રશિયા-યુક્રેન યુદ્ધને લઈ મોટા સમાચાર:યુક્રેનના ખેરસનમાંથી રશિયન સેનાની પીછેહઠ, G-20 સમિટમાં પુતિન ભાગ નહીં લે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

રશિયાએ યુક્રેનના ખેરસનમાંથી પોતાના સૈનિકોને હટાવવાની જાહેરાત કરી છે. રશિયાના સંરક્ષણ પ્રધાન સર્ગેઈ શોઇગુએ બુધવારે તેમના સૈનિકોને ખેરસન શહેરમાં નીપ્રો નદીમાંથી પાછા હટવાનો આદેશ આપ્યો હતો. તમને જણાવી દઈએ કે ખેરસન શહેર યુદ્ધ દરમિયાન રશિયાના કબજામાં હતું, જેને યુક્રેને પરત લેવાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી.

સૈનિકોને અન્ય જગ્યાએ તૈનાત કરવામાં આવશે
સંરક્ષણ પ્રધાન શોઇગુએ કહ્યું કે તેમણે ખેરસન શહેર પર રક્ષણાત્મક પગલાં લેવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે અમે અમારા સૈનિકોના જીવ બચાવીશું અને નદીના પશ્ચિમ કિનારે સૈનિકોને તૈનાત કરવા તે અર્થહીન હશે. તેમણે કહ્યું કે આ સૈનિકોને અન્ય કોઈપણ મોરચે તૈનાત કરી શકાય છે.

G20માં પુતિન ભાગ નહીં લેય
મીડિયા રિપોર્ટ અનુસાર, કહેવામાં આવ્યું હતું કે, પુતિનના શિખર સંમેલનમાં ભાગ લેવાની સંભાવના ઓછી છે. ત્યાર પછી, હવે આ સંભાવનાઓ પર વિરામ લાગી ગયો છે. અહેવાલો અનુસાર, ક્રેમલિને સ્પષ્ટ કર્યું છે કે રશિયન રાષ્ટ્રપતિ કોન્ફરન્સમાં ભાગ લેશે નહીં. સૂત્રોના જણાવ્યા અનુસાર રશિયા પુતિનના સ્થાને વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવને મોકલશે.

ખેરસનમાં પુલને ઉડાવી દેવામાં આવ્યો હતો
અગાઉ ખેરસન નગર તરફ જતા મુખ્ય માર્ગ પરનો પુલ ધરાશાયી થયો હતો. જો કે આ પુલને કોણે ઉડાવ્યો, તે હજુ સ્પષ્ટ થયું નથી. દરમિયાન, રશિયા દ્વારા નિયુક્ત વરિષ્ઠ વહીવટી અધિકારી કિરીલ સ્ટ્રેમુસોવનું ખેરસનમાં એક કાર અકસ્માતમાં મૃત્યુ થયું છે. અકસ્માતની વધુ વિગતો આપવામાં આવી નથી. ખેરસન શહેરની પૂર્વમાં ડીનીપ્રો નદીની ઉપનદી ડેરિવકા બ્રિજની તસવીરો નાશ પામી છે, પરંતુ તે સ્પષ્ટ નથી થયું કે તે યુક્રેનિયન સૈન્ય દ્વારા ઉડાડવામાં આવ્યો હતો કે રશિયન સૈન્ય દ્વારા.

બ્રિજ ઉડાવનારનો ખુલાસો કરવામાં આવ્યો નથી
કેટલાક યુક્રેનિયનોએ કહ્યું છે કે, રશિયન સેનાએ પુલને ઉડાવીને યુક્રેનિયન સેનાનો આગળ વધવાનો રસ્તો રોકી દીધો છે. જ્યારે, યુક્રેનિયન સૈન્ય પર દેખરેખ રાખતા વિશ્લેષક ઓલેહ જાડાનોવના જણાવ્યા અનુસાર, આ કાર્ય કોઈપણ બિન-લશ્કરી પરંતુ લડાયક ટુકડી દ્વારા કરી શકાય છે. આ ટુકડી યુક્રેનની હોઈ શકે છે જેણે રશિયન સૈનિકોને ઘેરી લેવા માટે આ પુલને ઉડાવી દીધો હતો. જાણવા મળ્યું છે કે પુલની બંને તરફ રશિયન સૈનિકો હાજર છે.

અન્ય સમાચારો પણ છે...