બ્રિટન ચૂંટણી:સુનકની નીતિઓને વધી રહેલા સમર્થનથી હરીફો ગભરાયા

લંડન3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પીએમ પદના દાવેદાર જહાવીએ કહ્યું - જોનસનને કેબિનેટમાં લાવીશ

બ્રિટનમાં બોરિસ જોનસનના રાજીનામા બાદ નવા વડાપ્રધાન માટે અનેક નેતા દાવેદારી નોંધાવી રહ્યા છે. તેમાં ભારતીય મૂળના બે ઋષિ સુનક અને સુએલા બ્રેવરમેન પણ સામેલ છે. રેસમાં આગળ ચાલી રહેલા સુનકને ત્યારે મોટી સફળતા મળી જ્યારે જોનસનના નજીકના હેલ્થ સેક્રેટરી સ્ટીવ બાર્કલેએ સમર્થનની જાહેરાત કરી. સુનક પર હરીફ ઉમેદવારો તરફથી સતત પ્રહારો કરાઈ રહ્યા છે. તેમની સાથે મુકાબલામાં સામેલ 7 ઉમેદવારોએ આરોપ મૂક્યો કે સુનક વોટ મેળવવા વાહિયાત ચાલ ચાલી રહ્યા છે. તે સમર્થન મેળવવા લાઈસન્સ ચાર્જ જેવી નીતિઓમાં રાહતની વાત કરી રહ્યા છે.

સુનકના વિરોધી જૂથ સાથે સંકળાયેલા લોકો કહે છે કે પૂર્વ વ્હિપ ચીફ ગેવિન વિલિયમસન લાલચ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. સુનકના હરીફ કહે છે કે સુનક આવશે તો દેશને મોંઘવારી અને ટેક્સથી રાહત નહીં મળે. સુનકને રોકો નહીંતર દેશ બેહાલ થઈ જશે. બીજી બાજુ પીએમની રેસમાં સામેલ નદીમ જહાવીએ કહ્યું કે જો તે વડાપ્રધાન બનશે તો તે જોનસનને કેબિનેટમાં સામેલ કરશે.

સટ્ટાબજારની પ્રથમ પસંદ સુનક
પીએમ પદ માટે 11 સાંસદ દાવેદારી નોંધાવી ચૂક્યા છે. તેમાં બે પૂર્વ ચાન્સેલર સાજિદ જાવિદ અને ઋષિ સુનક ઉપરાંત નદીમ જહાવી પણ સામેલ છે. 5 મહિલાઓ પણ પીએમ પદની રેસમાં છે. તેમાં વિદેશમંત્રી લિઝ ટ્રસ અને વેપારમંત્રી પેની મોરડાઉન્ટ છે. સટ્ટાબજારના આંકડામાં સુનક સૌથી આગળ છે. તેના 3 કારણ છે.

વિરોધીઓનું સ્ટોપ ઋષિ અભિયાન, 4 પડકાર પણ
1. ટેક્સમાં વધારો : સુનકના કાર્યકાળમાં બ્રિટનમાં ઈન્કમ ટેક્સ, ઈન્શ્યોરન્સ ટેક્સ અને કોર્પોરેટ ટેક્સ વધ્યા. તેમના હરીફ કેન્ડિડેટ ટેક્સ ઘટાડવાનો વાયદો કરી રહ્યા છે.

2. ટેક્સ ન ચૂકવવાનો આરોપ : સુનકની પત્ની અક્ષતા મૂર્તિ પર સરકારને ટેક્સ ન ચૂકવવાનો આરોપ લાગ્યો હતો. વિરોધીઓ કહે છે કે ઈન્ફોસિસથી કમાણી કરી પણ ટેક્સ ન ભર્યો.

3. મોંઘવારી રોકવામાં નિષ્ફળ : બ્રિટનમાં જીવનર્નિવાહ મોંઘુ થયું છે. સુનક પર આરોપ લાગ્યો કે તેમણે પર્યાપ્ત ઉપાય ન કર્યા. અનેક પરિવાર ભૂખ્યા મરવા મજબૂર થયા.

4. વર્કિંગ જૂથથી અંતર : વિરોધીઓ વીડિયો શેર કરી આરોપ મૂકે છે કે સુનકને વર્કિંગ ગ્રૂપ સાથે લેવા-દેવા જ નથી. તે ફક્ત ધનિકોના મિત્ર છે.

અન્ય સમાચારો પણ છે...