• Gujarati News
  • International
  • Ukraine's President Says War Against Europe, Russia's Attack On Chernobyl Nuclear Site, Modi Putin Talks To Be Held Soon

રશિયાનો હુમલો LIVE:યુક્રેનને બચાવવું છે તો સેના સરકારને સત્તા પરથી ઉખેડી ફેંકે; USએ કહ્યું- કીવ રશિયાની સેનાના કબજામાં હશે

મોસ્કો/કિવ/વોશિંગ્ટન4 મહિનો પહેલા
  • રાજધાની કિવમાં મિસાઈલ હુમલા; લોકોને જીવન જરૂરી વસ્તુઓની અછત પડી રહી છે
  • અમારી ફાયનાન્સિયલ સિસ્ટમમાંથી રશિયા બહાર: બ્રિટન

રશિયાએ શુક્રવારે યુક્રેન પર સતત બીજા દિવસે હુમલા કર્યા છે. રાજધાની કીવમાં સવારે 7 વાગે વ્યાપક પ્રમાણમાં વિસ્ફોટ થયા છે. લોકો રાત્રી દરમિયાન ઘરો, સબ-વે તથા અંડરગ્રાઉન્ડ શેલ્ટરમાં છૂપાયેલા રહ્યા હતા. હવે ખાદ્ય સામગ્રીની પણ હવે અછત સર્જાવા લાગી છે.

યુદ્ધની સ્થિતિ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને રાષ્ટ્રજોગ સંબોધન કર્યું છે. તેમણે કહ્યું છે કે અમારી વ્યૂહરચના ઉપરાંત ઈરાદો તદ્દન સ્પષ્ટ છે. અમે યુક્રેન પર કબજો કરવા ઈચ્છતા નથી. માટે યુક્રેનના લશ્કરને કહેવા માગુ છું કે તે તાત્કાલિક આત્મ સમર્પણ કરી દે. આ ઉપરાંત પુતિને યુક્રેનની સેનાને કહ્યું છે કે દેશની સત્તાની કમાન તમારા હસ્તગત લઈ લો, યુક્રેનની સરકાર ડ્રગ એડિકટ્સનું ગ્રુપ છે આ ઉપરાંત તે દેશની સરકારે યુક્રેનના તમામ લોકોને બંધિકાર કરી લીધા છે. વોલ્દોમિક જેલેંસ્કીની સરકાર ડ્રગ એડિક્ટ અને નાઝીઓની સરગના છે.

આ વચ્ચે વ્હાઈટ હાઉસના એક અધિકારીએ કહ્યું કે યુક્રેનમાં રશિયન સેના ઝડપથી આગળ વધી રહી છે અને તેઓ કોઈ પણ સમયે ત્યાંની રાજધાની કીવ પર કબજો કરી લેશે. આ અધિકારી મુજબ પેંટાગોન અને વ્હાઈટ હાઉસની એક સ્પેશિયલ ટીમ દરેક હરકત પણ બારીક નજર રાખી રહ્યું છે.

આ અગાઉ આજે સવારે યુક્રેનની રાજધાની કિવમાં 7 મોટા બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. શહેર પર એક પછી એક મિસાઈલોથી હુમલો કરવામાં આવી રહ્યો છે. યુક્રેનમાં ખાણી-પીણીથી લઈને અન્ય જરૂરિયાતની વસ્તુઓની અછત હોવા છતાં લોકો ઘરની બહાર નીકળી રહ્યા નથી. NATO યુદ્ધને લઇને એક મહત્વની બેઠક શરુ કરવાનું છે જેમાં યુક્રેનને મદદ પહોંચાડવા અંગે નિર્ણય લેવાઈ શકે છે.

રશિયાનો રોમાનિયાના શિપ પર મિસાઈલ હુમલો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર રશિયાએ બ્લેક સીમાં રોમાનિયાના એક જહાજ પર મિસાઈલ હુમલો કર્યો છે અને તેમાં આગ લાગી છે. આ ખૂબ જ મહત્વના સમાચાર છે. હકીકતમાં રોમાનિયા નાટોનું સભ્ય છે અને નાટો હજુ સુધી રશિયા સામેના યુદ્ધમાં કૂદી પડ્યું નથી કારણ કે તે કહે છે કે યુક્રેન નાટોનું સભ્ય નથી. તેથી, અમે તેને સીધી રીતે લશ્કરી રીતે મદદ કરી શકતા નથી. એટલે કે હવે અમેરિકા પણ આ યુદ્ધમાં ઝંપલાવી શકે છે, કારણ કે તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે જો નાટોના સભ્ય પર હુમલો થશે તો તેને પગલાં લેવામાં સમય નહીં લાગે.

હવે વાતચીત માટે રશિયા તૈયાર
રશિયા સરકારના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું છે કે તેમની સરકાર ડિપ્લોમેટ્સને વાતચીત માટે બેલારુસની રાજધાની મિંસ્ક મોકલી શકે છે. આ બાબતે રશિયા તરફથી લેખિત નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. આ અગાઉ તેમણે યુક્રેની સેનાના સરન્ડરની શરત મૂકી હતી.

પુતિન અને શી જિનપિંગ વચ્ચે વાતચીત
​​​​​​
​રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શુક્રવારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે ફોન પર વાત કરી હતી. ગુરૂવારે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરી હતી. તેમણે ફ્રાંસના રાષ્ટ્રપતિ સાથે પણ વાત કરી છે. બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલ્દોમીર ઝેલેન્સ્કીએ પુતિનને વાતચીત માટે આમંત્રણ મોકલ્યું છે. જોકે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે પહેલા જ સ્પષ્ટ કરી દીધું છે કે, યુક્રેન શરણાગતિ સ્વીકારે તો જ વાતચીત થઈ શકે છે.

રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવેએ યુદ્ધ સમાપ્ત થવાની આશાને નકારી છે. ન્યૂયોર્ક ટાઈમ્સ સાથેની વાતચીતમાં લાવરોવે કહ્યું હતુ કે, અમે હવે યુક્રેન સાથે વાતચીતની ઓફર સ્વીકારીશું નહીં. જો કે તેમણે કહ્યું હતુ કે, વાતચીત ફક્ત એક જ શરતે થઈ શકે છે કે જો યુક્રેન આત્મસમર્પણ કરે. યુક્રેનના રાષ્ટ્રપતિ અત્યાર સુધી માત્ર જુઠ્ઠુ જ બોલ્યા છે.

રેડિયેશનના સ્તરમાં વધારો થવાને કારણે હજારો લોકોના જીવનું જોખમ
યુક્રેનના ચેર્નોબિલ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પાસે રશિયાની સેનાએ હુમલો કર્યો હતો. અહીં અનેક વિસ્ફોટ પણ થયા હતા. જેના કારણે આ પરમાણુ પ્લાન્ટમાં રેડિયેશનનું સ્તર વધી ગયું છે. યુક્રેનની ન્યુક્લિયર એજન્સીએ આ વાતની પુષ્ટિ કરી છે. રેડિયેશનના સ્તરમાં વધારો થવાને કારણે આ વિસ્તારમાં રહેતા હજારો લોકોના જીવનું જોખમ તોળાઈ રહ્યું છે. તેમને સ્વાસ્થ્ય સંબંધીત સમસ્યાઓ પણ થઈ શકે છે. આ દરમિયાન, યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે નાગરિકોને રશિયન લશ્કરી હિલચાલ વિશેની માહિતી આપવા જણાવ્યું છે. સાથે જ તેમના પર પેટ્રોલ બોમ્બથી હુમલો કરવા પણ જણાવ્યું છે.

રશિયાના ટેન્ક કિવથી માત્ર 32 કિમી દૂર છે; રશિયાની સેનાને રોકવા માટે યુક્રેનની સેનાએ જાતે પોતાના 3 પુલ ઉડાવી દીધા
આ દરમિયાન, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ દાવો કર્યો છે કે રશિયન દળો રાજધાનીમાં પ્રવેશી ચૂક્યા છે. રશિયન ટેન્કો અહીંથી માત્ર 32 કિમી દૂર છે. તેમને રોકવા માટે યુક્રેનની સેનાએ ત્રણ પુલ ઉડાવી દીધા છે. ઝેલેન્સકીએ આશંકા વ્યક્ત કરી છે કે આગામી 4 દિવસમાં કિવ પર રશિયા દ્વારા કબજો કરવામાં આવશે. તેમણે કહ્યું કે રશિયાની સેના રહેણાંક વિસ્તારોને ટાર્ગેટ કરી રહી છે. તેમણે રશિયન નાગરિકોને આ યુદ્ધનો વિરોધ કરવાની અપીલ કરી છે.

અપડેટ્સ...

