હુમલો-પ્રતિહુમલો:રશિયાની કઠપૂતળી સરકારનો વિરોધ થશે, પુટિન ડિવાઈડ એન્ડ રૂલનો દાવ ખેલશે

વોશિંગ્ટન5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુક્રેનની પ્રજાના વિરોધથી રશિયન પ્લાનમાં મોડું, પૂર્વ યુરોપનો નવો નકશો બનશે

યુક્રેન પર રશિયાનો હુમલો યુરોપમાં દ્વિતીય વિશ્વયુદ્ધ પછી સૌથી મોટું રાજકીય સંકટ બની ગયું છે. યુક્રેનમાં રશિયાના હુમલા પછીના દસ દિવસ પછી પણ સ્થિતિ સ્પષ્ટ નથી થઈ. તેનું કારણ એ છે કે, યુક્રેનની પ્રજા રશિયન સૈનિકોને જડબાતોડ જવાબ આપી રહી છે. યુક્રેનના લોકો રશિયન ટેન્કો સામે પણ અડગતાથી ઊભા રહે છે. પરંતુ રશિયન સેનાની સંખ્યા અને હથિયારોના મોટા જથ્થા સામે વ્યવહારિક રીતે યુક્રેન માટે વધુ દિવસ સુધી તેમનો મુકાબલો કરવો અઘરો બની જશે.

યુક્રેન પર કબજા પછી પુટિન ત્યાં કઠપૂતળી સરકાર બેસાડવા ઈચ્છે છે, પરંતુ હાલ લોકોના વિરોધના કારણે તે શક્ય નથી લાગતું. અમેરિકાની જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં રશિયન અફેર્સના નિષ્ણાત એન્જેલા સ્ટેન્ટનું કહેવું છે કે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુટિન યુક્રેનમાં ડિવાઈડ એન્ડ રૂલની નીતિ અપનાવશે. યુક્રેનના પૂર્વ ડોનબાસ ક્ષેત્રમાં પુટિનને સંપૂર્ણ સમર્થન છે. આ ઉપરાંત યુક્રેનમાં રહેતા એક તૃતીયાંશ રશિયન ભાષા બોલનારામાં પણ પુટિનને સમર્થન છે. પુટિન યુક્રેનનું વિભાજન કરી શકે છે. ટૂંકમાં યુદ્ધ પછી પૂર્વ યુરોપનો નવો નકશો બનશે તે લગભગ નક્કી છે.

ચાર શક્યતાઓ
1. નિપરો શહેરનો વિરોધ

હાલ યુક્રેનના કીવ અને ખારકવી મોરચે રશિયન સેનાનો હાથ ઉપર છે. યુક્રેનના ત્રીજા સૌથી મોટા શહેર સુધી રશિયનો હજુ આવી નથી શક્યા. જો નિપરોમાં વિરોધ ચાલુ રહેશે, તો પુટિન યુદ્ધ અધવચ્ચે પડતું મૂકી શકે છે.

2. આર્થિક પ્રતિબંધોની અસર
જો લાંબા યુદ્ધ પછી રશિયા યુક્રેનમાં કઠપૂતળી સરકાર બેસાડી દેશે, પરંતુ આર્થિક પ્રતિબંધોના કારણે તેણે પીછેહઠ કરવી પડી શકે છે. સોવિયેત યુગની પૂર્વ યુરોપને કબજામાં રાખવાની વ્યૂહનીતિ હવે કામમાં નહીં આવે.

3. નાટો અને રશિયા વચ્ચે જંગ
યુક્રેન ભલે નાટો સભ્ય નથી, પરંતુ નાટો દેશો સાથે તે ભૌગોલિક રીતે જોડાયેલું છે. એક પણ રશિયન મિસાઈલ જો આ દેશ પર પડશે તો નાટો યુદ્ધમાં ઝંપલાવશે. તે રશિયાને ભારે પડશે.

4. સ્વિડન-ફિનલેન્ડમાં વિરોધ
પૂર્વ યુરોપમાં સ્વિડન અને ફિનલેન્ડ નાટો સભ્ય નથી. યુક્રેન પર જીત પછી રશિયા પૂર્વ યુરોપમાં સોવિયત યુગનું આકરું શાસન ફરી લાગુ થઈ શકે છે.

યુક્રેન સાથે સમજૂતીની શક્યતા ઓછી, પુટિન તેમને નાઝીઓની સરકાર કહી ચૂક્યા છે
પુટિનની યુક્રેન સાથે સમજૂતીની શક્યતા ઓછી છે. 24 ફેબ્રુઆરીએ યુદ્ધ છેડાયું ત્યારે પુટિને યુક્રેનની જેલેન્સ્કી સરકારને નવા નાઝીઓની સરકાર કહી હતી. હવે જો કોઈ સમજૂતી થશે તો તેમણે વૈશ્વિક મંચ પર પોતાનાં પગલાં સાચાં સાબિત કરવામાં મુશ્કેલી પડશે. બીજો વિકલ્પ એ છે કે રશિયાના કબજા પછી યુક્રેનમાં સામાન્ય ચૂંટણી કરાવાય, પરંતુ ચૂંટણીઓ પારદર્શક થશે તો રશિયન સમર્થકોની જીત નહીં થાય. ત્રીજો વિકલ્પ એ છે કે યુદ્ધ પછી યુક્રેન પણ યુરોપિયન દેશ ઓસ્ટ્રિયાની જેમ ન્યુટ્રલ સ્ટેટ બની જાય અને રશિયા યુક્રેનને સુરક્ષાની ગેરંટી આપે. પરંતુ યુક્રેનના લોકોની મંજૂરી મળવી મુશ્કેલ છે.અન્ય સમાચારો પણ છે...