંડની સજા ન આપવી જોઈએ.
  • જવાબમાં મિસૌરીના એટર્ની જનરલે કહ્યું કે મૃતક પોલીસ અધિકારીના પરિવારે ન્યાય માટે ખૂબ રાહ જોઈ. હવે સજા મુલતવી રાખવી જોઈએ નહીં.
  • કેવિનને જો મૃત્યુદંડ આપવામાં આવે છે તો તે મિસૌરી રાજ્યમાં આ વર્ષે ત્રીજી ડેથ પેનલ્ટી હશે. અમેરિકામાં આ વર્ષે અત્યાર સુધીમાં 16 લોકોને મોતના ઈન્જેક્શન દ્વારા સજા આપવામાં આવી છે.

એક મૃત્યુને 26 મિનિટ લાગી
16 જાન્યુઆરી 2014ના રોજ ઓહિયો જેલમાં ડેનિસ મેક્ગ્વાયર (53)ને ડેથ ઈન્જેક્શન દ્વારા મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી. ડેનિસને ડેથ ચેમ્બરમાં લાવવામાં આવ્યો. પલંગ પર સુવડાવીને હાથ, પગ અને શરીર બાંધી દેવામાં આવ્યું. બીજી તરફ પરિવારના સભ્યો રૂમમાં બેસીને કાચની દીવાલમાંથી આ દૃશ્ય જોઈ રહ્યા હતા. ડેનિસને 1989માં 22 વર્ષની સગર્ભા મહિલાનું અપહરણ, દુષ્કર્મ અને હત્યા કરવા બદલ મૃત્યુદંડની સજા મળી હતી. સવારે લગભગ 10.27 વાગ્યે તેને ડેથ ઈન્જેક્શન આપવામાં આવ્યું. ડેનિસનો પુત્ર તેના પિતાની ઘડિયાળમાં સમય જોઈ રહ્યો હતો. તે નોંધી રહ્યો હતો કે ક્યારે તેને ઈન્જેક્શન આપવામાં આવ્યું.

10.30 વાગ્યે ડેનિસનું શરીર જોરથી કૂદવા લાગ્યું, તેના મોંમાંથી કોઈ ડૂબતું હોય તેવા અવાજો નીકળી રહ્યા હતા, તે જોર જોરથી શરીરને પલંગ પર પછાડી રહ્યો હતો. ડેનિસનું મૃત્યુ લગભગ 10.53 વાગ્યે થયું. ડેનિસના મૃત્યુમાં 26 મિનિટ લાગી હતી.

આ પછી અમેરિકામાં ચર્ચા થઈ કે શું ડેથ ઈન્જેક્શનમાં શું આટલો સમય લાગવો જોઈએ. બે દવાઓ ભેળવીને ડેથ ઈન્જેક્શન આપવામાં આવ્યું. જો કે કેટલાંક રાજ્યોમાં ત્રણ દવાઓનો ઉપયોગ થાય છે. ડેનિસના પરિવારે ઈન્જેક્શનની દવા બનાવનારી ફાર્માસ્યુટિકલ કંપની સામે કેસ પણ કર્યો હતો.

40 વર્ષ પહેલાં પ્રથમ વખત ઉપયોગ કરાયો
7 ડિસેમ્બર 1982ના રોજ ચાર્લ્સ બ્રૂક્સ જુનિયર ઝેરી ઈન્જેક્શન દ્વારા મોતની સજા પામેલા પ્રથમ ગુનેગાર બન્યા હતા. બ્રુક્સને ટેક્સાસમાં દવાઓના કોકટેલ સાથે ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું, જેણે તેના મગજ અને શરીરને સુન્ન કરી દીધું હતું, તેને લકવો કર્યો હતો અને હાર્ટએટેક આવતા મૃત્યુ થયું હતું. ઝેરી ઇન્જેક્શન દ્વારા આ પ્રથમ મૃત્યુએ સામાન્ય લોકો અને ડોક્ટરોમાં ચર્ચા જગાવી કે શું મોતની સજાની આ પદ્ધતિ માનવીય છે કે નહીં. જો કે ઝેરી ઈન્જેક્શન દ્વારા મૃત્યુદંડ આપવાની પ્રક્રિયા આજે પણ ચાલુ છે.

ઝેરી ઇન્જેક્શન દ્વારા મોતની સજા આપવાની બીજી પદ્ધતિ ગેસ, ઇલેક્ટ્રિક શોક અથવા ફાંસીની તુલનામાં વધુ માનવીય માનવામાં આવતું હતું. તેની પાછળનો તર્ક એ હતો કે આ ઈન્જેક્શનમાં વપરાતી દવાઓમાંથી બેભાન થઈ જાય છે, તેનાથી મરનાર વ્યક્તિને પીડા થતી નથી. જો કે નીતિશાસ્ત્રનું ઉલ્લંઘન માનીને ઘણા ડોક્ટરો ઝેરી ઈન્જેક્શનની વિરુદ્ધ હતા, તેમ છતાં તેના ઉપયોગને મંજૂરી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...