• Gujarati News
  • International
  • Risk Of Another Terrorist Attack On Kabul Airport, Terrorists Could Car bomb; The United States Has Issued An Alert

તાલિબાનનું શાસન LIVE:અમેરિકાએ 31 ઓગસ્ટ પૂર્વે ISIS તરફથી વધુ હુમલા થવાની શક્યતા દર્શાવી, કાબુલ એરપોર્ટ પર ફ્લાઇટ ફરી શરૂ

કાબુલ2 મહિનો પહેલા
ગુરુવારે કાબુલ એરપોર્ટની બહાર થયેલા વિસ્ફોટોમાં 100થી વધુ લોકો માર્યા ગયા હતા, 200થી વધુ લોકો ઘાયલ થયા હતા.
  • બોમ્બ-બ્લાસ્ટમાં મૃત્યુઆંક વધીને 103 થયો, જેમાં 28 તાલિબાન પણ સામેલ
  • બાઈડને કહ્યું- અફઘાનિસ્તાનમાં મિશન ચાલુ રહેશે અને જરૂર પડશે તો વધુ સૈનિકો મોકલવામાં આવશે

તાલિબાનના ભયથી દેશ છોડી રહેલા હજારો નાગરિકો પર થયેલા આત્મઘાતી હુમાઓ બાદ શુક્રવારે અફઘાનિસ્તાનમાંથી ઈમર્જન્સી સ્થિતિમાં ફરી ફ્લાઈટ સેવા શરૂ થઈ છે ત્યારે અમેરિકા તરફથી ફરી ચેતવણી જાહેર કરવામાં આવી છે કે આગામી મંગળવારે દેશ છોડવાની પૂરી થવા જઈ રહેલી સમયસીમા અગાઉ ISIS ફરી વખત હુમલા કરવાનો પ્રયત્ન કરી શકે છે. US સેન્ટ્રલ કમાન્ડના વડા જનરલ ફ્રેંક મેકકેન્ઝીએ જણાવ્યું હતું કે અમેરિકાના કમાન્ડરોને એવી આશંકા છે કે એરપોર્ટને ટાર્ગેટ બનાવી ઈસ્લામિક સ્ટેટ દ્વારા રોકેટ અથવા કાર બોમ્બ સહિત કેટલાક વધુ હુમલાઓ કરી શકે છે.

બીજી બાજુ કાબુર એરપોર્ટ પર થયેલા આત્મઘાતી બોમ્બ હુમલા વચ્ચે અફઘાનિસ્તાનમાંથી અમેરિકી નાગરિકો અને અન્યો નાગરિકોને દેશમાંથી બહાર કાઢવા એટલે કે એરલિફ્ટની કામગીરીને પૂરી કરવામાં આવશે,તેમ રાષ્ટ્રપતિ જો બાઈડને જણાવ્યું હતું.

16 કલાક બાદ ફ્લાઇટ્સ ફરી શરૂ કરવામાં આવી
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના હામિદ કરઝાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આતંકી હુમલાના 16 કલાક બાદ ફ્લાઇટ્સ ફરી શરૂ કરવામાં આવી છે અને લોકોને ત્યાંથી એરલિફ્ટ કરવામાં આવી રહ્યા છે.
ગુરુવારે સાંજે કાબુલ એરપોર્ટ પર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો. અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલ અનુસાર, આ હુમલાઓમાં 90 અફઘાન અને 13 અમેરિકન સૈનિક માર્યા ગયા છે,
જ્યારે 1,338 લોકો ઘાયલ થયા છે. મીડિયા અહેવાલો અનુસાર, માર્યા ગયેલા 90 અફઘાનમાંથી 28 તાલિબાન હતા, જે કાબુલ એરપોર્ટની બહાર તહેનાત હતા. આતંકવાદી હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન ISISના ખુરાસાન ગ્રુપે સ્વીકારી છે.

એરપોર્ટ પર ફરી આતંકી હુમલાનું જોખમ
બે ફિયાદીન હુમલા-ત્રણ બોમ્બ-બ્લાસ્ટથી ધ્રૂજી ગયેલા કાબુલ એરપોર્ટ પર વધુ આતંકવાદી હુમલા થઈ શકે છે. અમેરિકન બ્રોડકાસ્ટ કંપની (ABC) મુજબ એરપોર્ટના નોર્થ ગેટ પર કાર બોમ્બ-બ્લાસ્ટ થવાનું જોખમ છે. એવામાં કાબુલ સ્થિત અમેરિકી દૂતાવાસ નવું એલર્ટ જાહેર કર્યું છે, સાથે અમેરિકાએ કહ્યું હતું કે તે કાબુલમાંથી લોકોને બહાર કાઢવાનો સિલસિલો ચાલુ રાખશે. અમેરિકન પ્રમુખ જો બાઇડનને હુમલાખોરોને કડક ચેતવણી આપતાં કહ્યું હતું કે તેઓ આતંકીઓને શોધી શોધીને ઠાર મારશે.

ફિદાયીન હુમલામાં 103 લોકો માર્યા ગયા
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં હામિદ કરઝાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટની સામે જ ગુરુવારે સાંજે બે ફિદાયીન હુમલા થયા હતા. અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલ અનુસાર, આ હુમલામાં 103 લોકો માર્યા ગયા છે અને 200થી વધુ ઘાયલ થયા છે. મૃતકોમાં 12 યુએસ મરીન કમાન્ડો પણ સામેલ છે, જ્યારે 15 ઘાયલ થયા છે. આતંકી સંગઠન ISISના ખુરાસાન ગ્રુપે આ હુમલાની જવાબદાર લીધી છે. ફિદાયીન હુમલા બાદ કાબુલ એરપોર્ટ પરથી તમામ ફ્લાઇટ ઓપરેશન સ્થગિત કરવામાં આવ્યાં છે.

અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું- હુમલાખોરોને છોડીશું નહીં
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને કાબુલ એરપોર્ટ પર હુમલાની નિંદા કરતાં કહ્યું હતું કે અમેરિકન સૈનિકોનાં મૃત્યુ ખૂબ જ દુઃખદ છે, અન્ય લોકોના જીવ બચાવવામાં અમેરિકન સૈનિકોનું બલિદાન અમે ક્યારેય નહીં ભૂલી શકીએ અને હુમલાખોરોને માફ નહીં કરીએ. અમે આતંકવાદીઓને પકડી પકડીને મારીશું, સૈનિકોના પરિવારો પ્રત્યે અમારી સંવેદના છે. અમે અમેરિકન નાગરિકોને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢીશું અને અફઘાન સાથીઓને પણ બહાર કાઢીશું. અમારું મિશન ચાલુ જ રહેશે અને જરૂર પડ્યે અમે વધારાના સૈનિકો પણ મોકલીશું.

ટ્રમ્પની પાર્ટીએ કહ્યું- બાઈડનના હાથ લોહીથી રંગાયેલા છે
કાબુલ એરપોર્ટ પર હુમલા બાદ ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી સિનેટર અને પૂર્વ પ્રવક્તા ડેન ક્રેનશોએ પ્રેસિડન્ટ બાઈડન પર નિશાના સાધ્યું છે. તેમણે કહ્યું- મિસ્ટર પ્રેસિડન્ટ અત્યારે આ મામલાને સંભાળો, જેને તમે જ ઊભો કર્યો છે. એનાથી ભાગવાના પ્રયાસો ન કરો. તમારા હાથ લોહીથી રંગાયેલા છે. આ યુદ્ધનો અંત છે એવું વિચારવાની ભૂલ ન કરો. તમે દુશ્મનને બીજી ફાયદાકારક તક આપી છે.

તાલિબાને પાકિસ્તાનને પોતાનું બીજું ઘર કહ્યું, કાશ્મીર અંગે ભારતને સલાહ આપી
તાલિબાને પાકિસ્તાન સાથેની તેમની નિકટતાને કબૂલ કરી છે. તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે પાકિસ્તાની ચેનલ ARY ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન સંગઠન (તાલિબાન) માટે એ બીજા ઘર જેવું છે. ઝબીઉલ્લાહે એમ પણ કહ્યું હતું કે અફઘાનિસ્તાન પાકિસ્તાન સાથે તેની સરહદ જોડાયેલી છે અને બંને દેશોના લોકો ધાર્મિક આધાર પર પણ એકબીજા સાથે હળી-મળી ગયા છે. તેથી જ અમે પાકિસ્તાન સાથેના સંબંધોને વધુ મજબૂત કરવા માગીએ છીએ.

ઝબીઉલ્લાહે ભારત સાથે સારા સંબંધોની વાત પણ કરી છે. તેમણે કહ્યું હતું કે અમારી એક જ ઈચ્છા છે કે ભારતે અફઘાનનાં હિતો અનુસાર પોતાની નીતિઓ નક્કી કરવી જોઈએ. તાલિબાન પ્રવક્તાએ ભારતને કાશ્મીર પર સકારાત્મક વલણ અપનાવવાની સલાહ પણ આપી હતી. બંને દેશોનાં હિતો એકબીજા સાથે સંબંધિત છે, તેથી દરેક વિવાદાસ્પદ મુદ્દાને સાથે બેસીને ઉકેલવા જોઈએ.

પંજશીરમાં તાલિબાનની નોર્થર્ન અલાયન્સ સાથે વાતચીત, યુદ્ધવિરામ માટે સંમત
અફઘાનિસ્તાનમાં પંજશીર સિવાય તમામ વિસ્તારો તાલિબાનના કબજામાં છે. પંજશીરમાં અફઘાનિસ્તાનના કાર્યકારી રાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહના નેતૃત્વમાં નોર્થર્ન અલાયન્સના લડવૈયાઓ તાલિબાન સામે યુદ્ધ લડી રહ્યા છે. આ દરમિયાન અહેવાલ છે કે પરવાન પ્રાંતની રાજધાની ચારીકારમાં તાલિબાન અને પંજશીરના પ્રતિનિધિઓ વચ્ચે વાતચીત થઈ છે. આ દરમિયાન બંને પક્ષો એકબીજા પર હુમલો ન કરવા સંમત થયા છે.

અન્ય સમાચારો પણ છે...