યુદ્ધમાં અમેરિકાની સક્રિય ભૂમિકા:બાઈડને અમુક શરતો સાથે રશિયા પરથી દરેક પ્રતિબંધ હટાવવાની વાત કરી, 30 હજાર યુક્રેનીની મદદ માટે નવી પહેલ

5 મહિનો પહેલા
  • અમેરિકાએ સંઘીય કાર્યક્રમ 'ટેમ્પરરી પ્રોટેક્ટેડ સ્ટેટ્સ' અંતર્ગત યુક્રેનના નાગરિકો 18 મહિના સુધી દેશમાં રહી શકે છે

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધમાં અમરિકા સક્રિય ભૂમિકા નિભાવી રહી છે. અમેરિકાએ યુદ્ધમાં તેની સેના મોકલી નથી, પરંતુ તેના તરફથી રશિયા પર ઘણા કડક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. થોડા દિવસ પહેલાં રાષ્ટ્રપતિ બાઈડને રશિયા માટે એરસ્પેસ બંધ કરી દીધી હતી, પરંતુ હવે અમેરિકા તરફથી રશિયાને એક પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. આ પ્રસ્તાવમાં તમામ પ્રતિબંધો હટાવવાની વાત કરી છે.

અમેરિકાએ કહ્યું છે કે જો રશિયન સેના યુક્રેનમાં યુદ્ધ સમાપ્ત કરી દેશે તો તેમના પર લગાવવામાં આવેલા તમામ પ્રતિબંધો હટાવવામાં આવશે, પરંતુ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે યુક્રેન પર શરૂ કરવામાં આવેલી કાર્યવાહી રોકવી પડશે. જોકે આ પ્રસ્તાવ વિશે હજી રશિયા તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. જોકે આવું પહેલીવાર છે, જ્યારે અમેરિકાએ આગળ આવીને રશિયાને આવી ઓફર આપી છે.

યુદ્ધ દરમિયાન અમેરિકા પહેલીવાર રશિયાને આવી ઓફર આપી છે.
યુદ્ધ દરમિયાન અમેરિકા પહેલીવાર રશિયાને આવી ઓફર આપી છે.

રશિયાની અર્થવ્યવસ્થા બચાવવા બાઈડને આપી આ ઓફર
અત્યારે રશિયાએ અમેરિકા પર ઘણા પ્રતિબંધો લગાવ્યા છે. અન્ય દેશોએ પણ રશિયા પર ઘણા પ્રતિબંધો લગાવ્યા છે. આ પ્રતિબંધોને કારણે રશિયાની સંપૂર્ણ અર્થવ્યવસ્થા બરબાદ થઈ ગઈ છે, પરંતુ અમેરિકાએ આ ડૂબતી અર્થવ્યવસ્થાને બચાવવા માટે રશિયન રાષ્ટ્રપતિને ઓફર આપી છે. જોકે હવે તેઓ આ ઓફર સ્વીકારે છે કે નહીં એ આગામી દિવસોમાં ખબર પડશે.

રશિયાએ કર્યો યુરોપના સૌથી મોટા ન્યૂક્લિયર પ્લાન્ટ પર હુમલો
રશિયન સેના તરફથી યુરોપના સૌથી મોટા ન્યૂક્લિયર પ્લાન્ટ પર હુમલો કરવામાં આવ્યો છે. એને કારણે ત્યાંની એડમિનિસ્ટ્રેટિવ ઓફિસમાં આગ લાગી છે. રિએક્ટર્સને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે અને આગ પર નિયંત્રણ મેળવવાનો પ્રયત્ન ચાલુ છે. આ હુમલા પછી અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે ફોન પર વાત કરી છે અને બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને સુરક્ષા પરિષદની ઈમર્જન્સી બેઠક બોલાવી છે.

જોકે રશિયા તરફથી આ પ્રસ્તાવ વિશે હજી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.
જોકે રશિયા તરફથી આ પ્રસ્તાવ વિશે હજી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.

યુદ્ધના 8 દિવસ થઈ ગયા છે અને એ દરમિયાન રશિયા અને યુક્રેન વચ્ચે બીજા તબક્કાની વાતચીત પણ થઈ ગઈ છે. યુદ્ધ રોકવા માટે હજી સુધી કોઈ સહમતી બની નથી, પરંતુ માનવીય કોરિડોર બનાવવા વિશે વિચારણાં કરવામાં આવી રહી છે, જેથી યુક્રેનમાં ફસાયેલા લોકોને બહાર કાઢી શકાય.

યુક્રેનની મદદ માટે અમેરિકાની નવી પહેલ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડો બાઈડનના પ્રશાસને તેમના દેશમાં રહેતા યુક્રેનના લોકો માટે માનવીય સહાયતાની રજૂઆત કરી છે. સંઘીય કાર્યક્રમ 'ટેમ્પરરી પ્રોટેક્ટેડ સ્ટેટસ' અંતર્ગત યુક્રેનના નાગરિકો 18 મહિના સુધી તેમના દેશમાં રહી શકે છે. અમેરિકન પ્રશાસને કહ્યું છે કે યુક્રેનમાં રશિયાના ચાલતા આક્રમણના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. યુદ્ધને કારણે એક મોટું માનવીય સંકટ ઊભું થયું છે, જેને કારણે 10 લાખથી વધારે લોકોએ તેમનો દેશ છોડી દીધો છે.

અમેરિકાના ગૃહ સુરક્ષામંત્રી એલેજાંદ્રો એન. મયોરકાસે કહ્યું હતું કે યુક્રેન પર રશિયાના પૂર્વ નિયોજિત અને અકારણ હુમલાને કારણે અહીં હિંસાનું વાતાવરણ ફેલાયું છે. પરિણામે, યુક્રેનના લોકોને બીજા દેશોમાં આશરો લેવાની જરૂર પડી છે. થિંક ટેન્ક માઈગ્રેશન પોલિસી ઈન્સ્ટિટ્યૂટ પ્રમાણે આ યોજનાથી અમેરિકામાં યુક્રેનના 30 હજારથી વધારે નાગરિકોને લાભ મળી શકે છે.

અમેરિકાના સંધિ કાર્યક્રમથી 30 હજાર યુક્રેનીઓને ફાયદો થશે.
અમેરિકાના સંધિ કાર્યક્રમથી 30 હજાર યુક્રેનીઓને ફાયદો થશે.

યુક્રેનની મદદ કરવા અમેરિકા તેમનું બજેટ વધારશે
અમેરિકાની બાઈડન સરકારે રશિયન હુમલામાં યુક્રેનની મદદ કરવા 10 અબજ ડોલર અને કોરોના વાઇરસ સંક્રમણ મહામારી સામે લડવા માટે 22.5 અબજ ડોલરનું વધારાનું ફંડ માગ્યું છે. દેશના બજેટમાં આ બંને માગણી સામેલ કરવા વિશે ચર્ચા ચાલી રહી છે. વ્હાઈટ હાઉસ ઓફિસ ઓફ મેનેજમેન્ટ એન્ડ બજેટના કાર્યવાહક નિર્દેશક શાલાંદ યોંગે ગુરુવારે બ્લોગ પોસ્ટમાં આ રકમની જરૂરિયાત હોવાની વાત કરી છે. આ બંને માગણીની કુલ રકમ કોંગ્રેસ દ્વારા નક્કી કરેલા બજેટ કરતાં વધારે છે. અમેરિકન સંસદ હાલના બજેટ પર ચર્ચા કરીને 11 માર્ચ સુધી એ ફાઈનલ કરવા માગે છે.

અન્ય સમાચારો પણ છે...