રશિયાનું કાવતરું:રશિયન સૈનિક યુક્રેની ઈતિહાસના પુસ્તકો સળગાવી રહ્યા છે, ઇન્ટરનેટ બંધ, ટીવી પર રશિયાના કાર્યક્રમો

કીવ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કબજાવાળા ક્ષેત્રોમાં રશિયન પાસપોર્ટ લેવાનું દબાણ

રશિયા પોતાના કબજાવાળા યુક્રેનના દક્ષિણ વિસ્તારોની સ્કૂલોને ફરી ખોલી રહ્યું છે. તેમાં રશિયાના સમર્થક કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. ખેરસૉન અને જાપોરિજ્જા જેવા ક્ષેત્રોમાં રહેનારા માતા-પિતાને ધમકી આપવામાં આવી રહી છે કે જો તેઓ રશિયન પાસપોર્ટ નહીં લે અને પોતાના બાળકોને રશિયાની સમર્થક સ્કૂલોમાં નહીં મોકલે તો તેમના વાલી તરીકેના અધિકાર છીનવી લેવામાં આવશે.

પેરેન્ટ્સ અને ટીચર્સનું કહેવું છે કે આગામી શૈક્ષણિક વર્ષમાં આ સ્કૂલોની સાથે સહયોગ કરવા માટે તેમને બ્લેકમેલ કરવામાં આવી રહ્યા છે. રશિયાના કબજાવાળા વિસ્તારોમાં યુક્રેની ઇન્ટરનેટ અને સેલુલર-સેવા પ્રોવાઇડર અને બહારના મીડિયાને કાપી દેવામાં આવ્યા છે. ટેલીવીઝન પર માત્ર રશિયાના કાર્યક્રમ આવે છે. રશિયાના સૈનિક યુક્રેની ઈતિહાસના પુસ્તકોને સળગાવી રહ્યા છે. સ્કૂલોમાં બાળકોને યુક્રેનથી નફરત કરવાનું શીખવાડી રહ્યા છે. ઈતિહાસના પાઠોમાં ભણાવવામાં આવી રહ્યું છે કે હાલનું યુદ્ધ શરૂ કરવા માટે યુક્રેન દોષી છે.

રશિયાનો કોર્સ નહીં ભણાવવા પર શિક્ષકોને બ્લેકમેલ કરી રહ્યા છે
રશિયાના સૈનિકલ યુક્રેનના શિક્ષકોને બળજબરીથી રશિયા સમર્થિત કોર્સ ભણાવવાનું દબાણ કરી રહ્યા છે. ખેરસૉની શિક્ષિકા સેરહીનું કહેવું છે કે રશિયાના સૈનિક શિક્ષકોને બ્લેકમેલ પણ કરી રહ્યા છે. કેટલાક શિક્ષકો ભાગી ગયા. બાકી બચેલા શિક્ષકોને બળજબરીથી ભણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...