• Gujarati News
  • International
  • Retail like Medtel: Trend Change After Corona, Clinic In Mall shopping Center, Owners Also Not Worried About Closure

ભાસ્કર વિશેષ:રિટેલ જેવું મેડટેલ: કોરોના બાદ ટ્રેન્ડ ચેન્જ, મૉલ-શોપિંગ સેન્ટરમાં ક્લિનિક, માલિકોને પણ બંધ થવાની ચિંતા નહીં

ન્યુયોર્ક7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના મહામારીને પગલે હોસ્પિ. જવામાં ખચકાટ, લોકો વૈકલ્પિક સ્થળે જવાનું પસંદ કરે છે

તમે હવે જ્યારે મૉલ કે શોપિંગ સેન્ટરમાં જાવ અને ત્યાં ફિઝિશિયન કે ડેન્ટિસ્ટનું ક્લિનિક જોવો તો ચોંકી ન જતા. કમસે કમ અમેરિકામાં તો આ ટ્રેન્ડ બની ચૂક્યો છે. કોરોના મહામારીએ દરેક ઇન્ડસ્ટ્રીને બદલી નાખી છે. લાંબા લૉકડાઉન અને ભાડું ન ચૂકવી શકવાને કારણે મોટા સ્ટોર ખાલી થઇ ગયા. સ્ટોરમાલિકો તે જગ્યા ડૉક્ટર્સને આપી રહ્યા છે, જેને મેડટેલ નામ અપાયું છે.

આ ટ્રેન્ડ શહેરી-ગ્રામીણ બંને વિસ્તારોમાં છે. કુશમેન એન્ડ વેકફીલ્ડનાં રિટેલ એક્સપર્ટ બેરી સ્કર્ડિનાએ જણાવ્યું કે સ્વાસ્થ્ય સેવાઓનું રિટેલિંગ વિસ્ફોટક છે. કોસ્ટાર ગ્રુપના રિસર્ચના ડેટા મુજબ હવે લીઝ પર અપાતી મેડિકલ સ્પેસમાંથી 20%રિટેલ બિલ્ડિંગમાં છે. કેટલીક ફાર્મસી અને સુપરમાર્કેટ ચેને વૉક-ઇન ક્લિનિક શરૂ કરી દીધા છે. લોકો ગ્રોસરી ખરીદતા ખરીદતા ફ્લૂની રસી લઇ શકે છે કે સ્ટ્રેપ ટેસ્ટ કરાવી શકે છે. કોસ્મેટિક, ડર્મેટોલોજિસ્ટ, ડેન્ટિસ્ટ, ફિઝિયોથેરપિસ્ટ પણ રિટેલ સ્પેસ શોધવા લાગ્યા છે.

સ્કર્ડિના કહે છે કે મહામારી દરમિયાન સ્ટોર બંધ થતાં સંકટમાં મુકાયેલા સ્ટોરમાલિકો વિચારવા લાગ્યા છે કે ફરી કોરોના જેવું સંકટ આવે તો પણ ગ્રોસરી સ્ટોર, ફાર્મસી અને મેડિકલ ફેસિલિટી તો બંધ નહીં થાય. આરોગ્ય સેવાવાળા મૉલને એટલે આકર્ષક માને છે કે લોકો તેનાથી વાકેફ હોય છે. ત્યાં સરળતાથી પહોંચી શકે છે અને પાર્કિંગની સગવડ પણ હોય છે.

અન્ય સમાચારો પણ છે...