G20માં સામેલ નહીં થાય પુતિન:વેસ્ટર્ન લીડર્સના મહેણાંથી બચવા માટે લીધેલો ફેંસલો, યુક્રેનના ખેરસોનથી પાછળ હટી રશિયન સેના

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન G20માં સામેલ નહીં થાય. ન્યૂઝ એજન્સી AFP અનુસાર, પુતિન ઇન્ડોનેશિયાના બાલીમાં 15-16 નવેમ્બરે થનારી G20 સમિટમાં નહીં જાય. તેમની જગ્યાએ રશિયાના વિદેશ મંત્રી સર્ગેઇ લાવરોવ વર્ચુઅલી સામેલ થશે. જોકે ઇન્ડોનેશિયામાં રશિયન એમ્બેસીના ચીફ ઓફ પ્રોટોકોલ યૂલિયા ટોમ્સ્કાયાએ કહ્યું- અમે કોશિશ કરી રહ્યા છીએ કે પુતિન પણ વર્ચુઅલી સામેલ થાય.

પુતિનના બાલી જઇને G20માં સામેલ ન થવાનો ફેંસલો એવા સમયે આવ્યો જ્યારે રશિયન સેના યુક્રેનની સાથે ચાલી રહેલા યુદ્ધમાં પાછળ રહી છે. ક્રેમેલિન પણ પશ્ચિમના દેશોની નિંદાથી બચવાના રસ્તા શોધી રહ્યા છે. હકીકતમાં G20માં ભારત, અમેરિકા સહિત કેટલાય પશ્ચિમના દેશોના નેતા સામેલ હશે. આ દેશ શરૂઆતથી જ યુદ્ધની વિરુદ્ધમાં રહ્યા છે પરંતુ 9 મહિના બાદ પણ યુદ્ધ ચાલુ છે. તેને લઇને રશિયાની નિંદા થાય છે.

ગયા મહિને એવા અહેવાલો આવ્યા હતા કે G20 સમિટ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી એક મંચ પર હશે.
ગયા મહિને એવા અહેવાલો આવ્યા હતા કે G20 સમિટ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી એક મંચ પર હશે.

પુતિને સેનાને આપ્યો ખેરસોનથી પાછા હટવાનો આદેશ
9 નવેમ્બરે પુતિને યુક્રેનના ખેરસોનથી પોતાની સેનાને પાછી બોલાવી લીધી છે. 5 દિવસ પહેલાં યુદ્ધની સૌથી ખતરનાક કાર્યવાહી કરતા અહીં કર્ફ્યૂ લગાવી દીધો હતો. અહીં લડાઇ જોરદાર હતી કારણ કે આ શહેર રશિયા માટે બહુ જરૂરી હતું. વાસ્તવમાં રશિયા બ્લેક સીનાં બંદરો પર કબજો કરવા માગે છે. એરસોનનાં પોર્ટ રાજનીતિક રૂપથી તો અગત્યનાં છે, સાથે જ ભૂમધ્ય સમુદ્રને જોડનાર વ્યાપારિક રસ્તો પણ અહીં થઇને જાય છે.
આ સિવાય ખેરસોન એક મોટું શિપ મેન્યુફેક્ચરર છે. અહીં મર્ચેન્ટ શિપ, ટેંકર, કંન્ટેનર શિપ, આઇસબ્રેકર, આર્કિટ સપ્લાય શિપ બનાવવામાં આવે છે. આ ભાગને રશિયામાં સામેલ કરીને રશિયા પોતાની દરિયાઇ તાકાત વધારી શકે છે. જોકે વેપાર માટે પણ આના પર નિયંત્રણ જરૂરી છે. અહીંથી રશિયન સૈનિકોનું પાછા ફરવું રશિયાની હારની નજરે પણ જોવામાં આવે છે.

શું છે G20
G20 સમૂહ ફોરમમાં 20 દેશ છે. આમાં દેશના ડેવલપ્ડ અને ડેવલોપિંગ ઇકોનોમીવાળા દેશ છે. 19 દેશોમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કનેડા, ચીન, ફ્રાંસ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટલી, જાપાન, સાઉથ કોરિયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરબ, દક્ષિણ આફ્રિકા, તુર્કી, બ્રિટેન, અમેરિકા અને યુરોપિયન યુનિયન (ઇયુ) સામેલ છે.

આ બધા સદસ્ય દેશો મળીને દુનિયાના GDPના 80%થી વધુ ભાગ બનાવે છે. G20ને દુનિયા સૌથી શક્તિશાળી દેશોના સમૂહ G7ના વિસ્તારના રૂપમાં જોવામાં આવે છે. G7માં ફ્રાંસ, જર્મની, ઇટલી, જાપાન, બ્રિટેન, અમેરિકા અને કેનેડા છે.

અન્ય સમાચારો પણ છે...