USમાં ભારતીયે જ ભારતીય સાથે દુર્વ્યવહાર કર્યો:કહ્યું- ડિસ્ગસ્ટિંગ ડોગ-ડર્ટી હિન્દુ, તારું ખરાબ મોઢું લઈને બધાની સામે ન આવ

કેલિફોર્નિયાએક મહિનો પહેલા
વંશીય ટિપ્પણી કરનાર આરોપી તેજિન્દર સિંહ.
  • ભારતીયને લુચ્ચો હિન્દુ કહ્યો અને કહ્યું, તું માંસ પણ ખાતો નથી

અમેરિકાના કેલિફોર્નિયામાં એક ભારતીય-અમેરિકન નાગરિકે અન્ય ભારતીય સાથે જાતિવાદી ટિપ્પણીઓ કરતાં દુર્વ્યવહાર કર્યો હતો. તેજિન્દર સિંહ નામના આરોપીએ કૃષ્ણન જયરામને ડર્ટી હિન્દુ અને ડિસ્ગસ્ટિંગ ડોગ કહ્યો હતો. આ ઘટના 21 ઓગસ્ટે કેલિફોર્નિયાના ફ્રેમોન્ટ શહેરમાં ટાકો બેલ રેસ્ટોરન્ટમાં બની હતી, જેનો વીડિયો હવે સામે આવ્યો છે.

સોમવારે, 37 વર્ષીય તેજિન્દર સિંહ પર હેટક્રાઈમ, નાગરિક અધિકારોનું ઉલ્લંઘન અને હુમલો કરવા બાબતે કેસ નોંધવામાં આવ્યો છે. ડોક્યુમેન્ટમાં તેને એશિયન/ભારતીય તરીકે જણાવવામાં આવ્યો છે. થોડા દિવસ પહેલાં પણ ટેક્સાસમાં એક મેક્સિકન-અમેરિકન મહિલાએ ચાર ભારતીય-અમેરિકન મહિલાઓ પર વંશીય હુમલો કરતાં મારામારી કરી હતી.

આરોપી 8 મિનિટ સુધી અપશબ્દો સંભળાવતો રહ્યો હતો
વંશીય હુમલાનો ભોગ બનેલા કૃષ્ણન જયરામને આ સમગ્ર ઘટના ફોનમાં રેકોર્ડ કરી હતી. 8 મિનિટના આ વીડિયોમાં તેજિન્દર સિંહ તેને કહે છે, 'તું ડિસ્ગસ્ટિંગ ડોગ છે. તું એટલો ખરાબ દેખાય છે કે તારે જાહેર સ્થળે બધાની સામે ન આવવું જોઈએ. આ ભારત નથી, તું ભારતમાં હતો, હવે તું અમેરિકામાં છે.’ તેજિન્દરે તેને લુચ્ચો હિન્દુ કહ્યો અને કહ્યું કે તું માંસ પણ ખાતો નથી. આ પછી તેજિન્દરે તેની સામે અનેકવાર 'બીફ' શબ્દ કહ્યો હતો.

વંશીય ટિપ્પણી કરનાર આરોપી તેજિન્દર સિંહ.
વંશીય ટિપ્પણી કરનાર આરોપી તેજિન્દર સિંહ.

જયરામે કહ્યું- હુમલાખોર ભારતીય છે એ જાણીને વધુ દુઃખ થયું
કૃષ્ણન જયરામે યુએસ મીડિયાને જણાવ્યું હતું કે તેણે તેજિંદરને કહ્યું કે તે રેસ્ટોરન્ટમાં લડવા આવ્યો નથી. તેમણે તેને પૂછ્યું કે તે શું ઈચ્છે છે. જેના પર તેજિંન્દરે કહ્યું, તમે હિન્દુ નીચ અને શરમજનક છો. આ પછી તેજિન્દર તેના પર થૂંક્યો હતો. ત્યાર બાદ તેમણે અને રેસ્ટોરન્ટ સ્ટાફે ફ્રેમોન્ટ પોલીસને ફોન કરીને જાણ કરી હતી.

કૃષ્ણન જયરામ, જેમની સામે વંશીય હુમલો થયો હતો.
કૃષ્ણન જયરામ, જેમની સામે વંશીય હુમલો થયો હતો.

જયરામે કહ્યું હતું કે આ ઘટના પછી તે ડરી ગયો હતો, પરંતુ જ્યારે ખબર પડી કે દુર્વ્યવહાર કરનાર શખસ એક ભારતીય છે તો તેને વધુ દુઃખ થયું. તેણે કહ્યું, 'હું ખરેખર ડરી ગયો હતો. મને પણ ગુસ્સો આવ્યો, પણ ડર એ હતો કે આ વ્યક્તિ વધુ આક્રમક રીતે મારી પાછળ આવશે તો શું થશે?

ટેક્સાસમાં ભારતીય મહિલાઓ સાથે અમેરિકન મહિલાએ ગેરવર્તન કર્યું હતું
અમેરિકાના ટેક્સાસમાં પ્લાનો શહેરમાં સિક્સ્ટી વાઈન્સ રેસ્ટોરન્ટની બહાર ચાર મહિલા ભારતીય ભાષામાં વાત કરી રહી હતી. એ સમયે એક મૂળ મેક્સિકન-અમેરિકન મહિલાએ તેમના પર જાતિવાદી ટિપ્પણીઓ અને અપશબ્દો સંભળાવતાં દુર્વ્યવહાર કર્યો હતો. અમેરિકન મહિલાએ એક ભારતીય મહિલાને થપ્પડ પણ મારી હતી. 24 ઓગસ્ટે બનેલી આ ઘટનાનો વીડિયોસામે આવ્યા બાદ મહિલાની ધરપકડ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...