  • રશિયાના વિદેશ મંત્રીએ કહ્યું- યુક્રેન સાથે અત્યાર સુધી કોઈ વાતચીત નહીં, તેમના રાષ્ટ્રપતિ જૂઠ્ઠા છે.
  • બ્રિટન સામે જવાબી કાર્યવાહી તરીકે રશિયાએ બ્રિટનના તમામ વિમાનો માટે પોતાની એરસ્પેસ બંધ કરી દીધી છે.
  • રશિયા-યુક્રેન યુદ્ધ પર તાલિબાને કહ્યું છે કે બંને દેશોએ શાંતિપૂર્ણ રીતે આ મુદ્દાનો ઉકેલ લાવવો જોઈએ.
  • યુક્રેનના રક્ષા મંત્રીએ નાગરિકોને કહ્યું- રશિયન સેનાની હિલચાલ પર નજર રાખો, પેટ્રોલ બોમ્બથી હુમલો કરો.
  • લિવ શહેરમાં હવાઈ હુમલાની સાયરન સંભળાઈ રહી છે. અહીંના મેયરે લોકોને ઘરની બહાર ન નીકળવા માટે કહ્યું છે.
  • યુક્રેનનાં રહેણાંક વિસ્તારોમાં રશિયાએ મિસાઈલ હુમલો કર્યો છે, રાજધાની કિવમાં 7 બ્લાસ્ટ કરવામાં આવ્યા છે.
  • રશિયાના હુમલામાં અત્યાર સુધીમાં 137 લોકો માર્યા ગયા છે, જ્યારે 316 લોકો ઘાયલ છે.
  • યુક્રેનની સરકારે 18 થી 60 વર્ષની વયના પુરુષોને દેશ છોડવા પર પ્રતિબંધ મૂક્યો છે.
  • યુક્રેનનો દાવો છે કે તેણે રશિયાને ઘણું નુકસાન કર્યું છે. યુક્રેનના રક્ષા મંત્રી હન્ના મલ્યાર અનુસાર, 7 રશિયન એરક્રાફ્ટ, 6 હેલિકોપ્ટર, 30 ટેન્ક નષ્ટ કરવામાં આવી છે.
  • યુક્રેનના રાષ્ટ્રપતિએ રશિયા સામે મુકાબલો કરવા માટે સમગ્ર સેનાને ઉતારી દીધી છે. ઝેલેન્સકી કહે છે કે હું જ રશિયનોનો પ્રથમ ટારગેટ છું.
  • રશિયન દળોનો સામનો કરવા માટે યુક્રેનના નાગરિકોને 10 હજાર રાઈફલો આપવામાં આવી છે.
  • યુક્રેનની રાજધાની કિવમાં આજે પણ બ્લાસ્ટ ચાલુ છે. કિવમાં આજે સવારે 7 મોટા બ્લાસ્ટના અહેવાલ છે.
  • ઝેલેન્સકીએ દેશ છોડવાના અહેવાલોને નકારી કાઢ્યા હતા. તેણે આરોપ લગાવ્યો કે રશિયા સાથેની લડાઈમાં અમે એકલા પડી ગયા છીએ.

યુક્રેને કિવ નજીક એક પુલ તોડી નાંખ્યો
યુક્રેનની સેનાએ કિવ નજીક એક પુલ તોડી નાંખ્યો છે. રશિયન સેનાને ત્યાં ઘૂસતા રોકવા માટે આવું કરવામાં આવ્યું છે. જો કે, રશિયાની કેટલીક સેના કિવમાં પ્રવેશી ચૂકી છે. આ જાણકારી ખુદ યુક્રેનના રાષ્ટ્રપતિએ આપી છે.

યુક્રેનની સેનાએ કિવ નજીક એક પુલ તોડી નાંખ્યો છે.
યુક્રેનની સેનાએ કિવ નજીક એક પુલ તોડી નાંખ્યો છે.

કિવ પર રશિયાના હુમલા સતત વધી રહ્યા છે.​​​​​​
રશિયાએ યુક્રેન પર આકાશ અને જમીન બંને તરફથી યુક્રેન પર હુમલો કર્યો છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ પણ રશિયન હુમલાનો સામનો કરવા માટે સમગ્ર સેનાને ઉતારી દીધી છે. ઝેલેન્સકીએ કહ્યું કે કિવમાં ઘૂસેલી રશિયન સેનાનો પ્રથમ ટારગેટ હું જ છું.તેઓ મને મારીને દેશમાં અસ્થિરતા પેદા કરવા માગે છે. યુક્રેનને રશિયાની સામે લડાઈમાં એકલું છોડી દેવાયું છે. પ્રથમ દિવસની લડાઈમાં જ 137 લોકોનાં મોત થયા છે. યુક્રેન દાવો કરે છે કે તેની સેનાએ 800થી વધુ રશિયન સૈનિકોને માર્યા છે. 30 રશિયન ટેન્ક અને 7 જાસૂસી એરક્રાફ્ટનો પણ નાશ કર્યો છે.

