તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના વાઇરસ:કોરોનાની સારવાર માટે રશિયન ધનવાનો ઘર માટે વેન્ટિલેટર ખરીદી રહ્યા છે, એ માટે પણ આઠ મહિનાનું વેઈટિંગ લિસ્ટ

મોસ્કો6 મહિનો પહેલા
  • કૉપી લિંક
વેન્ટિલેટર.
  • કોરોનાપીડિતોની સારવાર માટે દુનિયા સામે સૌથી મોટો પડકાર વેન્ટિલેટરની અછત
  • રશિયામાં એક લાખ લોકો સામે સરેરાશ 29 વેન્ટિલેટર

મોસ્કો: કોરોના વાઈરસના બચાવ માટે સમગ્ર દુનિયા વેન્ટિલેટરની અછતનો સામનો કરી રહી છે. આ સ્થિતિમાં રશિયાના ધનવાનો ખાનગી કંપનીઓ પાસેથી વેન્ટિલેટર ખરીદીને પોતાના ઘરોમાં ફિટ કરાવી રહ્યા છે. ‘ધ મોસ્કો ટાઈમ્સ’માં પ્રકાશિત અહેવાલ પ્રમાણે, રશિયન ધનવાનો માટે પૈસા મુદ્દો જ નથી. મોં માગ્યા પૈસા ઑફર કરવા છતાં વેન્ટિલેટર મળતા નથી. મોસ્કો નજીક રુબ્લિકોવાના સ્થિત આવા જ ધનિક પરિવારે કહ્યું કે અમે એક વેેન્ટિલેટર ખરીદી લીધું છે, પરંતુ અમારે હજુ વધારે જોઈએ છે. અમને વેન્ટિલેટર માટે ગમે તેટલા પૈસા આપવા તૈયાર છીએ. આવા એક ડિવાઈસની કિંમત 1.8 બિલિયન રુબલ (આશરે રૂ. 17 લાખ) છે, પરંતુ વેન્ટિલેટર ખરીદવા પણ આઠ મહિનાનું વેઈટિંગ લિસ્ટ છે.  અહીંના લોકો ઘરોમાં હોસ્પિટલ જેવી સુવિધા ઊભી કરી રહ્યા છે જેથી સંકટના સમયમાં સારી સુવિધા મળી રહે. રશિયામાં બુધવાર સુધી કોરોનાના 658 કેસ સામે આવ્યા છે અને એક શખ્સનું મોત થયું છે.  મોસ્કોસ્થિત હેડવે જૂથ દ્વારા મોસ્કો ટાઈમ્સને આપેલા આંકડા પ્રમાણે રશિયાની હોસ્પિટલોમાં આશરે 43 હજાર વેન્ટિલેટર છે. એટલે કે સરેરાશ દર એક લાખ વ્યક્તિએ આશરે 29 વેન્ટિલેટર છે. આ આંકડો ઈટાલીની સરખામણીએ વધુ છે. જોકે, નિષ્ણાતો એ મુદ્દે ચિંતિત છે કે, દેશમાં જેટલા વેન્ટિલેટર છે તેમાં 25 ટકા મોસ્કો અને પીટર્સબર્ગની આસપાસ જ છે એટલે કે આશરે પાંચ હજાર. આ ઉપરાંત તેની ગુણવત્તા આંતરરાષ્ટ્રીય માપદંડો પ્રમાણે નથી.  બીજી તરફ, ડૉક્ટરોનું કહેવું છે કે કોરોના સિવાય અમને હૃદય અને ટ્રોમાના દર્દીઓ માટે પણ વેન્ટિલેટરની જરૂર હોય છે. જો સ્થિત નાજુક હોય તો રશિયન સરકારે અત્યારથી જ દેશભરમાં વેન્ટિલેટરની વ્યવસ્થા કરવી પડશે. 
મોસ્કોમાં લોકોનું વલણ જવાબદારી વિનાનું, ડરનો માહોલ
મોસ્કોની ઈરિના પોડોલ્યાન કહે છે કે અહીંના લોકોનું વલણ બિલકુલ જવાબદારી વિનાનું છે. કોરોના વાઈરસને લઈને અહીંના લોકો એવું માની કરી રહ્યા છે કે જેટલું તમે ઓછું જાણતા હશો, એટલી તમને સારી ઉંઘ આવશે. અહીં રેસ્ટોરન્ટમાં આઈસક્રીમ વેચતી કસેનિયા કહે છે કે, અમે કશું સાંભળવા નથી માંગતા. આ ડરામણી સ્થિતિ છે. અમે જાણીએ છીએ કે વારંવાર હાથ ધોવાના છે અને બહાર નથી જવાનું. આમ છતાં, લોકોએ બહાર નીકળીને ખરીદી શરૂ કરી દીધી છે. દુકાનો ખાલી થવા લાગી છે. આ બધું જોઈને ડર લાગી રહ્યો છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો