કોરોના મહામારીને પાછળ મૂકીને આગળ વધનારી દુનિયાની 53 આર્થિક શક્તિઓના રેન્કિંગમાં ભારતે રશિયા, હોંગકોંગ, ચીન, બ્રાઝિલ, ન્યૂઝીલેન્ડ જેવાને ઘણા પાછળ છોડીને ફરી એક વાર 37મા સ્થાનને કાયમ રાખ્યું છે. કોરોના વાઈરસની સાથોસાથ જીવનને સામાન્ય કરનારી આર્થિક શક્તિઓને લઈને બનેલી એપ્રિલની કોવિડ રેજિલિએશન રેન્કિંગમાં નોર્વે પહેલા, આયર્લેન્ડ બીજા અને સંયુક્ત રાષ્ટ્ર અમીરાત ત્રીજા સ્થાને રહ્યા છે.
53મા નંબરે હોંગકોંગ, 52મા સ્થાને રશિયા અને ચીન 51મા સ્થાને છે. તેનાથી સારી સ્થિતિમાં પાકિસ્તાન 50મા સ્થાને છે. આ યાદી કોવિડ બાદના તમામ દૃષ્ટિકોણથી અહીં જનજીવનની સ્થિતિ જોઈને બનાવવામાં આવી છે, જેમાં સામાજિક-આર્થિક સ્થિતિઓની સાથે પર્યટનની હાલની સ્થિતિને પણ જોવામાં આવી છે. જ્યાં વિશેષ રીતે કોવિડ કેસમાં સુધાર છે અને પાબંદીઓ પૂરી રીતે હટી ગઈ છે, એ દેશ આ રેન્કિંગમાં ઉપર છે.
ત્રણ માપદંડ પર કુલ 11 શ્રેણીઓ પર મળેલા પોઇન્ટ કોરોનાથી રિકવરીને 4 રીતે જોવામાં આવી- પ્રતિ સેકન્ડ પર વેક્સિન ડોઝની સંખ્યા, લૉકડાઉનની કઠોરતા, ફ્લાઇટ કેપિસિટી અને વેક્સિનેશન ટ્રાવેલ રૂટ.
ફ્રાન્સ સૌથી વધુ નીચે ગબડ્યું, સુધારમાં સ્વિડન આગળ
સૌથી વધુ 13 પોઇન્ટનો ઘટાડો ફ્રાન્સનો થયો છે અને તે 18મા સ્થાને છે. સૌથી વધુ સુધાર સ્વિડન અને સિંગાપોરમાં થયો છે, જે 17 રેન્ક ઉપર વધીને આ વખતે ક્રમશ: પાંચમા અને નવા સ્થાને છે. ચીન, હોંગકોંગ જેવા દેશો નીચા સ્થાને હોવાનું કારણ કોરોનાથી વધતા કેસ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.