તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • Russian Foreign Ministry Spokesman Posted A Catastrophic Picture Of Serbian President And Trump, Putin Had To Apologize

વિવાદ:રશિયન વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સર્બિયાના પ્રમુખ અને ટ્રમ્પની આપત્તિજનક તસવીર પોસ્ટ કરી, પુટિને માફી માંગવી પડી

પુતિન8 દિવસ પહેલા
  • કૉપી લિંક
આ તસવીર સાથે આપત્તિજનક તસવીર પોસ્ટ કરતા વિવાદ થયો હતો
  • અમેરિકા સાથે સર્બિયાની નજદીકી વચ્ચે રશિયાની ચિંતા વધી, એક તસવીરના કારણે વિવાદ
  • રશિયન પ્રવક્તા સામે સર્બિયન પ્રમુખ વુર્ચિચ પણ લાલઘૂમ

રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને પોતાની એક પ્રવક્તાની ભૂલના કારણે સર્બિયાના પ્રમુખ એલેક્ઝાન્ડર વુચિચની માફી માંગવી પડી છે. પુતિને એક નિવેદન આપીને આ કબૂલાત કરી છે.

મારી ટિપ્પણીને ખોટી રીતે લેવાઈઃ મારિયા
વાત એમ છે કે, રશિયાના વિદેશ મંત્રાલયની પ્રવક્તા મારિયા જખારોવાએ વુચિત અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની એક તસવીર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. તેમાં વુચિચ અને ટ્રમ્પ કેટલાક અધિકારીઓ સાથે એક રૂમમાં મીટિંગ કરી રહ્યા છે. વુચિચ જે ખુરશી પર બેઠા છે, તે ટ્રમ્પની ખુરશી-ટેબલથી ઘણાં દૂર છે. આ તસવીર નીચે મારિયા લખ્યું હતું કે, ‘એવું લાગી રહ્યું છે કે, ટ્રમ્પ વુચિચની પૂછપરછ કરી રહ્યા છે. તમને વ્હાઈટ હાઉસમાં બોલાવ્યા છે, પરંતુ ખુરશી તો એવી રીતે મૂકાઈ છે, જાણે તપાસ માટે બોલાવ્યા હોય. એના કરતા તો તમે બીજી તસવીરમાં દેખાય છે, તેની જેમ (શેરોન સ્ટોન) બેસો.’ જોકે, આ પોસ્ટ વાઈરલ થઈ જતા મારિયાએ માફી માંગી હતી. તેમણે કહ્યું કે, મારી ટિપ્પણીને ખોટી રીતે લેવાઈ છે. મારું નિશાન સર્બિયાના પ્રમુખ પર નહીં, પરંતુ અમેરિકાના ઘમંડ પર હતું. પુતિને પણ મારી સાથે ફોન પર વાત કરી છે. તેમણે મને કહ્યું કે, સર્બિયા સાથે રશિયાના સંબંધ ખૂબ સારા છે. આ પોસ્ટ માટે આપણે માફી માંગવી જોઈએ. મેં પણ અનુભવ્યું કે, આ બિનજરૂરી મામલો છે.

વુચિતે વ્હાઈટ હાઉસમાં એક સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા
મારિયાની આ પોસ્ટ ત્યારે સામે આવી છે, જ્યારે વુચિતે વ્હાઈટ હાઉસમાં એક સંધિ પર હસ્તાક્ષર કર્યા છે. આ પોસ્ટને સર્બિયા અને અમેરિકાના સંબંધને લઈને રશિયાની પરેશાની તરીકે જોવાઈ રહી છે. મારિયાની પોસ્ટ પર વુચિચે પણ ટિપ્પણી કરતા લખ્યું હતું કે, આ પોસ્ટ મારિયાના જૂનવાણી અને વિચિત્ર વિચારો જ નહીં, પરંતુ તેમને જે લોકોએ આ હોદ્દો આપ્યો છે, તે પણ દર્શાવે છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો