બેલારુસ - પોલેન્ડ વિવાદ:રશિયા મોટો ખતરો, 30 વર્ષમાં પહેલીવાર યુદ્ધની અણીએ યુરોપ

લંડન17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બ્રિટિશ સેનાપ્રમુખ કાર્ટરની ચેતવણી
  • શીતયુદ્ધ દરમિયાન સક્રિય કૂટનીતિક ચેનલોના ખાત્માથી સ્થિતિ ગંભીર

બ્રિટનના સંરક્ષણ પ્રમુખ જનરલ નિક કાર્ટરે સનસનાટી મચાવતો ખુલાસો કર્યો છે. કાર્ટરે ચેતવણી આપી છે કે બેલારુસ અને પોલેન્ડ વચ્ચે પ્રવાસી સંકટમાં રશિયાની દખલને કારણે યુરોપ યુદ્ધની અણીએ પહોંચી ગયું છે. શીતયુદ્ધની સમાપ્તિના લગભગ 30 વર્ષ પછી એવું પહેલીવાર છે જ્યારે રશિયાની સૈન્ય મહત્ત્વકાંક્ષાઓ સંપૂર્ણ મહાટાપુ માટે મોટો ખતરો બની ગઈ છે.

કાર્ટરે કહ્યું કે બ્રિટન, અમેરિકા સહિત નાટો સભ્ય દેશ સંપૂર્ણપણે પોલેન્ડની સાથે છે પણ રશિયા તેને હવા આપી રહ્યું છે. રશિયાનો એક ઈરાદો પૂર્વ યુક્રેન પર હુમલાની પણ છે. કાર્ટરે કહ્યું કે શીતયુદ્ધ દરમિયાન સક્રિય રહેલી કૂટનીતિક ચેનલો હવે અસ્તિત્ત્વમાં નથી. એવામાં રશિયા સાથે વાતચીત કરી મુદ્દાના ઉકેલનો પ્રયાસ પણ શરૂ થઈ શકી રહ્યો નથી. તેમણે કહ્યું કે હવે નેતાઓ પર મોટી જવાબદારી છે કે તે કઈ રીતે આ સમસ્યાના ઉકેલ વિશે વિચાર કરે છે.

રશિયાનાં વિમાનોને બ્રિટનનાં યુદ્ધ વિમાનોએ અટકાવ્યાં
રશિયાનાં યુદ્ધવિમાનોએ યુક્રેન પર હુમલાના ઈરાદે શુક્રવારે મોડી રાત્રે ઉત્તર સાગર તરફ ઉડાન ભરી હતી. તેના લીધે બ્રિટનની વાયુસેનાનાં યુદ્ધવિમાનોએ રશિયાનાં વિમાનોને નેધરલેન્ડની વાયુસીમામાં અટકાવ્યાં હતાં. રશિયાનાં વિમાનોએ તેના લીધે માર્ગ બદલી યુક્રેન તરફ પૂર્વ નિર્ધારિત માર્ગો બદલવા પડ્યા. બ્રિટને પોલેન્ડના સમર્થનમાં તેના સૈનિકોની ટુકડી મોકલી છે. અમેરિકાએ પણ રશિયા વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. અમેરિકા કહે છે કે રશિયા તરફથી બેલારુસને આશ્રય આપવાના કોઈપણ સૈન્ય પગલાનો વિરોધ કરશે. અમેરિકાએ પોલેન્ડ પ્રત્યે સમર્થન વ્યક્ત કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...