તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હવે જ્યારે પણ તમે ભાડૂતી કારમાં પ્રવાસ કરો કે કોઈ રાઈડ બુક કરાવવો તો પ્રવાસ દરમિયાન તમારી બાજુની બારી ખોલશો નહીં. કોરોના વાઈરસે હવામાં ફેલાતા સંક્રમણ વાઈરસથી પોતાને બચાવવા માટેનો એક સારો વિકલ્પ છે. અમેરિકાની એમહર્સ્ટ મેસેચ્યુટ્સ યુનિવર્સિટીના સંશોધકોના જણાવ્યા મુજબ ડ્રાઈવરની પાછળ બેઠેલા પેસેન્જરે અન્ય બારી ખોલવી શ્રેષ્ઠ છે. એટલું જ નહીં કારમાં પ્રવાસ દરમિયાન ચારે બાજુ કાચ બંધ હશે તો સંક્રમણ વધવાનું જોખમ રહે છે.
હકીકતમાં સંશોધકો સામે મોટો સવાલ હતો કે શું કારની તમામ બારી ના ખોલવામાં આવે અને માત્ર ડ્રાઈવરવાળી બારી અને તેની પાછળની રાહત ખોલવાથી રાહત મળી શકે તથા વ્યક્તિના શ્વાસમાંથી નીકળતા એરોસોલ પાર્ટીકલ્સ ડ્રાઈવર અને પેસેન્જરને વાઈરસના જોખમથી બચાવી શકે છે? જનરલ સાયન્સ એડવાન્સમાં પ્રકાશિત સંશોધનમાં વિજ્ઞાનીઓએ કારની અંતર એરફ્લોનો અત્યંત આશ્ચર્યજનક રીતે ખુલાસો કર્યો છે.
સંશોધનના વડા અને યૂમાસ એમહર્સ્ટમાં ફિઝિક્સના આસિસ્ટન્ટ પ્રો. વર્ગીસ મથાઈના જણાવ્યા મુજબ જો શેયરિંગ કારમાં પાછળ બે અજાણી વ્યક્તિ માસ્ક પહેરીને બેઠી હોય અને તે પોતપોતાની બારી ખોલી નાંખે તો તે યોગ્ય નથી. વર્ગીસના જણાવ્યા મુજબ તેમણે આ સંશોધન એવા લોકોને ધ્યાનમાં રાખીને કર્યું છે કે જેઓ રોજ ભાડાની ટેક્સીમાં પ્રવાસ કરે છે. સંશોધનના પરિણામ એવા લાખો લોકોમાં કોવિડ-19 જેવી સંક્રમક બીમારીનું જોખમ ઓછું કરી શકે છે. તેમના જણાવ્યા મુજબ તેઓ એ ખ્યાલ મેળવવા માંગતા હતા કે અલગ-અલગ બારી બંધ કે ખૂલી રાખવાથી કારમાં પ્રવાસ કરી રહેલા પ્રવાસીઓ દ્વારા છોડેલા શ્વાસમાંથી નીકળતા એરોસોલ પાર્ટીકલ પર શું અસર કરે છે. આ સૂક્ષ્મકણ સપાટી પર આવ્યા વિના લાંબો સમય હવામાં રહે છે. આથી તે કારમાંથી બહાર ન નીકળે તો તે સમયની સાથે અલગ-અલગ મુસાફર માટે જોખમનું કારણ બની શકે છે.
હવાનો ફ્લો પાછળથી આગળ હોય છે, ડ્રાઈવરને વધુ જોખમની આશંકા
અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીના રિસર્ચ મુજબ કારમાં એર કન્ડીશનર ચાલુ રાખવું અને ચારેય કાચ બંધ રાખવાથી સ્થિતિ બગડી શકે છે. તેની અંદર હવાનું સર્ક્યુલેશન થતું નથી. બારીક કણ લાંબો સમય હવામાં રહે છે. બ્રાઉન યુનિવર્સિટીના અસીમાંશુદાસ કહે છે કે એવામાં સંક્રમણનું વધુ જોખમ ડ્રાઈવરને હોય છે. કારણ કે હવાનો ફ્લો પાછળથી આગળ તરફ જતો હોય છે.
પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.