રશિયાની સેના સાથે મુકાબલો કરવા માટે યુક્રેનની સરકારે નાગરિકોને 10,000 રાઈફલો આપી છે. યુક્રેનની રાજધાની કિવમાં હજુ પણ બ્લાસ્ટચાલુ છે. CNNના અહેવાલો અનુસાર યુક્રેનની રાજધાની કિવમાં આજે સવારે 7 મોટા બ્લાસ્ટ થયા છે. રશિયન હુમલામાં અત્યાર સુધીમાં 137 લોકો માર્યા ગયા છે, જ્યારે 316 લોકો ઘાયલ છે. યુએસ અહેવાલો અનુસાર, યુક્રેન પર રશિયા દ્વારા કુલ 203 હુમલા કરવામાં આવ્યા હતા, જેમાં 160 હુમલા મિસાઈલના હતા અને 83 જમીન આધારિત લક્ષ્યોને ટારગેટ કરવામાં આવ્યા હતા.

જો કે યુક્રેન પર હુમલા પછી રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને દુનિયાની સાથે ઘરઆંગણે પણ નારાજગીનો સામનો કરવો પડી રહ્યો છે. યુક્રેન પર હુમલાના વિરોધમાં રશિયનોએ અનેક શહેરોમાં દેખાવકારોએ વિરોધ પ્રદર્શનો કર્યા. જેના પછી 1700 લોકોની ધરપકડ કરવામાં આવી.

યુક્રેનનાં રહેણાંક વિસ્તારોમાં રશિયાએ મિસાઈલ હુમલો કર્યો છે.
યુક્રેનનાં રહેણાંક વિસ્તારોમાં રશિયાએ મિસાઈલ હુમલો કર્યો છે.

રશિયાની ક્રુઝ મિસાઈલે યુક્રેનનું Su27 જેટ તોડી પાડ્યું
કિવ પર કબજો કરવા માટે રશિયાના હુમલા સતત વધી રહ્યા છે. રશિયાની સેના અહીં સવારે 4 વાગ્યાથી મિસાઈલ હુમલા કરી રહી છે. હવે સમાચાર મળી રહ્યા છે કે એક રશિયન ક્રુઝ મિસાઇલે રાજધાની કિવમાં યુક્રેનિયન Su27 જેટને તોડી પાડ્યું છે.

ભારતીયોની સ્થિતિ:
ભારતે ફસાયેલા ભારતીયોને પોલેન્ડ મારફતે બહાર કાઢવાનો નિર્ણય લીધો છે. આ સાથે તેમને યુક્રેનથી એરલિફ્ટ પણ કરવામાં આવી શકાય છે. યુક્રેનમાં ફસાયેલા લોકો માટે ભારતનો હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.

યુક્રેનનો દાવો- કિવમાં 7 બ્લાસ્ટ
યુક્રેનના ગૃહમંત્રી એન્ટોન ગેરાશચેન્કોએ જણાવ્યું હતુ કે કિવમાં સવારથી અત્યાર સુધીમાં કુલ 7 બ્લાસ્ટ થયા છે. તેમના કહેવા પ્રમાણે, આ બ્લાસ્ટ ક્રુઝ અને બેલેસ્ટિક મિસાઈલથી કરવામાં આવ્યા છે. તેમણે વધુમાં કહ્યું હતુ કે જવાબી કાર્યવાહીમાં એક રશિયન વિમાનને પણ તોડી પાડવામાં આવ્યું છે.

જ્યારે સાઇકલ સવાર પર રશિયન મિસાઈલનો હુમલો થયો, યુક્રેનમાં હુમલાનો લાઇવ વીડિયો સામે આવ્યો

યુક્રેન પર રશિયા જે તબાહી મચાવી રહ્યું છે તેનો એક વીડિયો સામે આવ્યો છે. યુક્રેનની સામાન્ય જનતાને આ યુદ્ધથી કેવી રીતે શિકાર બના રહી છે? તેનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. એક સાઇકલ સવાર યુક્રેનના રસ્તા પર જઈ રહ્યો છે. તેના મનમાં યુદ્ધની ચિંતા ચોક્કસપણે છે, પરંતુ તે હકીકતથી સંપૂર્ણપણે અજાણ છે કે બીજી જ ક્ષણે તેની સાથે શું થવાનું છે. સુમસામ રસ્તો છે, ત્યારે અચાનક જ હવાઈ હુમલો થાય છે. જોરદાર ધડાકા સાથે ચારે બાજુ આગના દ્રશ્યો ફેલાઈ જાય છે અને એક ક્ષણમાં જ બધું નષ્ટ થઈ જાય છે.

