રશિયા / 1000 રૂપિયાનું ‘કોરોના પેન્ડન્ટ’ સોશિયલ મીડિયામાં વાઈરલ, ફાઉન્ડરે કહ્યું-આ વાઇરસ સામે અમારી જીતનું પ્રતીક

Russian jeweler designs Coronavirus pendant goes viral
X
Russian jeweler designs Coronavirus pendant goes viral

દિવ્ય ભાસ્કર

Apr 09, 2020, 02:17 PM IST

મોસ્કો. રશિયાની મેડિકલ જ્વેલરી કંપની ડો. વોરોબેવે કોરોનાવાઇરસ આકારનું પેન્ડન્ટ લોન્ચ કર્યું છે. કોરોના મહામારીની શરુઆતમાં જ કંપનીએ આ પેન્ડન્ટનું ઓનલાઈન વેચાણ શરુ કરી દીધું હતું. કોરોના વાઇરસ આકારના આ પેન્ડન્ટની કિંમત 1000 રૂપિયા છે. સોશિયલ મીડિયામાં ઘણા લોકો આ કંપનીના આઈડિયા પર સવાલો ઉઠાવી રહ્યા છે. તો બીજી તરફ કંપનીના ફાઉન્ડરનું કહેવું છે કે, આ પેન્ડન્ટ કોરોના વાઇરસ સામે લડી રહેલા મેડિકલ સ્ટાફને સપોર્ટ કરવા માટેનો બેસ્ટ ઓપ્શન છે.
  
કંપનીના ફાઉન્ડર પાવેલ વોરોબેવે જણાવ્યું કે, અમારા આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ મેડિકલ સ્ટાફને સપોર્ટ કરવાની છે. આ પેન્ડન્ટ કોરોના વાઇરસ પર આપણી સૌથી મોટી જીત દર્શાવતું પ્રતીક છે. કોરોના વાઇરસથી સાજા થઇ રહેલા દર્દીઓ ડોક્ટરને પેન્ડન્ટ ખરીદીને ગિફ્ટ કરી રહ્યા છે. આ કંપની ડીએનએ, મગજ અને શરીરના અલગ-અલગ અંગોના આકારની જ્વેલરી તૈયાર કરે છે.લોકો આ કોરોના પેન્ડન્ટ ખરીદીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે અને તે ટ્રેન્ડ પણ કરી રહ્યું છે. કંપની અત્યાર સુધી 1000થી પણ વધારે કોરોના પેન્ડન્ટ વેચી ચૂકી છે. કોરોના પેન્ડન્ટ પછી હવે કંપની કોરોના બ્રોચ પણ બનાવશે જેમાં એક પાંજરામાં કોરોના વાઇરસ કેદ હશે. ઉલ્લેખનીય છે કે, રશિયામાં અત્યાર સુધી 8000થી પણ વધારે પોઝિટિવ કેસ આવી ચૂક્યા છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી