તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • Right left Joint Challenge Against Government army For First Time In Pakistan, 450 Arrested In Anti Imran Rally

ગ્રાઉન્ડ રિપોર્ટ:પાકિસ્તાનમાં પહેલીવાર સરકાર-સેના સામે જમણેરી-ડાબેરીઓનો સંયુક્ત પડકાર, ઈમરાન વિરુદ્ધ રેલીમાં 450 લોકોની ધરપકડ

ઈસ્લામાબાદ14 દિવસ પહેલાલેખક: શાહ જમાલ
  • કૉપી લિંક
નવાઝની દીકરી મરિયમે રેલી દરમિયાન અનેક જગ્યાએ લોકોને સંબોધિત કર્યા હતા.

પાકિસ્તાનમાં વડાપ્રધાન ઈમરાન ખાન માટે રાજકીય સ્થિતિ સારી નથી. એવું પ્રથમ વખત થયું છે જ્યારે પાક.માં કોઈ સરકાર અને સેના વિરુદ્ધ ડાબેરી અને જમણેરી પક્ષો એકજૂટ થયા હોય. આ 11 પક્ષોએ ગત મહિને મળીને પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ(પીડીએમ)ની રચના કરી હતી. તેમાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની દક્ષિણપંથી પાર્ટી પીએમએલ-એન અને બિલાવલ ભુટ્ટો-ઝરદારીની ડાબેરી પાર્ટી પીપીપી પણ સામેલ છે.

ખાસ વાત એ છે કે આ મોરચાનું નેતૃત્વ દક્ષિણપંથી દળ જમિયત-ઉલેમા-એ-ઈસ્લામના વડા ફઝલુર રહેમાન કરી રહ્યા છે. આ પક્ષો ઈમરાન સરકારના રાજીનામાની માગ કરી રહ્યા છે. સાથે જ કહે છે કે દેશની રાજકીય અને સરકારી બાબતોમાં સેનાની દખલ સાંખી નહીં લેવાય. મોરચાએ સરકાર વિરુદ્ધ 3 તબક્કામાં આંદોલનની યોજના ઘડી છે. તે હેઠળ શુક્રવારે ગુજરાંવાલામાં પહેલી રેલી યોજાઈ.

મોરચાના નેતા ફઝલુર રહેમાને ફોન પર વાતચીતમાં દાવો કર્યો કે ઈમરાન સરકારનો અંત નિશ્ચિત છે. આ વર્ષના અંત સુધીમાં આ સરકાર પડી ભાંગશે. પ્રજા સાથ આપી રહી છે. જ્યારે એક તરફ સરકારે ગુરુવારે પીડીએમને રેલી કરવાની મંજૂરી તો આપી દીધી. બીજી બાજુ સૂત્રો કહે છે કે પોલીસે રેલીથી પહેલાં લાહોર સહિત પંજાબમાં વિપક્ષના આશરે 450 નેતાઓ અને કાર્યકરોની ધરપકડ કરી હતી.

અનેક લોકોને નજરકેદ કરાયા હતા. આ લોકો વિરુદ્ધ ગુપ્તચર વિભાગે રિપોર્ટ સોંપ્યો હતો. પંજાબમાં ઈમરાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફની સત્તા છે. ઈમરાન તેને પ્રગતિશીલ પાર્ટી ગણાવે છે. પોતાના સમર્થકો પર કાર્યવાહી બાદ પીએમએલ-એનના પ્રવક્તા મરિયમ ઔરંગઝૈબે કહ્યું કે ઈમરાન રઘવાયા થયા છે. તેમણે અમારી રેલી ફ્લોપ કરવા અમારા કાર્યકરોની ધરપકડ કરી લીધી છે.

વિપક્ષ માને છે કે ખાણી-પીણીની વસ્તુઓ, પેટ્રોલિયમ પદાર્થો મોંઘા થવા અને નબળા અર્થતંત્રને લીધે પ્રજા ઈમરાન સરકારથી નારાજ છે. આ જ સરકારના પતનનું કારણ બનશે. જોકે નિષ્ણાતો તેનાથી અલગ અભિપ્રાય ધરાવે છે. રાજકીય વિશ્લેષક અહેમદ કુરૈશી કહે છે કે હાલ વિપક્ષના શક્તિપ્રદર્શનથી ઈમરાન સરકારને ખતરો નથી. તેનાથી સરકાર નહીં પડે. જોકે સત્તા પ્રાપ્ત કર્યા બાદ ઈમરાન સરકાર પર લોકો જેટલો વિશ્વાસ કરી રહ્યા હતા તેટલો હવે કરતા નથી. તેનો ફાયદો વિપક્ષને તેની સીટોના વિસ્તારમાં મળી શકે છે.

સેનાને લીધે ઈમરાન સરકાર પર કોઈ અસર નહીં થાય. ઈમરાન સરકાર પર આરોપ લાગતો રહે છે કે તે સેનાની કઠપૂતળી બની ગઈ છે. એટલા માટે હવે સેના પણ સીધી રીતે વિપક્ષ સામે કંઇ કહેતી નથી. જોકે પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે સેના પર નિશાન તાકતા કહ્યું કે તે ઇમરાન વિરુદ્ધ નથી. તે તેમની વિરુદ્ધ છે જેમણે ઈમરાનને સત્તા સુધી પહોંચાડ્યા છે. ઈમરાન સરકાર ઈલેક્ટેડ નથી પણ સિલેક્ટેડ છે. વિપક્ષની પ્રાથમિકતા આ સિલેક્ટેડ સરકારને હટાવવાની છે.

સરકાર વિરુદ્ધ વિપક્ષની રેલીઓ
વિપક્ષી મોરચો સરકાર વિરુદ્ધ 18 ઓક્ટોબરે કરાચી, 25 ઓક્ટો.એ ક્વેટા, 22 નવેમ્બરે પેશાવર, 30 નવેમ્બરે મુલતાન અને 13 ડિસેમ્બરે લાહોરમાં રેલીઓ કરશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો