બ્રિટન / વિદેશથી પાછા ફરનારાએ ફરજિયાત 14 દિવસ ક્વોરન્ટીન થવુંં પડશે

ફાઇલ તસવીર
ફાઇલ તસવીર
X
ફાઇલ તસવીરફાઇલ તસવીર

  • આઈસોલેશનના નિયમ તોડવા બદલ 92,500 રૂપિયાનો દંડ થશે

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 05:00 AM IST

લંડન. બ્રિટનમાં કોરોનાને કારણે સ્થિતિ બગડી રહી છે. એવામાં સરકાર સુરક્ષાના નવા નિયમો લાગુ કરી રહી છે. શુક્રવારે ગૃહ મંત્રી પ્રીતિ પટેલે જણાવ્યું કે હવે વિદેશથી બ્રિટન આવનારાને 14 દિવસ ફરજિયાત ક્વૉરન્ટાઈનમાં રહેવું પડશે. જો આઈસોલેશન તોડશે તો 92,500 રૂપિયાનો દંડ વસૂલાશે. ક્વૉરન્ટાઈનું યોગ્ય રીતે પાલન કરાઈ રહ્યું છે કે નહીં તેના પર નજર રાખવા માટે પોલીસ દરરોજ 100 ઘરની તપાસ કરશે. નવા નિયમ દેશમાં પાછા ફરનારા બ્રિટિશ મૂળના લોકો પર પણ લાગુ થશે. ઉત્તર આયરલેન્ડના મંત્રી બ્રેન્ડન લ્યુઇસે કહ્યું કે અમે લોકોને સમજાવવા ઈચ્છીએ છીએ કે લૉકડાઉન બાદ પણ અમુક દિવસ સુધી તેઓ વિદેશ પ્રવાસ ન કરે. જો તમે જશો તો તમારે આઈસોલેશનમાં રહેવું જ પડશે.
નવી ટેસ્ટ કિટથી 20 મિનિટમાં પરિણામ મળશે, જરૂરિયાતમંદોની મફત તપાસ થશે
બ્રિટને કોરોના માટે નવી ટેસ્ટ કિટ બનાવી છે જેનાથી ફક્ત 20 મિનિટમાં પરિણામ આવશે અને ઓન સ્પોટ સંક્રમિત વ્યક્તિની ઓળખ થશે. સ્વાસ્થ્યમંત્રી મેટ હેનકોકે  માહિતી આપી હતી. મીડિયા અહેવાલ અનુસાર સામાન્ય રીતે સ્વેબ ટેસ્ટમાં સંક્રમણની તપાસ બાદ ચેપને પકડવામાં અઠવાડિયાનો સમય લાગી જાય છે. હવે એવું નહીં થાય. બ્રિટનમાં આગામી અઠવાડિયાથી આ ટેસ્ટ શરૂ થઈ જશે. સરકારે ટેસ્ટ કિટ બનાવતી રોશ કંપની સાથે વાત કરી છે. આ ટેસ્ટ કિટને જરૂરિયાતમંદોને ફ્રીમાં ઉપલબ્ધ કરાવાશે. એન્ટી બોડી ટેસ્ટથી એ જાણી શકાશે કે કોઈ માનવી પહેલાં કોરોનાના ચેપની પકડમાં આવ્યો છે કે નહીં? તેનાથી જાણ થશે કે ચેપ પછી શું તેમાં એન્ટીબોડી વિકસિત થયા છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી