પુતિને કહ્યું- મોદી સાચા દેશભક્ત:રશિયન રાષ્ટ્રપતિએ ભારતના PMના વખાણ કર્યા, કહ્યું- ભારતનો ફ્યુચર ગ્રેટ છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. તેમણે PM મોદીને સાચા દેશભક્ત ગણાવ્યા હતા. ન્યૂઝ એજન્સી રોયટર્સની રિપોર્ટ પ્રમાણે પુતિને કહ્યું હતું કે મોદીના નેતૃત્વમાં ભારતે વિકાસમાં ખૂબ જ સફળતા પ્રાપ્ત કરી છે. પુતિને આ બધી વાત મોસ્કોમાં વાલ્ડાઈ ડિસ્કશન ક્લબની 19મી એન્યુઅલ મીટિંગમાં કહી હતી. તેમણે કહ્યું કે ભારતનું ફ્યુચર ગ્રેટ છે. મેક ઈન ઈન્ડિયાનો તેમનો વિચાર ઈકોનોમિક્સ અને એથિક્સ બંનેમાં મહત્વ ધરાવે છે.

ભારતનું ફ્યુચર ગ્રેટ છે- પુતિન

પુતિને કહ્યું હતું કે ભારતનું ફ્યુચર ગ્રેટ છે. કારણ કે તેમની પાસે વિશ્વની સૌથી મોટી લોકશાહી છે. તે દરેક ભારતીય માટે ગર્વની વાત છે. તેમણે વધુમાં કહ્યું હતું કે PM મોદી આઈસ બ્રેકર છે. તેઓ સારી રીતે જાણે છે કે તેમના લોકોના હિતોનું રક્ષણ કેવી રીતે કરવું. પીએમ નરેન્દ્ર મોદી એવા લોકોમાંના એક છે કે જે ઈન્ડિપેન્ડેટ ફોરેન પોલિસીને અમલમાં લાવવા માટે નિષ્ણાત છે.

તેમણે કહ્યું હતું કે કેટલાક પશ્ચિમ દેશો ભારતના ઘણી બાબતો પર પ્રતિબંધ લગાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમ છતાં તેમણે પશ્ચિમી દેશોના પ્રયાસો નિષ્ફળ કર્યા છે. તેમણે આ અંગે વધુમાં કહ્યું હતું કે અમે એકબીજાને સમર્થન આપ્યું અને આગળ પણ આપતા રહીશું. મને વિશ્વાસ છે કે ભવિષ્યમાં પણ આવું થશે.

ભારત સાથેના સંબંધોને યાદ કર્યા
મીટિંગ દરમિયાન પુતિને રશિયા-ભારતના સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે રશિયા માટે ભારત હંમેશા ખાસ રહ્યું છે. તેમનો અને અમારો સંબંધ ઘણા જૂના છે અને આ સંબંધ દાયકાઓથી ચાલી આવે છે. બંને દેશો વચ્ચે કોઈ વિવાદ નથી.

ભારતે બ્રિટનના કોલોનિયલથી મોર્ડન દેશ બનાવવા સુધીની ખૂબ જ પ્રગતિ કરી છે. તેમણે ડેફિનિટ ગ્રોથ પરિણામો પ્રાપ્ત કર્યા છે જે ભારત માટે સમ્માન અને પ્રશંસાનું કારણ બને છે. પુતિને કહ્યું કે અમારી વચ્ચે વેપારમાં વધુ વૃદ્ધિ થઈ છે. PM મોદીએ મને ભારતને ફર્ટિલાઇઝરની સપ્લાય વધારવા કહ્યું, જે ભારતમાં એગ્રિકલ્ચર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમે તેમાં 7.6 ગણો વધારો કર્યો છે, જે હવે લગભગ બમણો થઈ ગયો છે.