તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રશિયામાં સ્કૂલ પર હુમલો:અંધાધૂંધ ફાયરિંગને પરિણામે 8 બાળકો સહિત 13 લોકોનાં મોત, અનેકને બંધક બનાવાયા; 2 હુમલાખોર ઠાર

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
શાળામાં એક વિસ્ફોટ થયો. સુરક્ષાદળોએ 2 આરોપીને મોતને ઘાટ ઉતાર્યા અને 1 શંકાસ્પદની ધરપકડ કરી છે. - Divya Bhaskar
શાળામાં એક વિસ્ફોટ થયો. સુરક્ષાદળોએ 2 આરોપીને મોતને ઘાટ ઉતાર્યા અને 1 શંકાસ્પદની ધરપકડ કરી છે.
  • પોલીસે 19 વર્ષના આરોપીને ઠાર માર્યો હતો, જ્યારે 17 વર્ષનાં શંકાસ્પદ આરોપીની ધરપકડ કરી હતી

રશિયાના કાઝાન શહેરમાં કેટલાક અજ્ઞાત લોકોએ મંગળવારનાં રોજ એક શાળામાં પ્રવેશીને ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. અત્યારસુધી આ હુમલામાં 13 લોકોનાં મોત નીપજ્યાં છે. મૃતકોમાં 8 બાળકો અને 1 શિક્ષક હોવાની માહિતી પણ મળી રહી છે. ઈમર્જન્સી સર્વિસના એક પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે, હુમલો થયો ત્યારે 2 બાળકોએ શાળાના ત્રીજા માળની બારીમાંથી કૂદકો માર્યો હતો. આટલી ઊંચાઈથી કૂદકો મારવાને કારણે તેમનું મૃત્યુ થયું હતું.

રશિયાની એક ન્યૂઝ એજન્સી RIAએ જણાવ્યું હતું કે શાળાના ચોથા માળ પર એક આરોપીએ કેટલાક લોકોને કેદ કરી રાખ્યા છે. 12 ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

કેટલાક લોકોને સ્કૂલનાં ચોથા માળે હુમલો કરનારે કેદ કર્યા હતા.
કેટલાક લોકોને સ્કૂલનાં ચોથા માળે હુમલો કરનારે કેદ કર્યા હતા.

ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, શાળાની અંદર એક વિસ્ફોટ થયો હતો. ત્યાર પછી હુમલાની જાણ થતાં સુરક્ષાદળ પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યું હતું અને તેમણે 2 આરોપીને ઠાર માર્યા હતા. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, આ ઘટનામાં મૃત્યુ પામેલા આરોપીઓમાંથી એકની ઉંમર 19 વર્ષની હતી, જેની પાસે લાઈસન્સવાળી બંદૂક હતી. પોલીસે આ હુમલામાં શંકાસ્પદ જણાતાં એક 17 વર્ષની વ્યક્તિની ધરપકડ કરી છે. શાળાના બિલ્ડિંગને નુકસાન પહોંચાડી રહ્યા હોય એવો વીડિયો પણ સામે આવ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે આ હુમલો કરવા પાછળનું કારણ હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી.

સુરક્ષાદળોએ બારીમાંથી અંદર ફસાયેલા લોકોને બહાર કાઢ્યા.
સુરક્ષાદળોએ બારીમાંથી અંદર ફસાયેલા લોકોને બહાર કાઢ્યા.
ફાયરિંગ કરનારા બે આરોપીને ઠાર મરાયા હતા.
ફાયરિંગ કરનારા બે આરોપીને ઠાર મરાયા હતા.
અન્ય સમાચારો પણ છે...