ફ્રાન્સમાં 75માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત થઈ છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમર જેલેંસ્કીએ આ ફિલ્મ ફેસ્ટિવલને વરચ્યુઅલી સંબોધિત કર્યો હતો. આ દરમિયાન તેમણે રશિયાના રાષ્ટ્રપતિ વોલોદિમર પુતિન પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે માણસોમાં નફરત ખત્મ થઈ જશે અને તાનાશાહ મરી જશે.
યુક્રેનના રાષ્ટ્રપતિએ ફિલ્મ નિર્માતાઓને ફાસીવાદ પર કોમેડી ફિલ્મ બનાવવાની અપીલ કરી છે. જેલેંસ્કીએ ચાર્લી ચેપલિનને એડોલ્ફ હિટલર વાળા રોલની પ્રશંસા કરતા કહ્યું કે આપણને એક નવા ચેપલિનની જરૂરિયાત છે, જે કહી શકે કે આપણા સમયનું સિનેમા ચુપ નથી.
રશિયા-યુક્રેન જંગના પ્રમુખ અપડેટ્સ...
અત્યાર સુધીમાં યુક્રેનના હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર 226થી વધુ હુમલા
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું કહેવું છે કે યુદ્ધ શરૂ થયા પછી રશિયાએ યુક્રેનના હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર 226થી વધુ હુમલા કર્યા છે. એટલે કે પ્રત્યેક દિવસે યુક્રેનની મેડિકલ સેવાઓ પર ત્રણ હુમલા કરવામાં આવ્યા છે. WHOના રિજનલ ડાયરેક્ટરનું કહેવું છે કે આ હુમલામાં 75 લોકો મૃત્યુ પામ્યા છે અને 59 અન્ય ઘાયલ થયા છે.
ફિનલેન્ડની સંસદે સરકારને નાટોમાં સામેલ થવાની મંજૂરી આપી
ફિનલેન્ડની સંસદે સરકારને નાટોમાં સામેલ થવાની મંજૂરી આપી દીધી છે. તેને લઈને કરવામાં આવેલા વોટિંગ દરમિયાન 200થી 188 સાંસદોએ આ નિર્ણયનું સમર્થન કર્યું હતું. બીજી તરફ વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરીનું કહેવું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન 19 મેના રોજ ફિનિશ અને સ્વીડિશ વડાપ્રધાનની સાથે નાટો એપ્લિકેશન પર વાતચીત કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.