બ્રિટનમાં હવે 'ભારતીય રાજ':PM તરીકે ઋષિ સુનકની જીત નક્કી, આજે પરિણામ આવતાં જ UKમાં દિવાળી ઊજવાશે

એક મહિનો પહેલા

ઋષિ સુનકને બ્રિટનના આગામી પીએમ બનવા નક્કી માનવામાં આવી રહ્યા છે. સોમવારે સાંજે 6.30 વાગ્યે પરિણામ આપણી સમક્ષ આવી જશે. પ્રધાનમંત્રી લિઝ ટ્રસ્ટના રાજીનામા પછી બોરિસ જોનસન, ઋષિ સુનક અને પેની મૉરડૉન્ટનાં નામ સામે આવ્યાં છે. રવિવારે બોરિસ જોનસન રેસમાંથી બહાર થઈ ગયા અને હવે માત્ર બે દાવેદાર જ રહ્યા છે.

પહેલા જાણીએ સુનકની જીત કેમ નક્કી?
બ્રિટનની સંસદમાં 357 સાંસદ છે. ચૂંટણીના નવા નિયમ અનુસાર, પ્રધાનમંત્રી બનવા 100થી વધુ સાંસદોનું સમર્થન હોવું જરૂરી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, સુનકને 155 સાંસદોનું સમર્થન છે. બીજી તરફ પેની મૉરડૉન્ટ માત્ર 25 સાંસદોનું સમર્થન મેળવી શકી છે. આ માટે આજે પાર્ટીના સભ્યો બેલેટથી નહીં પણ ઓનલાઈન વોટિંગ કરશે.

આગળ શું...
28 ઓક્ટોબરે બ્રિટનના નવા પ્રધાનમંત્રી શપથ લેશે. ત્યાર પછી 29 ઓક્ટોબરે નવી કેબિનેટ રચવામાં આવશે. બોરિસ જોનસને પ્રધાનમંત્રીની રેસમાંથી પોતાનું નામ પરત લેતાં પહેલાં કહ્યું હતું કે, તેમની પાસે 60 સાંસદોનું સમર્થન છે. બોરિસે પીછેહઠ કરતા કહ્યું કે, જો પાર્ટી સંસદમાં એકજૂથ નહીં થાય તો સરકાર સારી રીતે ચલાવી શકાશે નહીં. અમે ચૂંટાયેલા પીએમને સમર્થન આપીશું.

22 ઓક્ટોબરે સુનક-જોનસન મળ્યા હતા, સહમતી થઈ નહોતી. બ્રિટનના પૂર્વ પ્રધાનમંત્રી બોરિસ જોનસન અને તેમની સરકારમાં નાણામંત્રી રહી ચૂકેલા ઋષિ સુનકે 22 ઓક્ટોબરે મોડી રાત સુધી વાતચીત કરી હતી. આ પછી સુનકે પીએમ ચૂંટણી લડવાની જાહેરાત કરી. જોનસને ઉમેદવાર પેની મોર્ડોન્ટ સાથે પણ વાટાઘાટો કરી હતી, પરંતુ કોઈ પરસ્પર કરાર થયો ન હતો. ત્યારબાદ તેણે પીછેહઠ કરવાનો નિર્ણય કર્યો.

પેની નંબર-2 હોઈ શકે છે
PM પદની રેસમાં સુનક સિવાય બ્રિટિશ હાઉસ ઓફ કોમન્સના સ્પીકર પેની મૉરડૉન્ટ છે. પેનીને સુનકની નંબર-2 માનવામાં આવી રહ્યાં છે. નિષ્ણાતો અનુસાર, પેની સુનકના જૂથમાં જઈ શકે છે. પરંતુ પેની પણ જોરશોરથી વડાપ્રધાન તરીકે પોતાની ઉમેદવારી જાળવી રહી છે.

