ગણતરીની મિનિટોમાં ભારતીય જ્વેલર્સ શો રૂમ લૂંટાયો:અમેરિકામાં હથિયારો સાથે લૂંટારાઓએ બધા દાગીના અને કેશ લૂંટી લીધી, જુઓ VIDEO

19 દિવસ પહેલા

અમેરિકાના ન્યૂજર્સીમાં એક ભારતીય જ્વેલરના શો રૂમમાં ઘૂસી 8-10 બુરખાધારીએ ગણતરીની મિનિટોમાં બધાં સોનાનાં ઘરેણાં લૂંટી લીધા હતા. આ શો રૂમનું નામ વિરાણી જ્વેલર્સ છે. આ બનાવ 10 જૂનનો છે. લૂંટારાઓએ નકાબ પહેરેલો હતો અને તેમના હાથમાં હથિયાર હતા, તેથી તેમની ઓળખ થવી મુશ્કેલ છે. જોકે લૂંટ દરમિયાન તેમણે કર્મચારીઓને કોઈ નુકસાન પહોંચાડ્યું નહોતું. આ સમગ્ર બનાવ જ્વેલર્સની અંદર લગાવેલા સીસીટીવીમાં કેદ થયો છે.

વીડિયોમાં દેખાય છે કે શો રૂમનો જ એક કર્મચારી જ્યારે એની અંદર આવે છે ત્યારે તેની પાછળ જ આઠથી નવ બુરખાધારી હાથમાં હથિયાર લઈને જ્વેલર્સમાં ઘૂસી જાય છે. એક ચોર જ્વેલર્સના દરવાજા પાસે ઊભો રહે છે, જેથી બીજું કોઈ અંદર ના આવી શકે. જ્યારે બાકીના ચોર જ્વેલર્સમાં ઘૂસીને કર્મચારીઓને જમીન પર ઊંધા ફરી સૂઈ જવાનો આદેશ આપે છે.

ગણતરીની મિનિટોમાં જ લૂંટારાઓએ જ્વેલર્સના શો-કેસ તોડીને બધા દાગીના અને કેશ લૂંટી લીધી હતી. જ્વેલર્સમાં પણ લૂંટારાઓએ કર્મચારીઓને ડરાવવા ગોળી ચલાવી હતી. જોકે તેમણે કોઈ કર્મચારીને નુકસાન પહોંચાડ્યું નથી. લૂંટારાઓના ગયા પછી કર્મચારીઓએ પોલીસને ફોન કરીને માહિતી આપી હતી. વીડિયોમાં કર્મચારીઓ એકબીજા સાથે હિન્દી અને ગુજરાતીમાં વાત કરતા સંભળાય છે, તેથી અંદાજ આવે છે કે આ ભારતીયો દ્વારા સંચાલિત જ્વેલર્સ શો રૂમ છે. સ્થાનિક પોલીસે હવે સમગ્ર વિસ્તાર કોર્ડન કરીને તપાસ શરૂ કરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...