દુનિયામાં ફરી યુદ્ધના ભણકારા:US ઇન્ટેલિજન્સે કહ્યું- યુક્રેન પર ગમે ત્યારે હુમલો કરી શકે છે રશિયા, તેના સૈનિકો અને હથિયાર તૈયાર

વોશિંગ્ટન14 દિવસ પહેલા
  • રશિયાની સેના યુક્રેન પર હુમલો કરવાની કોઈ યોજના બનાવી રહી છે

રશિયા અને યુક્રેન વચ્ચેનો સંઘર્ષમાં જલદી જ હિંસક બની શકે છે. અમેરિકન ઇન્ટેલિજન્સના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રશિયા જલદી જ યુક્રેન પર હુમલો કરી શકે છે અને તેણે આ માટે મોટા પ્રમાણમાં તૈયારીઓ કરી લીધી છે. રિપોર્ટ અનુસાર, રશિયાની સેના જુદાં જુદાં લોકેશન પરથી યુક્રેન સામે સૈન્ય કાર્યવાહી કરી શકે છે. અમેરિકાનો આ રિપોર્ટ હાલમાં જ બીજી વખત આવ્યો છે. આ પહેલાં આવેલા રિપોર્ટમાં રશિયાએ એવું કહેતા નકાર્યો હતો કે અમેરિકા તેની વિરુદ્ધ ખોટું નિવેદનબાજી કરી રહ્યું છે.

અમેરિકન ઇન્ટેલિજન્સના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રશિયા જલદી જ યુક્રેન પર હુમલો કરી શકે છે.
અમેરિકન ઇન્ટેલિજન્સના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રશિયા જલદી જ યુક્રેન પર હુમલો કરી શકે છે.

નાટો દેશોને સતર્ક કરાયા
અમેરિકન ઇન્ટેલિજન્સના ઈન્પુટ બાબતે બ્લૂમ્બર્ગે એક રિપોર્ટ તૈયાર કર્યો છે. એ મુજબ અમેરિકાએ પોતાના સહયોગી નાટો દેશોને ગુપ્ત માહિતીની સાથે સાથે કેટલાક નકશાઓ પણ ઉપલબ્ધ કરાવ્યા છે. એના દ્વારા જાણી શકાય છે કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ઈરાદાઓ યુક્રેન પર હુમલો કરવાના છે. માનવામાં આવી રહ્યું છે કે પુતિન આગામી વર્ષે સૈન્ય કાર્યવાહીના આદેશ આપી શકે છે.

રશિયાની સેના જુદાં જુદાં લોકેશન પરથી યુક્રેન સામે સૈન્ય કાર્યવાહી કરી શકે છે.
રશિયાની સેના જુદાં જુદાં લોકેશન પરથી યુક્રેન સામે સૈન્ય કાર્યવાહી કરી શકે છે.

અલગ-અલગ જગ્યાએથી હુમલો કરવામાં આવી શકે છે
ઇન્ટેલિજન્સના ઈન્પુટ મુજબ, પુતિન ઈચ્છે છે કે અલગ-અલગ જગ્યાઓ પરથી યુક્રેન પર હુમલો કરવામાં આવે. આ માટે લગભગ 100 સૈન્ય ટુકડીને તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે આ બટાલિયન્સ રશિયા અને બેલારુસના રસ્તેથી હુમલો કરી શકે છે. આ માટે લગભગ એક લાખ સૈનિકોને તૈયાર રહેવા માટે જણાવાવમાં આવ્યું છે. સેનાની ટુકડીઓને કહેવામાં આવ્યું છે કે યુક્રેનની ઠંડીની પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવા કહેવામાં આવ્યું છે.

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ઈરાદાઓ યુક્રેન પર હુમલો કરવાના છે.
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ઈરાદાઓ યુક્રેન પર હુમલો કરવાના છે.

રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનો ઇનકાર
ગયા સપ્તાહે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને એક ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો કે રશિયાની સેના યુક્રેન પર હુમલો કરવાની કોઈ યોજના બનાવી રહી છે. આ સાથે જ પુતિને અમેરિકા અને તેના સમર્થકોને ચેતવણી આપી હતી કે તેઓ રશિયાને કડક પગલાં ભરવા માટે મજબૂર ન કરે. જોકે અત્યારસુધી કોઈપણ તે અંદાજો લગાવવામાં સફળ થયું નથી કે આખરે પુતિનના મનમાં શું ચાલી રહ્યું છે.

આ મહિનાની શરૂઆતમાં અમેરિકાના વિદેશમંત્રી એંટની બ્લિંકને કહ્યું હતું કે રશિયાની સૈન્ય એક્ટિવિટીઝ બાબતે અમને આશંકા છે, પરંતુ, અમે એવું નથી કહી શકતા કે પુતિનના ઈરાદાઓ શું છે. પહેલાંની વાતોના આધાર પર એવો અંદાજો જરૂર લગાવી શકાય છે કે રશિયા કોઈ ભયજનક કાર્યવાહી શકે છે.

અન્ય સમાચારો પણ છે...