ઋષિ નીતિઃ સમર્થક સાંસદોમાં વધારો કરવો, વોટિંગ મેમ્બર સુધી ન જાય

અગાઉનો પાઠ
ટ્રસ સાથેની તેમની છેલ્લી લડાઈમાં, સુનકે કન્ઝર્વેટિવ પાર્ટીના કાયમી સભ્યોના મતદાનમાંથી ઘણું શીખ્યા છે. આ વખતે તેઓ હરીફાઈને પાર્ટીના સભ્યોના વોટિંગ સુધી લઈ જવા માંગતા નથી. સાંસદોના વોટિંગમાં સુનક આગળ હતા. પાર્ટીના સભ્યોના વોટિંગમાં સુનકને 60,399 વોટ મળ્યા અને ટ્રસને 81,326 વોટ મળ્યા. સુનક પોતાના 100 સાંસદો અને વિરોધીના સાંસદ 100થી નીચે રાખવાની રણનીતિમાં અપનાવી છે.

બેંકરની છબી
પીએમ તરીકે ટ્રસની નિષ્ફળતાનું સૌથી મોટું કારણ આર્થિક મોરચે નિષ્ફળતા હતી. સુનક પ્રોફેશનલ બેંકર છે. જોનસન સરકારમાં નાણામંત્રી રહી ચૂક્યા છે. બ્રિટનની આર્થિક બેલ આઉટ યોજના, તેમના દ્વારા જાહેર જનતા સમક્ષ મૂકવામાં આવી હતી, જેની મધ્યમ વર્ગ દ્વારા ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં, સુનક પોતાને એક બેંકર, રાજકારણી તરીકે વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે રજૂ કરવાની વ્યૂહરચના પર કામ કરી રહ્યા છે.

ચૂંટણીનું જોખમ
વારંવાર PM બદલાવાથી કન્ઝર્વેટિવ પાર્ટીની છાપ ખરાબ થઈ રહી છે. વિપક્ષી પાર્ટીની લોકપ્રિયતા 25% જેટલી વધી છે. બ્રિટનમાં આગામી ચૂંટણી માટે બે વર્ષ જેટલો સમય છે. સુનક પોતાને લાંબી રેસનો ઘોડો ગણાવી રહ્યા છે અને પાર્ટીના સાંસદોને વહેલી ચૂંટણીનું જોખમ જણાવી રહ્યા છે. સાંસદો પણ માને છે કે જો સુનાકમાંથી સ્થિરતા આવશે તો તેમનો સાંસદ તરીકેનો કાર્યકાળ પૂર્ણ થશે.

ઋષિ સુનક વિશે જાણીએ

ઋષિની પત્નીનું નામ અક્ષતા મૂર્તિ છે. તેમને 2 દીકરીઓ છે, જેનું નામ કૃષ્ણા અને અનુષ્કા છે. તેઓએ વર્ષ 2009માં લગ્ન કર્યાં હતાં.
ઋષિની પત્નીનું નામ અક્ષતા મૂર્તિ છે. તેમને 2 દીકરીઓ છે, જેનું નામ કૃષ્ણા અને અનુષ્કા છે. તેઓએ વર્ષ 2009માં લગ્ન કર્યાં હતાં.
  • ઋષિ સુનકનાં માતા-પિતા પંજાબના રહેવાસી હતાં, જેઓ વિદેશમાં સ્થાયી થયાં હતાં.
  • સુનકનો જન્મ યુકેના હેમ્પશાયરમાં થયો હતો. ઋષિએ અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી MBA કર્યું છે.
  • તેમણે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી રાજકારણ, ફિલસૂફી અને અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો.
  • ઋષિ ભારતીય સોફ્ટવેર કંપની ઈન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિના જમાઈ છે.
  • રાજનીતિમાં જોડાતા પહેલાં ઋષિએ ઈન્વેસ્ટમેન્ટ બેંક ગોલ્ડમેન સેશ અને હેજ ફંડમાં કામ કર્યું હતું. આ પછી તેમણે એક ઇન્વેસ્ટમેન્ટ ફર્મની પણ સ્થાપના કરી.
  • તેમની માતા ફાર્માસિસ્ટ છે અને નેશનલ હેલ્થ સર્વિસ (MHS)માં નોકરી કરે છે. સુનકના પિતા ઓક્સફર્ડ યુનિવર્સિટી અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સ્નાતક છે.
અન્ય સમાચારો પણ છે...