યુક્રેનના ધ્વજના રંગોથી વિશ્વભરની ઇમારતો શણગારવામાં આવી છે
યુક્રેન પર રશિયાના હુમલા વચ્ચે એકતા દર્શાવવા માટે વિશ્વભરની ઇમારતોને યુક્રેનના ધ્વજના રંગોથી શણગારવામાં આવી છે. તેમાં બ્રસેલ્સમાં સિન્કેટેનિયર પાર્ક, રોમમાં કોલિઝિયમ, મેલબોર્નમાં ફ્લિન્ડર્સ સ્ટ્રીટ સ્ટેશન અને સ્કોપજેમાં વિદેશ મંત્રાલયનું કાર્યાલયને યુક્રેનના ધ્વજના રંગોથી શણગારવામાં આવ્યું છે.

બાઈડેન NATOના સભ્યો સાથે બેઠક કરશે
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન ટૂંક સમયમાં NATOના સભ્યો સાથે વર્ચ્યુઅલ મીટિંગ કરશે. તમને જણાવી દઈએ કે આ પહેલા બાઈડેને પોતાના સંબોધનમાં કહ્યું હતું કે યુક્રેનને પોતાની લડાઈ જાતે જ લડવી પડશે અને અમેરિકા ત્યાં પોતાની સેના નહીં મોકલે. અમેરિકાએ કહ્યું હતુ કે તેના પ્રતિબંધો રશિયાને વૈશ્વિક નાણાકીય વ્યવસ્થાથી અલગ કરી દેશે.

યુક્રેનમાં મધ્યપ્રદેશના 27 વિદ્યાર્થીઓ ફસાયા હોવાની માહિતી મળી છે
મધ્યપ્રદેશ સરકારે યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઈન નંબર જારી કર્યા છે. મધ્યપ્રદેશ સીએમ હેલ્પલાઇન પર યુક્રેનમાં 27 વિદ્યાર્થીઓ (9 મેડિકલ શિક્ષણ, 18 ઉચ્ચ શિક્ષણ) ફસાયાની માહિતી પ્રાપ્ત થઈ છે. જેમાં ભોપાલના 4, ઇન્દોરના 3, ધારના 3, રાયસેનના 2 અને જબલપુર, છિંદવાડા, મોરેના, નર્મદાપુરમ, ડિંડોરી, ગ્વાલિયર, ટીકમગઢ, છતરપુર, ખરગોન, દેવાસ, બરવાની, સાગર, બાલાઘાટ, સિહોરમાંથી 1-1 વિદ્યાર્થીઓની માહિતી મળી છે. જણાવવામાં આવી રહ્યું છે કે તમામ વિદ્યાર્થીઓ સુરક્ષિત છે. તેમને ભારતીય દૂતાવાસનો સંપર્ક કરવા કહેવામાં આવ્યું છે.

યુક્રેન પર હુમલાના વિરોધમાં રશિયનોનું વિરોધ પ્રદર્શન

ન્યુયોર્કમાં રસ્તા પર પુતિન સામે વિરોધ પ્રદર્શન

ન્યુયોર્કમાં રશિયન રાષ્ટ્રપતિ વિરુદ્ધ એક રેલી કાઢવામાં આવી હતી. મેનહટ્નના રસ્તા પર હજારો લોકોએ યુક્રેનિયન ધ્વજ લહેરાવીને અને બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતુ. જ્યારે, અમેરિકાએ શુક્રવારે એટલે કે આજે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં રશિયન હુમલાની નિંદા કરવા અને યુક્રેનમાંથી રશિયન દળોને પાછા ખેંચવાના પ્રસ્તાવ પર મતદાન કરાવી શકે છે.

હુમલાના વિરોધમાં વ્હાઇટ હાઉસની બહાર પ્રદર્શન
યુક્રેન પર રશિયાના આક્રમણ સામે દેખાવો ઉગ્ર બન્યા છે. અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસની બહાર પણ પ્રદર્શનકારીઓ એકઠા થઈને રશિયાના હુમલા સામે વિરોધ પ્રદર્શન કર્યુ છે.

