તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રિપ્ટો આર્ટ:એક મહિનામાં રૂ. 1450 કરોડના એનએફટી આર્ટ વર્કનું વેચાણ

વોશિંગ્ટન2 મહિનો પહેલા
 • કૉપી લિંક
માઈક વિંકેલમાનની કૃતિ બીપલ. - Divya Bhaskar
માઈક વિંકેલમાનની કૃતિ બીપલ.
 • ટીકાકારો કહે છે, આ ડિજિટલ દુનિયા લાંબી નહીં ચાલે

નવી ટેક્નોલોજી આધારિત નોન ફંજિબલ ટોકન્સ (એનએફટી)એ કલાકારો માટે તકોની ખજાનો ખોલી દીધો છે. ડિજિટલ ટોકન એવી સંપત્તિ છે, જેને ખરીદી અને વેચી શકાય છે. કલાકારોએ પોતાની કૃતિમાંથી પૈસા કમાવવાની પહેલા આવી તક ન હતી. ગયા મહિનાના આર્ટ વર્ક સંગ્રાહકો અને આ વેપારમાં રોકાણ કરનારાએ એનએફટી આધારિત આર્ટ વર્ક, મીમ્સ અને જીઆઈએફ પર રૂ. 1450 કરોડનો જંગી ખર્ચ કર્યો છે. એનએફટીની વધતી લોકપ્રિયતાનો અંદાજ ગયા વર્ષના આંકડા પરથી લગાવી શકાય છે. માર્કેટ ટ્રેકર નોન ફંજિબલ ડોટ કોમના મતે, 2020માં તેનો વેપાર આશરે રૂ. 1800 કરોડનો હતો.

એનએફટીને તમે કમ્પ્યુટરની ફાઈલ માની શકો છો. તેની માલિકી હકનું કરારનામું હોય છે. ક્રિપ્ટોકરન્સી બિટકોઈન જેવા જ ડિજિટલ પબ્લિક લેજર, બ્લોકચેઈન પર મોજુદ હોય છે. પોતાની કૃતિને એનએફટીના રૂપમાં વેચવા માટે ઈચ્છુક કલાકારોએ કોઈ માર્કેટપ્લેસ સાથે જોડાવાનું હોય છે. તે ડિજિટલ ટોકન બનાવીને તેને બ્લોકચેઈન પર અપલોડ કરે છે. તેનો ખર્ચ રૂ. 2900થી 14 હજાર સુધી આવે છે. પછી જે તે કૃતિ ઈ-બે જેવા કોઈ માર્કેટમાં નિલામી માટે રાખી શકો છો.

આમ, તો એનએફટીનો વેપાર કંઈક વિચિત્ર લાગે છે. મોટા સંગ્રાહકો ઓનલાઈન મફત જોવા મળતા કે શેર કરાતા આર્ટ વર્ક પર છથી આઠ અંક સુધીના પૈસા ખર્ચે છે. ટીકાકારોએ એનએફટી આર્ટની માંગમાં આવેલા ઊછાળાને ‘નવો ફૂગ્ગો’ ગણાવ્યો છે. તેઓ કહે છે કે, ગેમસ્ટોપ કંપનીના શેર જેવી રીતે ધરાશાયી થયા, એવા જ હાલ તેના પણ થશે. લેખકો, ફિલ્મકારો, સંગીતકારો સહિત તમામ પ્રકારના કલાકારોને એનએફટી આકર્ષે છે. લાંબા સમય સુધી ડિજિટલ આર્ટનું મૂલ્ય ઓછું આંકવામાં આવતું કારણ કે, તે અનેક પ્લેટફોર્મ પર ઉપલબ્ધ હતું. એનએફટીએ તેની કમીની સ્થિતિ બનાવી અને મૂલ્ય વધ્યું.

રૂ. 499 કરોડમાં નિલામી
એનએફટી આર્ટના વેચાણમાં નવા રેકોર્ડ બની રહ્યા છે. 11 માર્ચે ઓક્શન હાઉસ ક્રિસ્ટીએ ડિજિટલ આર્ટિસ્ટ માઈક વિંકેલમાનની ‘બીપલ’ નામની કૃતિ રૂ. 499 કરોડમાં નિલામ કરી હતી. સિંગાપોરના કલેક્ટર ગ્રૂપ મેટાફર્સે આ આર્ટ વર્ક ખરીદ્યું હતું. કાર્ડ કલેક્ટર અમેરિકન બાસ્કેટબોલ લીગમાં પીટ્સબર્ગ પાઈરેટ્સ ટીમના નામી ખેલાડી હોનસ વેગનરની કાર્ડબોર્ડ પર બનેલી તસવીરના રૂ. 22 કરોડ ચૂકવવાની તૈયારી બતાવી હતી.

2017ની શરૂઆત પછી વેપાર વધવા લાગ્યો હતો ડિજિટલ આર્ટ વર્કમાં ઊછાળાની શરૂઆત 2017માં કાર્ટૂન બિલ્લિયો-ક્રિપ્ટોકિટીઝ સાથે થઈ હતી. પ્રશંસકોએ પહોળી આંખો વાળા કાર્ટૂન બિલ્લિયોની ઈમેજના સંગ્રહ, વેપાર પર આશરે રૂ. 230 કરોડ લગાવ્યા હતા. ટેક્નોલોજી આંત્રપ્રિન્યોરે એનએફટીમાં આ તકો માપી લીધી હતી. ડંકન અને ગ્રિફિથ કોક ફોસ્ટર ભાઈઓએ ગયા વર્ષે માર્ચમાં નિફ્ટી ગેટ વે માર્કેટ પ્લેસ બનાવ્યું. પહેલા વર્ષે યુઝર્સે ગેટવે પર રૂ. 700 કરોડની આર્ટ ખરીદી અને વેચી. નેશનલ બાસ્કેટબોલ એસોસિયેશનના પ્લેટફોર્મ એનબીએ ટોપ શોટે ગયા વર્ષે ઓક્ટોબર પછી એનએફટી આધારિત હાઈલાઈટ્સ વેચીને રૂ. 2800 કરોડથી વધુ કમાઈ લીધા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો