• Gujarati News
  • International
  • Russia Evacuates Its Embassy In Ukraine, Canada Sends Troops; Britain Also Delivers Anti tank Missiles To Ukraine

યુદ્ધના વાદળ ઘેરાયા:રશિયાએ યુક્રેન સ્થિત પોતાનું દૂતાવાસ ખાલી કરાવ્યું, કેનેડાએ સૈનિકો મોકલ્યા;બ્રિટને પણ એન્ટી ટેન્ક મિસાઈલ યુક્રેનને આપી

4 મહિનો પહેલા
  • અહેવાલ પ્રમાણે રશિયા ખૂબ જ ગુપ્તપણે યુક્રેનને ઘેરવાનો પ્રયત્ન કરી રહ્યું

રશિયા અને નાટો વચ્ચે યુક્રેનના મુદ્દે તણાવ સતત વધી રહ્યો છે. બન્ને દેશ વચ્ચેના ઘટનાક્રમમાં ઝડપભેર ડેવલપમેન્ટ આવી રહ્યું છે. રશિયાએ યુક્રેનની રાજધાની કીવમાંથી પોતાના દૂતાવાસને લગભગ ખાલી કરાવી લીધુ છે. જેનો અર્થ રશિયા પોતાના દૂતાવાસમાં રહેલા લોકોને યુદ્ધની સ્થિતિમાં કોઈ જ પ્રકારના જોખમમાં નાંખવા માગતું નથી. બીજી બાજુ કેનેડાએ રશિયાનો સામનો કરવા માટે યુક્રેનમાં પોતાના કેટલાક સૈનિકો મોકલ્યા છે. બ્રિટને પણ યુક્રેનને રશિયાની ટેન્કરોનો સામનો કરવા માટે માટે એન્ટી વેપન્સ સંભવતઃ મિસાઈલ આપી છે.

રશિયાનું ગુપ્ત અભિયાન
ન્યૂયોર્ક ટાઈમ્સના મંગળવારના એક અહેવાલ પ્રમાણે રશિયા ખૂબ જ ગુપ્તપણે યુક્રેનને ઘેરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. 5 જાન્યુઆરીના રોજ તેણે કીવ સ્થિતિ પોતાની એમ્બસીમાંથી 18 લોકોને મોસ્કો રવાના કર્યા હતા. આ તમામ લોકો સડક માર્ગે 15 કલાકની યાત્રા બાદ મોસ્કો પહોંચ્યા હતા. ત્યારબાદ વધુ 30 લોકોને આ રીતે મોસ્કો મોકલવામાં આવ્યા છે. યુક્રેનમાં કીવ ઉપરાંત રશિયાના બે કોન્સ્યુલેટ્સ પણ છે. તેમના કર્મચારીઓને કહેવામાં આવ્યું છે કે તેમને ગમે ત્યારે મોસ્કો જવા આદેશ મળી શકે છે.

કીવ સ્થિત રશિયા એમ્બેસીના 45 કર્મચારી મોસ્કો મોકલવામાં આવ્યા છે
કીવ સ્થિત રશિયા એમ્બેસીના 45 કર્મચારી મોસ્કો મોકલવામાં આવ્યા છે

પુતિનની યોજના શું છે
એક બાજુ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઈડન સાથે યુક્રેમના મુદ્દે વાતચીત કરી રહ્યા છે, તો બીજી બાજુ રશિયાનું આર્મી હુમલાની તૈયારી કરી રહ્યું છે. એમ્બેસીને ખાલી કરાવવી એ આ કડીનું એક મહત્વનું પગલું માનવામાં આવે છે. જોકે રશિયાના વિદેશ મંત્રાલયે મંગળવારે કહ્યું કે કીવમાં તેની એમ્બેસી અગાઉની માફક જ કામ કરી રહી છે.

અમેરિકા પણ તૈયાર
રશિયાની હિલચાલ પર અમેરિકા અને નાટો ચાંપતી નજર રાખી રહ્યા છે. જવાબી કાર્યવાહી માટે તૈયારી શરૂ થઈ ચુકી છે. અત્યારે અમેરિકાના સહયોગી યુક્રેનની મદદ કરી રહ્યું છે. બ્રિટને યુક્રેનની મદદ માટે મહત્વનો નિર્ણય લીધો છે અને તેને અમલી બનાવવામાં આવી રહ્યો છે. બ્રિટને રશિયન ટેન્કનો સામનો કરવા માટે પોતાના એન્ટી ટેન્ક વેપન્સ યુક્રેન મોકલવાની શરૂઆત કરી દીધી છે. બીજી બાજુ કેનેડાએ પણ પોતાના સૈનિકોની એક સ્પેશિયલ રેજીમેન્ટ કીવ મોકલી છે.

બીજી બાજુ બેલારુસના શાસક એલેક્ઝાન્ડર લુકાશેન્કોનું કહેવું છે કે તેમની સેના રશિયા સાથે મિલિટ્રી એક્સરસાઈઝ શરૂ કરી રહી છે. યુક્રેનના અધિકારીઓનું કહેવું છે કે રશિયાની સેના બેલારુસથી યુક્રેન પર એટેક કરી શકે છે. આ માટે યુક્રેનની સેના પણ તૈયારી કરી રહી છે.

યુક્રેનની સરહદ પર રશિયા સેનાની ગાડીઓ અને ટેન્કરો
યુક્રેનની સરહદ પર રશિયા સેનાની ગાડીઓ અને ટેન્કરો

રશિયાની ઉપસ્થિતિ
અમેરિકાના નિષ્ણાતોના મતે રશિયાએ 60 બટાલિયન યુક્રેનની સરહદ પર ગોઠવવામાં આવેલી છે. એકંદરે રશિયાના સૈનિકોની સંખ્યા 77 હજારથી એક લાખ હોવાનું કહેવામાં આવે છે.જોકે એક મહિના અગાઉ પેન્ટાગોને આ સંખ્યા એક લાખ 75 હજાર કહી હતી. અમેરિકી ઈન્ટેલિજન્સને લાગે છે કે રશિયાની સેના રાહ જોઈ રહી છે કે બોર્ડર એરિયામં બરફ સંપૂર્ણપણે જામી જાય. તેનાથી સૈનિક અને આર્ટીલરીને મૂવ કરવામાં સરળતા રહેશે.