તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Rock Of Horrible, Absurd Video Games For Kids On The Internet; Most Of The Free Games Are Earned Through Advertisements

ધ ન્યૂયોર્ક ટાઇમ્સમાંથી:ઈન્ટરનેટ પર બાળકો માટે ભયાનક-વાહિયાત વીડિયો ગેમ્સનો ખડકલો; મફત ગેમની મોટા ભાગની કમાણી જાહેરાતોના માધ્યમથી થાય છે

ન્યૂયોર્ક3 મહિનો પહેલાલેખક: જેસિકા ગ્રોસ
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

મિડલોથિયન, અમેરિકાની સારા સ્કાફેર તેના ભાઈના લિવિંગ રૂમમાં ટેબલેટ પર વીડિયો ગેમ રમતી 5 વર્ષની ભત્રીજી સાથે બેસી હતી. બે દિવસ પહેલા બાળકીએ પરિવારના એમેઝોન શોપિંગ કાર્ટથી 900 ડૉલરના રમકડાં મગાવ્યા હતા પણ આ વસ્તુઓ ન આવી. એટલા માટે ટેબલેટ પર નજર રાખવી જરૂરી હતી. સારાએ ગેમ પર નજર કરી તો તે કોઈ ગર્ભવતી પ્રિન્સેસ સંબંધિત હતી. જાહેર છે કે બાળકો માટે આ સાધારણ ગેમ નહોતી. ગેમના ખેલાડી પ્રિન્સેસની માલિશ કરે છે. પછી તે સિઝેરિયન ઓપરેશનથી પ્રસુતિ કરાવે છે. ગેમમાં સિઝેરિયન કરવાની રીત બતાવાઈ છે. ગેમનું નામ હ્યુજ કિડ સિઝેરિયન બર્થ ઈન હોસ્પિટલ છે. આવી અન્ય વિચિત્ર પ્રકારની અઢળક ગેમ ઈન્ટરનેટ પર મફતમાં ઉપલબ્ધ છે.

સિઝેરિયન જેવી ગેમ તદ્દન વાહિયાત
એપ માર્કેટ પર નજર રાખતી રિસર્ચ ફર્મ સેન્સર ટાવરના ક્રેગ ચેપલ કહે છે કે એપ માર્કેટ પર અનેક વિચિત્ર અને સાધારણ ગેમ ચાલી રહી છે. ઉદાહરણ તરીકે તેમાં સ્લેપ કિંગ નામની ગેમમાં લોકોને લાફા મારવામાં આવે છે. તેમને બીજી ગેમ પર જાહેરાત કે સર્ચ એડથી ખેલાડી મળે છે. જો તમે એપ સ્ટૉર પર ફેશન કે બેબી ગેમ્સ સર્ચ કરી રહ્યા છો તો તેમની ગેમ પહેલા આવશે. કંપનીઓ આ મફત ગેમની મદદથી જાહેરાતો અને એપની ખરીદીથી પૈસા કમાય છે. તે કહે છે કે સિઝેરિયન જેવી ગેમ તો અત્યંત વાહિયાત છે.

ફેશ કેટેગરીની ગેમમાં 109 ગણો વધારો
સેન્સર ટાવરના રિપોર્ટ અનુસાર 2020માં એકલી ફેશન કેટેગરીમાં 109 ટકાનો વધારો થયો. તેને 99 કરોડથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી. સિઝેરિયન પ્રસવ ગેમ ડ્રેસ અપ મિક્સ કંપનીએ બનાવી છે. તેણે અન્ય બેબી કેર ગેમ પણ બનાવી છે. તેમાં એક ઓલ્ડ એલ્સા કેર હર બેબીની વિગત કંઇક આ પ્રકારે છે કે એલ્સા એટલી વ્યસ્ત રહે છે કે તે વૃદ્ધ મહિલા જેવી દેખાય છે. તેના ચહેરા પર કરચલીઓ છે. વાળ સફેદ થઈ ચૂક્યા છે. તેણે પોતાના બાળકની દેખરેખ કરવી પડે છે.

મગજ પર અસર થઈ શકે છે
સાંભળો છોકરીઓ આપણે બેબી કેરમાં એલ્સાની મદદ કરવી જોઈએ. ચહેરો ધોયા બાદ કપડા પહેરાવી તેને પહેલાથી વધારે સુંદર બનાવવી પડશે. સિઝેરિયન ગેમને મેચ્યોર કેટેગરીમાં રખાઈ છે. એક અન્ય ગેમ ટૉડલર ફુટ ડૉક્ટરમાં ડૉક્ટર બાળક બેક્ટેરિયા મારવા માટે ઈન્જેક્શન લગાવે છે. સિઝેરિયન અને ડૉક્ટર જેવી ગેમ રમતાં બાળકો પર ચાંપતી નજર રાખવી જરૂરી છે. બાળકો આવી ગેમ રમીને અાવા કામ કરવા પ્રેરાઈ શકે છે. જેમ કે સારાની ભત્રીજીએ એમેઝોનથી રમકડાં અને અન્ય વસ્તુઓ પ્રિન્સેસના નવજાત બાળક માટે મગાવી હશે.

બાળકોના ડિવાઈસની સિસ્ટમની જાણકારી માતા-પિતાએ રાખવી જોઈએ
બાળકો અને ટેક્નોલોજીના નિષ્ણાત આન્યા કોમેનેટ્જ કહે છે કે બાળકોના ડિવાઈસ પર થતા તમામ કન્ટ્રોલ અને સિસ્ટમની જાણકારી માતા-પિતાને હોવી જોઈએ. દરેક ટેબલેટ અને કમ્પ્યૂટરમાં એવી સિસ્ટમ હોય છે જેનાથી પેરેન્ટ્સ ડિવાઈસ પર નિયંત્રણ મેળવી શકેછે. બાળકો પર નિયંત્રણ રાખવા ફેમિલી લિન્ક, ફ્રી ટાઈમ, પેરેન્ટલ કન્ટ્રોલ જેવી એપનો ઉપયોગ થઈ શકે છે. જોવું જોઇએ કે બાળકો શું ડાઉનલોડ કરે છે. અમુક ગેમ બાળકો માટે ઉપયોગી અને સારી પણ છે. કોમેનેટ્જ કહે છે કે બાળકો સાથે એટલી હદે મુક્ત સંવાદ કરો કે તે કંઈક આપત્તિજનક જુએ તો તમને મુક્તપણે કહે. આખરે જ્યારે બાળકો ઘરની બહાર પોતાના મિત્રો સાથે હશે ત્યારે તેમના પર તમારું નિયંત્રણ નહીં હોય.