યુક્રેન યુદ્ધના કારણે પોલેન્ડમાં રશિયાના રાજદૂત સર્ગેઈ એન્ડ્રીવને ભારે શરમનો સામનો કરવો પડ્યો હતો. સર્ગેઈ વારસોમાં બીજા વિશ્વ યુદ્ધમાં માર્યા ગયેલા સોવિયત સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા માટે ગયા હતા. આ દરમિયાન ગુસ્સે ભરાયેલા કેટલાક લોકોએ તેમના ચહેરા પર કલર ફેક્યો હતો. રશિયાના રાજદૂતે ધીરજ રાખીને પ્રદર્શનકારીઓને કોઈ જવાબ આપ્યો ન હતો.
આ તરફ અમેરિકા યુક્રેનને 40 અબજ ડોલરની સહાય મોકલશે. અમેરિકાની કોંગ્રેસના ડેમોક્રેટ્સે આ મદદને મંજૂરી આપી દીધી છે. રાષ્ટ્રપતિ જો બાઈડને 28 એપ્રિલના રોજ યુક્રેન માટે US કોંગ્રેસ પાસે 33 અબજ ડોલરની સૈન્ય મદદ માંગી હતી.
યુદ્ધમાં રશિયાના 25650 સૈનિકો માર્યા ગયા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.