મેક્રોંએ પુતિન સાથે ફોન પર વાત કરી

ક્રેમલિને કહ્યું છે કે ફ્રાંસના રાષ્ટ્રપતિ મૈક્રોંએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ફોન કર્યો હતો. ક્રેમલિનના અનુસાર, મૈક્રોં અને પુતિનમાં યુક્રેન મુદ્દે ગંભીર ચર્ચા થઈ, રશિયન રાષ્ટ્રપતિએ ફ્રાંસને હુમલાનું કારણ અને સ્થિતિ વિશે જાણકારી આપી. અગાઉ પુતિને ભારત, પાકિસ્તાન, ઈરાન અને જર્મનીના રાષ્ટ્રાધ્યક્ષો સાથે વાત કરી હતી.

રશિયા-યુક્રેન વિવાદ ગુરુવારે જંગમાં ફેરવાઈ ગયો. રશિયન સેનાએ ગુરુવારે સવારે સાડા આઠ વાગ્યે યુક્રેનની રાજધાની કીવ સહિત 12 જગ્યાએ મિસાઈલ હુમલાઓ કર્યા. યુક્રેનના 54 સૈનિક અને 10 સિવિલિયન માર્યા ગયા. યુક્રેનના 50 રશિયન સૈનિકોને મારવાનો દાવો કર્યો છે.દિલ્હીમાં યુ્ક્રેનના એમ્બેસેડરે ભારતને મદદની અપીલ કરી જે બાદ વડાપ્રધાન મોદીએ વ્લાદિમિર પુતિન સાથે લગભગ 25 મિનિટ વાતચીત કરી.

રશિયન સેનાએ યુક્રેન પર હુમલાની શરૂઆત કર્યા પછી ચર્નોબિલ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર કબજો જમાવ્યો હોવાની જાણકારી યુક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલયના સલાહકાર મિખાઈલો પોડોલયાકે આપી હતી. તેમણે કહ્યું હતું કે રશિયનો દ્વારા વિનાકારણ થયેલા હુમલામાં ચર્નોબિલ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સુરક્ષિત છે એમ કહેવું અશક્ય છે.

એક રશિયન સિક્યુરિટી સ્ત્રોતે કહ્યું હતું કે રશિયા ચર્નોબિલ ન્યુક્લિયર રિએક્ટર પર અંકુશ ઈચ્છે છે કે જેથી નાટોને સંકેત આપી શકાય કે તે સૈન્ય કાર્યવાહીથી કોઈ દખલ ન કરે.

ઉલ્લેખનીય છે કે 1986માં ચર્નોબિલ ન્યુક્લિયર પ્લાન્ટમાં લિકેજ થયું હતું અને મોટી જાનહાનિ સર્જાઈ હતી. અહીં પરમાણુ વિકિરણોની અસર હજુ પણ છે. તેના સુરક્ષિત ક્ષેત્રને પ્રવાસન ક્ષેત્ર બનાવાયું છે. રશિયન એટેક અગાઉના સપ્તાહ સુધી અહીં પ્રવાસીઓની અવરજવર ચાલુ હતી.

24 કલાકમાં બીજી વખત બાઇડેનનું નિવેદન
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને ગુરુવાર-શુક્રવાર દરમિયાનની રાત્રે ફરી એક વખત દુનિયાની સામે આવ્યા. બાઇડેને કહ્યું- વ્લાદિમિર પુતિન સાથે વાતચીતનો કોઈ પ્લાન નથી. તેમને સમગ્ર દુનિયાને ખતરામાં મૂકી દીધું છે. યુક્રેન પર હુમલાની રશિયાએ ભારે કિંમત ચુકવવી પડશે. હવે રશિયા નબળું અને દુનિયાના અન્ય દેશો મજબૂત બનશે. રશિયાની ફાયનાન્સિયલ સિસ્ટમ હવે ડોલર્સ, યુરો, પાઉન્ડ્સ કે યેનમાં પહેલાંની જેમ વેપાર નહીં કરી શકે. તેમની મિલિટ્રી સિસ્ટમને પણ નુકસાન થશે. રશિયન બેંકની લગભગ એક લાખ કરોડ ડોલરની એસેટ્સ હવે હોલ્ડ કરવામાં આવી રહી છે. ચાર મોટી બેંકને અમેરિકામાં પ્રતિબંધિત કરવામાં આવી રહી છે. આ બેંકના તમામ એસેટ્સ ફ્રીઝ કરી દેવાઈ છે.

