રાણી એલિઝાબેથ અલવિદા:25 વર્ષની ઉંમરે શાસન સંભાળ્યું હતું, 17 ફોટામાં જુઓ રાજકુમારીથી મહારાણી સુધીની યાત્રા

21 દિવસ પહેલા

બ્રિટનનાં રાણી એલિઝાબેથ દ્વિતીયનું નિધન થયું છે. તેમણે 6 ફેબ્રુઆરી 1952ના રોજ તેમના પિતા કિંગ જ્યોર્જના મૃત્યુ પછી બ્રિટનનું શાસન સંભાળ્યું હતું, ત્યારે તેઓ માત્ર 25 વર્ષનાં જ હતાં. ત્યારથી તેમણે 70 વર્ષ સુધી શાસન કર્યું. તેમણે 2 દિવસ પહેલાં જ યુકેના 15મા પીએમ લિઝ ટ્રસને શપથ અપાવ્યા હતા.

એલિઝાબેથ દ્વિતીય બ્રિટિશ ઇતિહાસમાં સૌથી લાંબું શાસન કરનાર પ્રથમ મહિલા રાજા છે. અહીં એક્સક્લૂસિવ ફોટા દ્વારા જાણો રાણીની સફર...

1947
એલિઝાબેથે પોતાનું જીવન સમાજ સેવા માટે સમર્પિત કરી દીધું હતું

રાજકુમારી એલિઝાબેથે તેમના જન્મદિવસે, એટલે કે 21 એપ્રિલ 1947ના રોજ આફ્રિકાની રાજધાની કેપ ટાઉનમાં રેડિયો પર પોતાનું પ્રથમ સંબોધન કર્યું હતું.
રાજકુમારી એલિઝાબેથે તેમના જન્મદિવસે, એટલે કે 21 એપ્રિલ 1947ના રોજ આફ્રિકાની રાજધાની કેપ ટાઉનમાં રેડિયો પર પોતાનું પ્રથમ સંબોધન કર્યું હતું.

પ્રિન્સેસ એલિઝાબેથે 21 વર્ષની ઉંમરે રાષ્ટ્રને પ્રથમ સંબોધન કર્યું હતું. તેઓ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગયા હતા. એ સમયે દક્ષિણ આફ્રિકા બ્રિટિશ સામ્રાજ્યનો ભાગ હતું. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે હું મારું આખું જીવન સમાજ અને પરિવારની સેવામાં સમર્પિત કરું છું. આપણે બધા એક પરિવારનો ભાગ છીએ. એ સમયે તેઓ રાણી નહીં, પણ રાજકુમારી હતાં.

1953
તાજપોશી

આ ફોટો ક્વીન એલિઝાબેથ દ્વિતીય અને તેના પતિ ફિલિપનો છે.એ 2 જૂન 1953ના રોજ બકિંગહામ પેલેસ ખાતે રાણીના રાજ્યાભિષેક અથવા તોજપોશી દરમિયાન લેવામાં આવ્યો હતો.
આ ફોટો ક્વીન એલિઝાબેથ દ્વિતીય અને તેના પતિ ફિલિપનો છે.એ 2 જૂન 1953ના રોજ બકિંગહામ પેલેસ ખાતે રાણીના રાજ્યાભિષેક અથવા તોજપોશી દરમિયાન લેવામાં આવ્યો હતો.

ફેબ્રુઆરી 1952 માં બધું બદલાઈ ગયું. એલિઝાબેથના પિતા કિંગ જ્યોર્જ, જેઓ લાંબા સમયથી બીમાર હતા, તેમનું નિધન થયું. હવે બ્રિટનને નવાં રાણી મળવાનાં હતાં. એલિઝાબેથ II એ માત્ર 25 વર્ષની વયે બ્રિટનનું શાસન સંભાળ્યું. જૂન 1953માં તેમનો સત્તાવાર રીતે રાજ્યાભિષેક થયો હતો. આ કાર્યક્રમ પહેલીવાર ટીવી પર બતાવવામાં આવ્યો હતો. આ દરમિયાન એલિઝાબેથે કહ્યું હતું કે- મારી પાસે આ નવી જવાબદારીનો બહુ ઓછો અનુભવ છે. મારાં માતા-પિતા જે રીતે બધું સંભાળતાં હતાં, હું પણ એ જ રીતે કામ કરીશ. આ પ્રસંગે હું દિલથી તમારા બધાનો આભાર માનવા માગું છું.

1957
અમેરિકાનો પ્રથમ પ્રવાસ

આ તસવીર 17 ઓક્ટોબર 1957ની છે. રાષ્ટ્રપતિ ડ્વાઇટ ડી. આઇઝનહોવર અને ફર્સ્ટ લેડી મેમી આઇઝનહોવર સાથે પતિ પ્રિન્સ ફિલિપ સાથે રાણી એલિઝાબેથ II.
આ તસવીર 17 ઓક્ટોબર 1957ની છે. રાષ્ટ્રપતિ ડ્વાઇટ ડી. આઇઝનહોવર અને ફર્સ્ટ લેડી મેમી આઇઝનહોવર સાથે પતિ પ્રિન્સ ફિલિપ સાથે રાણી એલિઝાબેથ II.

