તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દુનિયામાં કોરોનાના દર્દીઓની સંખ્યા 10.58 કરોડથી વધુ થઈ ગઈ છે. 7 કરોડ 75 લાખથી વધુ લોકો સાજા થઇ ચૂક્યા છે. અત્યાર સુધીમાં 23 લાખ 07 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ ડેટા www.worldometers.info/coronavirus અનુસાર છે. અમેરિકામા સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્સન (CDC)એ કહ્યું છે કે દેશમાં નવા કોરોના વાઇરસ સાથે સંકળાયેલા 600 કેસો નોંધાયા છે. ઇઝરાઇલમાં વેક્સિનેશનની અસર જોવા મળી રહી છે. અહીંના પાર્કોમાં હવે બાળકો સાથે વૃદ્ધો પણ નજરે પડી રહ્યા છે.
અમેરિકાના 33 રાજ્યો જોખમ યથાવત
CNNના એક રિપોર્ટમાં CDCના હવાલાથી જણાવ્યું છે કે દેશમાં અત્યાર સુધીમાં કોવિડ-19ના નવા સ્ટ્રેન સાથે સંકળાયેલા 600 જેટલા કેસોની ઓળખ થઈ છે. આને કારણે જોખમ વધી રહ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તમામ પ્રયાસો છતાં દેશના 33 રાજ્યોમાં પરિસ્થિતિ જોખમભરેલી છે. આ રાજ્યોમાં એકંદરે નવા સ્ટ્રેનના 618 કેસ નોંધાયા છે. ખાસ વાત એ છે કે 618માંથી 611 કેસ એક જ સ્ટ્રેન B.1.1.7 સાથે સંકળાયેલા છે. આ તે જ કોરોના વાઇરસનો નવો સ્ટ્રેન છે, જે પ્રથમ બ્રિટનમાં જોવા મળ્યો છે.
ઇઝરાઈલમાં રોનક પરત ફરી રહી છે
'ધ ગાર્ડિયન'ના એક રિપોર્ટ અનુસાર, ઇઝરાઈલમાં વેક્સિનેશનની અસર જોવા મળી રહી છે. અહીંના પાર્કોમાં અને રસ્તાઓ પર ફરીથી રોનક પરત ફરી રહી છે. અનેક પાર્કોમાં માત્ર બાળકો જ નહીં પણ વૃદ્ધો પણ ફરતા નજરે પડી રહ્યા છે. તેલ અવીવ અને યેરુશલમમાં તો ખાસ પ્રકારે પરિસ્થિતિમાં સુધારો થતો જોવા મળી રહ્યો છે.
દુનિયાના કોઈ પણ દેશની સરખામણીમાં ઇઝરાઈલમાં વેક્સિનેશન પ્રક્રિયા ખુબજ ઝડપી ચાલી રહી છે. અહીં અત્યાર સુધીમાં 90 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી ચૂકી છે. 50 વર્ષથી ઉપરના 80% લોકોને વેક્સિન અપાઈ ચૂકી છે. સરકારે સપષ્ટ કર્યું છે કે 16 વર્ષથી વધુની વયના લોકોને પ્રાથમિકતાના આધારે વેક્સિન મુકાવવી પડશે.
લોકડાઉન પણ વધાર્યું
ગયા મહિને જ, સરકારે 27 ડિસેમ્બરથી લોકડાઉન ત્રીજી વખત વધાર્યું હતું. પછી વેક્સિનેશન બાદ પણ દર્દી વધી રહ્યા હતા. 26 જાન્યુઆરીએ ઇઝરાઇલે બેન ગુરિયન એરપોર્ટ બંધ કર્યું હતું. પહેલા 5 ફેબ્રુઆરી સુધી લોકડાઉન જાહેર કરાયું હતું. ઇઝરાઇલ વસ્તીની દ્રષ્ટિએ વેક્સિનેશનમાં સૌથી આગળ છે.
ન્યૂઝીલેન્ડમાં વધુ એક કેસ
ન્યૂઝીલેન્ડની જે હોટલોમાં ક્વોરંટાઈનની સુવિધા આપી છે, ત્યાંની એક હોટલમાં પાંચમો કેસ સામે આવ્યો છે. આ વ્યક્તિ વિશે વધુ માહિતી જાહેર કરવામાં આવી નથી, પરંતુ એવું કહેવામાં આવ્યું છે કે તેણે 14 દિવસ ક્વોરંટાઈનમાં વિતાવ્યા હતા અને હજી પણ તેણે વધુ 5 દિવસ અહીં રહેવું પડશે. ન્યૂઝીલેન્ડ સરકારે કહ્યું- સૌથી અગત્યની વસ્તુ સેલ્ફ આઇસોલેશન છે. અમે કોઈ પણ કિંમતે તેના મહત્વને નકારી શકતા નથી.
ટોપ-10 દેશ, જ્યાં અત્યાર સુધીમાં સૌથી વધુ લોકો સંક્રમિત થયા
દેશ | કેસ | મૃત્યુ | સાજા થયા |
અમેરિકા | 27,407,324 | 470,705 | 17,146,169 |
ભારત | 10,815,222 | 154,956 | 10,509,790 |
બ્રાઝિલ | 9,449,088 | 230,127 | 8,326,798 |
રશિયા | 3,934,606 | 75,732 | 3,413,495 |
યૂકે | 3,911,573 | 111,264 | 1,862,645 |
ફ્રાન્સ | 3,274,608 | 77,952 | 228,472 |
સ્પેન | 2,943,349 | 60,802 | ઉપલબ્ધ નહીં |
ઈટલી | 2,597,446 | 90,241 | 2,076,928 |
તુર્કી | 2,508,988 | 26,467 | 2,396,199 |
જર્મની | 2,267,027 | 60,997 | 2,008,200 |
(આ આંકડા www.worldometers.info/coronavirus/ અનુસાર છે.)
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.