યુરોપ પર પરમાણુ હુમલાનો ખતરો:રશિયન સેનાએ 11 પરમાણુ બોમ્બર તહેનાત કર્યા, ફિનલેન્ડ અને નોર્વેને વધુ જોખમ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વ્લાદિમીર પુતિને ફિનલેન્ડ-નોર્વે બોર્ડર પર 11 પરમાણુ બોમ્બર તહેનાત કર્યા છે. બ્રિટિશ ન્યૂઝ પેપર 'ધ મિરર'એ સેટેલાઈટ ઈમેજને આધારે આ દાવો કર્યો છે. અમેરિકા અને યુરોપીય દેશોનો આરોપ છે કે પુતિનના લશ્કરી જનરલ પશ્ચિમી દેશો અને ખાસ કરી યુરોપીય દેશો પર પરમાણુ હુમલાનું કાવતરું ઘડી રહ્યા છે.

યુરોપિયન દેશોનો દાવો એટલા માટે પણ મહત્ત્વનો બની જાય છે, કારણ કે પુતિન અને રશિયન રક્ષા મંત્રીએ ઈશારામાં કહ્યું છે કે રશિયા પોતાની રક્ષા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે.

આ તસવીર 7 ઓક્ટોબરની છે. 11 પરમાણુ બોમ્બર જોઈ શકાય છે.
આ તસવીર 7 ઓક્ટોબરની છે. 11 પરમાણુ બોમ્બર જોઈ શકાય છે.

ઓલેનાયા એરબેઝ પર નજર
રિપોર્ટ અનુસાર, પુતિનના આદેશ પર રશિયાના ઓલેનાયા એરબેઝ પર 12 TU-160 પરમાણુ બોમ્બ તૈનાત છે. જેની સંખ્યા 11 છે. આ સિવાય 4 TU-95 કોલા એરબેઝ પર તૈનાત કરવામાં આવ્યા છે. નોર્વેની ફેક્ટ ચેકિંગ વેબસાઈટ FAKTISK.NOએ પણ આ વાતની પુષ્ટિ કરી છે. બે અઠવાડિયા પહેલા ઈઝરાઈલના ન્યૂઝ પેપર 'જેરૂસલેમ પોસ્ટ'એ પણ કહ્યું હતું કે, ઓલેનાયા એરબેઝ પર હલચલ દેખાઈ રહી છે. ત્યાર પછી ઈઝરાયેલની ગુપ્તચર સંસ્થા 'ઈમેજ સેટ'એ પણ આ વાતની પુષ્ટિ કરી હતી.

શંકા વધવાનું કારણ
યુરોપ પર પરમાણુ હુમલાનો ખતરો પણ વધી રહ્યો છે કારણ કે રશિયાના પરમાણુ બોમ્બર સામાન્ય રીતે મોસ્કોથી 450 કિમી દૂર એંગલ્સ એરબેઝ પર તૈનાત હોય છે. હવે તેમને ત્યાંથી હટાવીને ફિનલેન્ડ અને નોર્વેની સરહદ પર લાવવામાં આવ્યા છે.

અહેવાલ મુજબ, 12 ઓગસ્ટ સુધી ઓલેનાયા એરબેઝ પર કોઈ પરમાણુ બોમ્બર નહોતું. હવે તેમની સંખ્યા વધીને 12 થઈ ગઈ છે.

સેટેલાઇટ તસવીરો દર્શાવે છે કે ઓલેનાયાની એરસ્ટ્રિપ પર ઘણા રશિયન પરમાણુ બોમ્બર છે. રશિયાએ આ અંગે કંઈ કહ્યું નથી.
સેટેલાઇટ તસવીરો દર્શાવે છે કે ઓલેનાયાની એરસ્ટ્રિપ પર ઘણા રશિયન પરમાણુ બોમ્બર છે. રશિયાએ આ અંગે કંઈ કહ્યું નથી.

બ્રિટન તૈયાર છે
આ વર્ષે ફેબ્રુઆરીમાં સ્કોટિશ એરસ્પેસમાં બ્રિટનની રોયલ એરફોર્સે બે રશિયન ફાઈટર જેટને ઘેરી લીધા હતા. આ પછી બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો. બ્રિટિશ ઈન્ટેલિજન્સના રિપોર્ટ અનુસાર, યુક્રેન અને મોસ્કોના એરસ્પેસ પર ખૂબ નજીકથી નજર રાખવામાં આવી રહી છે.

આ સેટેલાઈટ ઈમેજથી સ્પષ્ટ થાય છે કે રશિયાએ ઓલેનાયા એરબેઝ પર બે પ્રકારના પરમાણુ બોમ્બર તહેનાત કર્યા છે.
આ સેટેલાઈટ ઈમેજથી સ્પષ્ટ થાય છે કે રશિયાએ ઓલેનાયા એરબેઝ પર બે પ્રકારના પરમાણુ બોમ્બર તહેનાત કર્યા છે.

બ્રિટિશ આર્મી અને ખાસ કરીને એરફોર્સ પણ કેટલીક ખાનગી કંપનીઓ પાસેથી ડેટા એકત્ર કરી રહી છે. રશિયાની નજર સૌથી વધુ યુક્રેનના ખેરસોન પર છે. આનું કારણ એ છે કે વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો રશિયા તેને સંપૂર્ણપણે કબજે કરી લે છે, તો તે માત્ર યુક્રેન પર જ નહીં પરંતુ યુરોપ પર પણ દબાણ લાવવાની સ્થિતિમાં હશે.

અન્ય સમાચારો પણ છે...