તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ડેમોક્રેટ ઉમેદવાર જો બાઈડેન વિરુદ્ધ પોતાનો પરાજય સ્વીકારવા તૈયાર નથી. તેની સાથે જ તે રિપબ્લિકન પાર્ટી પર પકડ ઢીલી કરવા માગતા નથી. તેનો સંકેત રિપબ્લિકન પાર્ટીની નેશનલ કમિટીના પ્રમુખ ડોના મેક્ડેનિયલના વલણથી મળ્યો. ટ્રમ્પના નજીકના મનાતા ડોના ફરીથી કમિટીના પ્રમુખ બનવા માગે છે અને તેના માટે દાવેદારી પણ રજૂ કરશે.
નિષ્ણાતો અનુસાર ડોનાની ફરી પસંદગી કરાવીને ટ્રમ્પ 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પોતાની દાવેદારી સુરક્ષિત કરાવવા માગે છે. આ કમિટી પાસે મતદારો અને પાર્ટીને ડોનેશન આપનારા લોકોનો ડેટા હોય છે. જો ડોના ફરી ચૂંટાશે તો આ મહત્ત્વપૂર્ણ ડેટા સુધી ટ્રમ્પની પહોંચ રહેશે. અનેક રિપબ્લિકન નેતા ટ્રમ્પના આ વલણ વિરુદ્ધ છે.
પેન્સિલવેનિયા કોર્ટના ચુકાદા વિરુદ્ધ ટ્રમ્પની ટીમ અપીલ કરશે
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વરિષ્ઠ કાનૂની સલાહકાર જેના એલિસ અને એટોર્ની રુડી ગિઉલિયાનીએ કહ્યું કે ટ્રમ્પની ટીમ પેન્સિલવેનિયા કોર્ટના ચુકાદા વિરુદ્ધ જલદી જ અપીલ કરશે. શનિવારે અમેરિકી જિલ્લા કોર્ટના ન્યાયાધીશ મેથ્યૂ બ્રાનએ પેન્સિલવેનિયામાં મેલ ઈન બેલટને અમાન્ય કરવાના ટ્રમ્પના કેમ્પેઈનની અરજી ફગાવી દીધી હતી. જજ બ્રાને કહ્યું કે ટ્રમ્પ કેમ્પેઇનની અરજી કાનૂની દલિલો તથા પુરાવા વગરની છે. ટ્રમ્પ ટીમ અનુસાર પેન્સિલવેનિયામાં 6,82,777 મત ગેરકાયદે છે.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.