કબજા માટે યુદ્ધ:બખ્મુતમાં રશિયા જીતની નજીક, પરંતુ યુક્રેન પણ હાર માનતું નથી

કિવ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

યુક્રેન પર રશિયાના 377મા દિવસે પણ હુમલા જારી રહ્યા છે. દરમિયાન વ્યૂહાત્મક દ્રષ્ટિથી ખૂબ મહત્ત્વપૂર્ણ શહેર બખ્મુતમાં છેલ્લા કેટલાક દિવસથી ભીષણ યુદ્ધ બાદ હવે રશિયન સેના જીતની નજીક પહોંચી ગઇ છે. રશિયા કોઇ પણ સમયે બખ્મુત પર જીતનો દાવો કરી શકે છે. બીજી બાજુ યુક્રેનની સેના હજુ પણ બખ્મુતને બચાવી લેવા માટે પૂર્ણ તાકાત લગાવી રહી છે.

યુક્રેની સેનાની સાથે રશિયન સેનાની પાસે પણ હથિયાર હવે મર્યાદિત
યુક્રેની સેનાની સાથે રશિયન સેનાની પાસે પણ હથિયાર હવે મર્યાદિત

અલબત્ત રશિયન સેનાએ બખ્મુતમાં યુક્રેનની સેનાના રસ્તાને બંધ કરીને તેમને ચારે બાજુથી ઘેરી લીધી છે. હવે રશિયન સેનાની પણ તકલીફ વધી રહી છે કારણ કે, તેની પાસે જરૂરી દારૂગોળો ખૂટી રહ્યો છે. આ જ કારણસર હવે આમનેસામનેની લડાઇ ચાલી રહી છે.

દોનેત્સ્કમાં રશિયન સેના અટવાઇ: રશિયાના જવાનોએ દોનેત્સ્ક ક્ષેત્ર અને આસપાસનાં ગામોમાં શહેરને ટાર્ગેટ બનાવીને ગોળીબાર કર્યો છે. મોસ્કોએ બખ્મુતમાં યુક્રેનની જવાબી કાર્યવાહીને રોકવા માટે ત્રણ તરફથી હુમલા કર્યા છે. ચાસિવ યાર અને કાસ્તિનતિનિવાકાની પાસે ભારે ગોળીબાર થયો છે. આના કારણે કાર અને મકાનોને ભારે નુકસાન થયું છે.

બખ્મુતથી નાગરિકોને સુરક્ષિત રીતે ખસેડવા યુક્રેનનું ઓપરેશન
બખ્મુતથી નાગરિકોને સુરક્ષિત રીતે ખસેડવા યુક્રેનનું ઓપરેશન

ગોળીબારના કારણે કેટલાક વિસ્તારોમાં આગ પણ લાગી ગઇ છે. રશિયન સેનાએ બખ્મુત સાથે સંપર્ક ધરાવતા રસ્તાઓ અને પુલોને પણ નુકસાન પહોંચાડી દીધું છે. યુક્રેનની પોલીસ અને સુરક્ષાદળોએ સરહદી વિસ્તારોમાં રહેતા લોકોને મુશ્કેલ અભિયાન ચલાવીને બહાર કાઢવામાં સફળતા મેળવી છે.

અન્ય સમાચારો પણ છે...