બ્રિટનનું કડક વલણ
બ્રિટિશ પ્રાઈમ મિનિસ્ટર બોરિસ જોનસને ગુરુવારે મોડી રાત્રે સંસદમાં કહ્યું- પુતિને પોતાના હાથ યુક્રેનના નિર્દોષ લોકોના લોહીથી રંગ્યા છે. આ ડાઘ ક્યારેય સાફ નહીં થઈ શકે. અમે રશિયાની તમામ બેંકને અમારી ફાયનાન્સિયલ સિસ્ટમમાંથી બહાર કરી દીધી છે. હવે રશિયાને હુમલાના પરિણામ ભોગવવા પડશે.

મોદી-પુતિનની વાતચીત
PMO તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે- વડાપ્રધાન મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ સાથે ફોન પર વાતચીત કરી. આ દરમિયાન ખાસ કરીને યુક્રેનના મુદ્દે વાતચીત થઈ. વડાપ્રધાને પુતિનને કહ્યું કે નાટો અને રશિયાએ યુક્રેનનો મુદ્દો ગંભીરતાથી વાતચીત કરીને ઉકેલવો જોઈએ. યુક્રેન અને રશિયા વચ્ચે તાત્કાલિક સીઝફાયર થવું જોઈએ. મોદીએ યુક્રેનમાં રહેતા ભારતીયો અને ખાસ કરીને સ્ટૂડન્ટ્સની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો. મોદીએ કહ્યું કે ભારતીયોની સુરક્ષિત વાપસી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. બંને નેતા આ વાત પર સહમત હતા કે આ મુદ્દે બંને દેશોના ડિપ્લોમેટ્સ સંપર્કમાં રહેશે.

યુક્રેનના રાજદૂતે કરેલી મદદની માગ રંગ લાવી
આ પહેલા નવી દિલ્હીમાં યુક્રેનના રાજદૂત મીડિયા સમક્ષ હાજર થયા હતા અને તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે મદદ માંગી હતી કે તેઓ વર્લ્ડ લિડર છે અને પોતાની શક્તિનો ઉપયોગ રશિયન રાષ્ટ્રપતિ સાથે વાત કરવા માટે કરે. અમેરિકા અને યુરોપિયન યુનિયન (EU) પણ લશ્કરી અને આર્થિક હુમલાની તૈયારી કરી રહ્યા છે. યુરોપિયન યુનિયનના પ્રમુખ ઉર્સલા વાન ડેર લિને જણાવ્યું હતું કે રશિયાની અર્થવ્યવસ્થા નાશ પામશે.

કોનું કયું વલણ

  • અમેરિકાઃ પ્રેસિડન્ટ બાઇડેને કહ્યું- રશિયા વિરૂદ્ધ દુનિયાને એકજૂથ થવું જોઈએ. અમે કોઈ પણ કિંમતે દુનિયાને બરબાદ નહીં થવા દઈએ. રશિયા જાતે જ વાતચીતના રસ્તા બંધ કરી દીધાં.
  • EU: યુરોપિયન યુનિયને કમીશનના પ્રેસિડન્ટ ઉર્સલા વાન ડેર લિને પહેલી વખત સામે આવીને રશિયાને ખુલ્લી ધમકી આપી છે. લિને કહ્યું- હવે જવાબ આપવાનો સમય આવી ગયો છે. હવે અમે રશિયાની ઈકોનોમીને ટાર્ગેટ કરીશું. તેમની ઈકોનોમીને એટલી નબળી કરી દઈશું કે તેઓ મિલિટ્રી મોર્ડનાઈઝેશન તો શું ઘણી જરૂરી વસ્તુઓ માટે પણ તલપાપડ બનશે. સમગ્ર યુરોપમાં રશિયન એસેટ્સ અને બેંક એકાઉન્ટ્સ ફ્રીઝ કરવામાં આવી રહ્યાં છે. આ મામલે અમે સંપૂર્ણપણે અમેરિકા અને બીજા સહયોગીની મદદ કરી રહ્યાં છે.
  • NATO: નાટોના મિલિટ્રી ચીફે કહ્યું- યુક્રેન અમારા સંગઠનનું સભ્ય નથી. તેથી અમે તેમની સીધી સૈન્ય મદદ ન કરી શકીએ પરંતુ આ ઉપરાંત અનેક રસ્તાઓ છે અને યુક્રેનને તેની મદદથી સહાયતા કરવામાં આવી રહી છે.
  • બ્રિટનઃ બ્રિટનના પ્રાઈમ મિનિસ્ટર બોરિસ જોનસને ગુરુવારે મોડી રાત્રે સંસદમાં કહ્યું- પુતિને પોતાના હાથ યુક્રેનના નિર્દોષ લોકોના લોહીથી રંગ્યા છે. આ ડાઘ ક્યારેય સાફ નહીં થઈ શકે. અમે રશિયાની તમામ બેંકને અમારી ફાયનાન્સિયલ સિસ્ટમમાંથી બહાર કરી દીધી છે. હવે રશિયાને હુમલાના પરિણામ ભોગવવા પડશે.

હુમલો કયાં અને કેવી રીતે થયો
યુક્રેનને કહ્યું- અમારા પર ત્રણ તરફથી... રશિયા, બેલારુસ અને ક્રીમિયાની બોર્ડરથી હુમલો થયો. લુહાંસ્ક, ખાર્કિવ, ચેરનીવ, સુમી અને જેટોમિર પ્રાંતમાં હુમલાઓ યથાવત છે. રશિયાની ગ્રાઉન્ડ ફોર્સિસ યુક્રેનમાં ઘુસી ગઈ અને ત્યાં અનેક ગામો પર કબજો કર્યો. રશિયાના કમાન્ડો પેરાટૂપર્સ યુક્રેનના મિલિટ્રી ઈન્સ્ટોલેશન નજીક ઉતરીને પોતાના કબજામાં લઈ રહ્યાં છે. યુક્રેનનો દાવો છે કે તેઓએ રશિયાના 50 સૈનિકોને ઠાર કર્યા છે. તેમના 6 ફાઈટર જેટ્સ અને 4 ટેન્ક્સ ધ્વસ્ત કરી દીધા છે.

યુક્રેન પર મિસાઈલ હુમલો
યુક્રેનનાં ચાર શહેરમાં મિસાઈલ હુમલા થયા છે. યુક્રેનની રાજધાની કિવ પર ક્રૂઝ અને બેલિસ્ટિક મિસાઇલોથી હુમલા કરવામાં આવ્યા છે. કિવ, ખાર્કિવ સહિત ચાર શહેર પર મિસાઈલ હુમલો કરવામાં આવ્યો છે.

રશિયાના રાષ્ટ્રપતિના યુદ્ધની જાહેરાતના આ નિવેદનની 5 મિનિટ બાદ જ યુક્રેનમાં રાજધાની કિવ સહિત અનેક પ્રાંતોમાં 12 જેટલા બ્લાસ્ટ થયા હતા. રાજધાની કિવમાં મિસાઈલ હુમલો કરવામાં આવ્યો છે. એરપોર્ટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. આ કારણે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોનું રેસ્ક્યૂ મિશન પણ અટકાવવામાં આવ્યું છે. યુક્રેન ગયેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ જોખમની ચેતવણીને કારણે પરત ફરી હતી.

ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે
આ તરફ યુક્રેનમાં ભારતીય રાજદુતે કહ્યુ હતુ કે કિવમાં ભારતનું દુતાવાસ બંધ કરવામાં નહીં આવે. તે પહેલાની જેમ જ કામ કરતું રહેશે. વિદેશ રાજ્યમંત્રી વી.મુરલીધરને કહ્યુ હતુ કે વિદેશ મંત્રાલય યુક્રેનમાંથી વિદ્યાર્થીઓ સહીત લગભગ 18 હજાર ભારતીયોને પરત લાવવા માટે પગલા ભરી રહ્યું છે. યુક્રેનમાં એરસ્પેસ બંધ છે, તેથી ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

આ તસવીર યુક્રેનની રાજધાની કિવમાં ગુરુવારે સવારે લેવામાં આવી હતી. આવો વિસ્ફોટ ત્યાં જોવા મળ્યો છે. - ફોટો સીએનએન
આ તસવીર યુક્રેનની રાજધાની કિવમાં ગુરુવારે સવારે લેવામાં આવી હતી. આવો વિસ્ફોટ ત્યાં જોવા મળ્યો છે. - ફોટો સીએનએન
ફોટો ઉત્તર-પૂર્વ યુક્રેનના શહેર ખાર્કિવનો છે. અહીં પણ હુમલો થયો છે.
ફોટો ઉત્તર-પૂર્વ યુક્રેનના શહેર ખાર્કિવનો છે. અહીં પણ હુમલો થયો છે.
અન્ય સમાચારો પણ છે...