તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • Rs. 10 Million Fines For Hide Travel History And Illness In Saudi Arabia, Quarantine Breaker In Russia 7 Years Imprisonment

કોરોનાવાઈરસ:સાઉદીમાં બીમારી કે ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવવા બદલ રૂ. 1 કરોડ સુધીનો દંડ, રશિયામાં ક્વૉરન્ટિન તોડનારને 7 વર્ષની કેદ

દુબઇ7 મહિનો પહેલા
પ્રતિકાત્મક તસવીર.
  • પનામામાં સ્ત્રી-પુરુષ માટે જુદા-જુદા દિવસો, સર્બિયામાં પેટ્સને ફેરવવા 1 કલાકની છૂટ
  • ચેક રિપબ્લિકમાં માસ્ક પહેરવો ફરજિયાત, સરકારે કહ્યું- ભલે કપડાં વિના ફરો પણ માસ્ક હોવો જોઇએ

દુબઇ: 90 દેશમાં લૉકડાઉન છે અને અડધી વસતી (450 કરોડ લોકો) ઘરોમાં છે. યુએનના જણાવ્યા અનુસાર દુનિયાભરના 180 દેશમાં સ્કૂલ-કોલેજ બંધ છે. વિશ્વના 87 ટકા લોકો અસરગ્રસ્ત છે. લોકોને ઘરમાં રાખવા માટે ક્યાંક કડકાઇ છે તો ક્યાંક વિચિત્ર નિયમો બનાવાયા છે. 
ઇટાલી: ફરવા બદલ 4 લાખ સુધીનો દંડ, 40 હજારને કરાયો
સાઉદીમાં બીમારી કે ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવવા બદલ 1 કરોડ રૂ.ના દંડની જોગવાઇ કરાઇ છે, જે વિશ્વમાં સૌથી વધુ છે. ઓસ્ટ્રેલિયામાં કેટલીક જગ્યાએ 23 લાખ રૂ. દંડની જોગવાઇ છે. ઇટાલીમાં કારણ વિના બહાર નીકળવા બદલ અઢી લાખ અને લોમ્બાર્ડીમાં 4 લાખ રૂ. દંડ થાય છે. અહીં 40 હજાર લોકોને દંડ થઇ ચૂક્યો છે. હોંગકોંગમાં ક્વોરેન્ટાઇનના નિયમો તોડવા બદલ અઢી લાખના દંડ કે 6 મહિનાની કેદની જોગવાઇ છે.
જેલ: રશિયામાં 7 વર્ષ, મેક્સિકોમાં 3 વર્ષની કેદનો કાયદો ઘડાયો 
રશિયાની સંસદે એન્ટિવાઇરસ એક્ટને મંજૂરી આપી છે. ક્વોરેન્ટાઇનના નિયમો તોડવા બદલ 7 વર્ષની કેદની જોગવાઇ. મેક્સિકોના યુકાટનમાં બીમારી છુપાવવા બદલ 3 વર્ષની કેદ થશે.
પનામા: સ્ત્રી-પુરુષને 1-1 દિવસ છોડીને બહાર નીકળવાની મંજૂરી
અહીં સ્ત્રીઓ અને પુરુષો જુદા જુદા દિવસે ઘરની બહાર નીકળી શકે છે. સ્ત્રીઓ સોમ, બુધ અને શુક્રવારે માત્ર 2 કલાક માટે ઘરની બહાર નીકળી શકે છે. 
કોલંબિયા: કોણ ક્યારે બહાર નીકળશે તે ID નંબરના આધારે નક્કી થાય છે
કોલંબિયાના કેટલાક ભાગોમાં નેશનલ આઇડી નંબરના આધારે બહાર નીકળવાની મંજૂરી છે. દા.ત. જેમના આઇડી નંબરનો છેલ્લો આંકડો 0, 4 કે 7 હોય તેઓ સોમવારે બહાર નીકળી શકે.
ઓસ્ટ્રિયા: ચેક રિપબ્લિકમાં હવે માર્કેટમાં માસ્ક પહેરવો ફરજિયાત
ઓસ્ટ્રિયા, ચેક રિપબ્લિક, સ્લોવેકિયાએ જાહેર સ્થળો પર માસ્ક પહેરવાનું ફરજિયાત કરી દીધું છે. ચેક રિપબ્લિકની સરકારે કહ્યું કે તમે ભલે નિર્વસ્ત્ર ફરો પણ માસ્ક જરૂર પહેરો.
ફિલિપાઇન્સ: ક્વોરેન્ટાઇનના નિયમો તોડનારને ગોળી મારવા આદેશ
ફિલિપાઇન્સના પ્રમુખ દુર્તેતેએ ક્વોરેન્ટાઇનનો ભંગ કરનારાને ગોળી મારવાનો આદેશ આપ્યો. દ.આફ્રિકામાં બહાર નીકળનારાઓ પર પોલીસ રબર બુલેટ ચલાવી રહી છે.
પેરુ: કૉલ સેન્ટર પર અફવા ફેલાવવા બદલ 45 હજાર રૂપિયાનો દંડ
પેરુમાં કોરોના માટેની હોટલાઉન શરૂ કરી દેવામાં આવી છે. જોકે તેના પર ખોટી માહિતી આપવા બદલ 45 હજારના દંડની જોગવાઇ કરવામાં આવી છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો