રશિયાનો નિર્દય ચહેરો:સરન્ડર કરવાનો ઈન્કાર કરતા યુક્રેનના 13 જવાનોને ઢાળી દીધા, સોશિયલ મીડિયા પર ક્લિપ વાઈરલ

નવી દિલ્હી7 મહિનો પહેલા
  • યુક્રેનના જવાનો પાછા ન હટ્યા, રશિયાના સૈનિકોને કહ્યું અહીંથી ચાલ્યા જવા

રશિયા-યુક્રેનના યુદ્ધની વચ્ચે તાજેતરમાં એક વીડિયો બહાર આવ્યો છે. તેમાં રશિયાના યુદ્ધજહાજમાં હાજર જવાનોએ યુક્રેનના 13 જવાનોને ઠાર કર્યા છે. આ તમામ જવાનોએ સરડન્ડર કરવાથી ઈન્કાર કરતા તેમને ઠાર કરવામાં આવ્યા હતા. વીડિયોમાં રશિયાના યુદ્ધજહાજમાંથી અવાજ આવી રહ્યો છે કે સરન્ડર કરી દો નહિતર, હુમલો થશે. જવાબમાં યુક્રેનની પોસ્ટ ગાળો બોલે છે. પછીથી તે યુદ્ધજહાજમાં હાજર તમામ જવાનોને ઠાર કરવામાં આવે છે.

યુક્રેનના સૈનિકોએ રશિયાના જવાનોને કહ્યું અહીંથી જતા રહો
ગુરુવારે સવારે રશિયાએ યુક્રેન પર કરેલા હુમલા પછી યુક્રેનના 13 જવાનોની એક ટુકડી સ્નેક ટાપુની રક્ષા કરતી હતી. આ દરમિયાન એક રેડિયો મેસેજમાં સૈનિકોને એમ જણાવવામાં આવ્યું હતું કે આ રશિયાનું યુદ્ધજહાજ છે. તેમાં વધુમાં કહેવામાં આવ્યું કે તમે તમારા તમામ સશસ્ત્રો મૂકીને સરન્ડર કરી દો, નહિતર પછી જાનહાનિ થશે. તમારી પર હુમલો કરીશું. જોકે યુક્રેનના સૈનિકોએ વિસ્તારને છોડવાથી ઈન્કાર કર્યો અને વળતો જવાબ આપતા કહ્યું અહિંથી જતા રહો. પછીથી રેડિયોમાં રશિયાના સૈનિકોનો ગણગણાટ સંભળાય છે. તમામ જવાનોના મૃત્યુની પુષ્ટી પછીથી યુક્રેનના પ્રેસિડન્ટે કરી હતી.

યુક્રેનની ઈન્ટિરીયર મિનિસ્ટ્રીએ હુમલાની પુષ્ટી કરી
ટ્વિટર પર શેર કરવામાં આવી રહેલા આ વીડિયોમાં ટાપુ પર હુમલો થયો હોવાનો ખ્યાલ આવે છે. હુમલો થયો તે પહેલા યુક્રેનના સૈનિકો કેમેરામાં દેખી રહ્યાં છે, તે પણ સ્પષ્ટ દેખાય છે. ગુરુવારે બપોરે યુક્રેનની ઈન્ટિરીયર મિનિસ્ટ્રીએ જણાવ્યું હતું કે સ્નેક આઈલેન્ડ, જેને ઝીમીનયી પણ કહેવામાં આવે છે, તેની પર રશિયન ફોર્સે હુમલો કર્યો છે.

રશિયા યુક્રેનને એકલુ પાડવા માંગે છે
આ ટાપુ પર યુક્રેનનું રાજ છે. જોકે તે રોમાનિયા કોસ્ટથી થોડા અંતરે જ આવેલો છે. સ્નેક આઈલેન્ડ સ્ટ્રેટેજિકલી ખૂબ જ મહત્વ ધરાવે છે. જો રશિયા આ ટાપુ પર કબજો કરશે તો યુક્રેનની શીપિંગ ચેનલ કપાઈ જશે અને યુક્રેન ઈન્ટરનેશનલ માર્કેટથી એકલુ પડી જશે.

અન્ય સમાચારો પણ છે...