• Gujarati News
  • International
  • A New Video Of The Bucha Genocide Has Come To Light, With Russian Troops Escorting 9 Ukrainian Civilians Into A Building, Then Firing.

રશિયા-યુક્રેન જંગ અપડેટ્સ:બૂચા નરસંહારનો નવો વીડિયો સામે આવ્યો, રશિયાના સૈનિક 9 યુક્રેનના નાગરિકોને બિલ્ડિંગમાં લઈ ગયા, પછી ફાયરિંગ કર્યું

કિવએક મહિનો પહેલા

યુક્રેન પર રશિયાના હુમલા શરૂ થયાને બે મહિનાથી પણ વધુ સમય થયો છતાં હજી પણ ચાલુ જ છે. આ દરમિયાન રશિયાની સેનાના કેટલાક ખરાબ કારસ્તાનના વીડિયો અને તસવીરો બહાર આવ્યાં છે. હવે યુક્રેનના બૂચામાં થયેલા નરસંહારનો એક વીડિયો પ્રકાશમાં આવ્યો છે, જેમાં 2 રશિયાના સૈનિક 9 યુક્રેનના નાગરિકોને બંદૂકથી ડરાવીને એક બિલ્ડિંગમાં લઈ જતા દેખાઈ રહ્યા છે.

બૂચા શહેરનો આ વીડિયો 4 માર્ચનો હોવાનું કહેવાઈ રહ્યું છે. જે એક ઘરના CCTVમાં કેપ્ચર થયો છે. કેટલાક સ્થાનિક લોકોએ પણ પોતાના ઘરેથી આ ઘટનાનો વીડિયો બનાવ્યો હતો. વીડિયોને બનાવનારા લોકોનું કહેવું છે કે રશિયાના સૈનિક તમામ યુક્રેની નાગરિકોને એક બિલ્ડિંગમાં લઈ ગયા, જેને રશિયાના સૈનિકોએ પોતાનું ઠેકાણું બનાવી લીધું હતું. એ પછીથી ફાયરિંગનો અવાજ આવ્યો હતો, થોડીવાર પછી સૈનિક બહાર આવી ગયા, જોકે યુક્રેની નાગરિકો બહાર આવ્યા નહોતા. પછીથી અહીંથી તેમના શબ મળ્યા હતા.

સ્થાનિક લોકોએ આ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો છે.
સ્થાનિક લોકોએ આ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો છે.

રશિયા-યુક્રેન જંગનું અપડેટ્સ...

  • રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનું કહેવું છે કે રશિયાના સૈનિકોએ ડોનબાસ વિસ્તારનો સંપૂર્ણ રીતે નાશ કરી દીધો છે.
  • અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકને વિશ્વમાં ઈમર્જન્સી ફૂડ ક્રાઈસીસમાંથી બહાર આવવા માટે 2.3 અબજ ડોલરની સહાયતા કરવાની જાહેરાત કરી છે.
  • વિલ્ખિવકા ગામ પર બોમ્બમારો કરવામાં આવ્યો હતો, એને પગલે અહીં ઘણાં ઘરોને નુકસાન થયું છે. આ ગામ યુક્રેનના ઉત્તરપૂર્વી શહેર ખાર્કિવથી લગભગ 25 કિલોમીટર દૂર છે. અહીં ઘણાં સપ્તાહથી રશિયાની સેનાનો કબજો હતો.
  • મારિયુપોલમાં ઘણાબધા યુક્રેનના છોકરાઓએ રશિયાની સામે આત્મસમર્પણ કરી દીધું છે.
  • અમેરિકાની સેનેટ પાસેથી યુક્રેનને આર્થિક મદદ કરવાની મંજૂરી મળી છે.
  • અમેરિકાની સેનિટે યુક્રેન માટે લગભગ 3.10 લાખ કરોડ રૂપિયાના ઈમર્જન્સી સૈન્ય અને માનવીય સહાયતાના પેકેજને મંજૂરી આપી છે. આ અમેરિકાની સેનિટે છેલ્લા બે દશકામાં કોઈ દેશને કરેલી સૌથી વધુ આર્થિક મદદ છે. અમેરિકાએ આ રાહત પેકેજને ખૂબ જ યોગ્ય સમયે મંજૂરી આપી છે.
યુક્રેનના વિલ્ખિવકા ગામમાં બોમ્બમારા પછી એક સ્કૂલના ક્લાસરૂમની તસવીર.
યુક્રેનના વિલ્ખિવકા ગામમાં બોમ્બમારા પછી એક સ્કૂલના ક્લાસરૂમની તસવીર.

રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની છોકરી કૈટરીનાને ઝેલેન્સ્કી સાથે પ્રેમ
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન ભલે ઝેલેન્સ્કીને નફરત કરતા હોય, જોકે તેમની છોકરી કૈટેરીના તિખોનોવા ઝેલેન્સ્કીને પ્રેમ કરે છે. તેના બોયફ્રેન્ડનું નામ ઈગોર ઝેલેન્સ્કી છે. બંને છેલ્લાં પાંચ વર્ષથી રિલેશનશિપમાં છે.

અન્ય સમાચારો પણ છે...