રાણી એલિઝાબેથ દ્વિતીયે તેમના જીવનકાળ દરમિયાન 90 દેશનો પ્રવાસ કર્યો હતો. તેમણે ભારત, રશિયા, દક્ષિણ આફ્રિકા જેવા દેશો સાથેના સંબંધોને મજબૂત બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી 1951માં એલિઝાબેથ યુએસ પ્રમુખ હેરી એસ. ટ્રુમેન મળ્યાં હતાં. એ સમયે તેઓ રાજકુમારી હતાં. 1957માં રાણી એલિઝાબેથ IIએ અમેરિકાનો સત્તાવાર પ્રવાસ કર્યો. આ દરમિયાન તેમણે તત્કાલીન રાષ્ટ્રપતિ ડ્વાઇટ ડી. આઇઝનહોવર સાથે મુલાકાત કરી હતી.

1957
ટીવી પર પ્રથમ સંબોધન

હસતાં રાણી એલિઝાબેથ IIની આ તસવીર તેમના પ્રથમ ટેલિવિઝન ક્રિસમસ ભાષણ પહેલાં લેવામાં આવી હતી.
હસતાં રાણી એલિઝાબેથ IIની આ તસવીર તેમના પ્રથમ ટેલિવિઝન ક્રિસમસ ભાષણ પહેલાં લેવામાં આવી હતી.

રાણી એલિઝાબેથ દ્વિતીયે ક્યારેય ઈન્ટરવ્યુ આપ્યો નહોતો, પરંતુ તેઓ કોઈ ને કોઈ રીતે પોતાના વિચારો લોકો સુધી પહોંચાડતા હતા. તેઓ સારી રીતે જાણતા હતા કે લોકો સાથે સંબંધો કેવી રીતે જાળવવા. તેઓ દર વર્ષે ક્રિસમસના દિવસે ભાષણ આપતાં હતાં, એ બ્રિટિશ હોલિડે પરંપરા હતી. 1957માં રાણી એલિઝાબેથે પહેલીવાર ટીવીના માધ્યમથી લોકોને સંબોધન કર્યું હતું.

1965
બકિંગહામ પેલેસ ખાતે 'બીટલમેનિયા'

આ તસવીર 26 ઓક્ટોબર 1965ની છે. પોલીસદળો બીટલ્સના ચાહકોને મહેલમાં પ્રવેશતા અટકાવી રહ્યા હતા.
આ તસવીર 26 ઓક્ટોબર 1965ની છે. પોલીસદળો બીટલ્સના ચાહકોને મહેલમાં પ્રવેશતા અટકાવી રહ્યા હતા.

ઓક્ટોબર 1965માં લોકપ્રિય મ્યુઝિક બેન્ડ 'ધ બીટલ્સ'ના સભ્યો રાણીને મળવા બકિંગહામ પેલેસ પહોંચ્યા હતા. બેન્ડના સભ્યો જોન લેનન, પોલ મેકાર્ટની, જ્યોર્જ હેરિસન અને રિંગો સ્ટારની એક ઝલક જોવા માટે લોકો ઊમટી પડ્યા હતા. મહેલના દરવાજા પર ચઢીને લોકો અંદર જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. રાણીના ઘરની બહાર પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રાણીએ બેન્ડ સભ્યોનું સન્માન કર્યું હતું. પોલ મેકાર્ટનીએ રાણીને મળ્યા પછી કહ્યું - તેઓ ખૂબ મૈત્રીપૂર્ણ હતા.

1966
એબરફાન ખાણ આપત્તિ

ક્વીન એલિઝાબેથ દ્વિતીય અને પ્રિન્સ ફિલિપ ભૂસ્ખલનના આઠ દિવસ બાદ પીડિતોને મળવા વેલ્સ પહોંચ્યા હતા.
ક્વીન એલિઝાબેથ દ્વિતીય અને પ્રિન્સ ફિલિપ ભૂસ્ખલનના આઠ દિવસ બાદ પીડિતોને મળવા વેલ્સ પહોંચ્યા હતા.

21 ઓકેટોબર 1966માં સાઉથ વેલ્સના ગોમ એબરફાનમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન થયું હતું. એમાં 144 લોકોનાં મોત થયાં હતાં. મરનારમાં મોટા ભાગનાં બાળકો હતાં. આ દુર્ઘટનાએ દેશને હચમચાવી નાખ્યો. રાણી એલિઝાબેથ II પીડિતોની મુલાકાત માટે 8 દિવસ બાદ પહોંચ્યા હતા, એ બાદ તેમને ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.

1969
એપોલો 11ના અવકાશયાત્રીઓ સાથે મુલાકાત

આ ફોટો માઈકલ કોલિન્સ (ડાબે), નીલ આર્મસ્ટ્રોંગ (વચ્ચે) અને બઝ એલ્ડ્રિનનો છે. મહારાણી એલિઝાબેથ દ્વિતીય દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ ફોટો માઈકલ કોલિન્સ (ડાબે), નીલ આર્મસ્ટ્રોંગ (વચ્ચે) અને બઝ એલ્ડ્રિનનો છે. મહારાણી એલિઝાબેથ દ્વિતીય દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

ચંદ્ર પર પ્રથમ પગ મૂકનાર નીલ આર્મસ્ટ્રોંગ, બઝ એલ્ડ્રિન અને માઈકલ કોલિન્સ, ગ્લોબલ ગુડવિલ ટૂર દરમિયાન 14 ઓક્ટોબર 1969 માં બકિંગહામ પેલેસ ખાતે રાણી એલિઝાબેથ II ને મળ્યા હતા. આ દરમિયાન એક રમૂજી ઘટના બની હતી. આનું વર્ણન કરતાં આર્મસ્ટ્રોંગે કહ્યું હતું - હું એ દિવસે ખૂબ જ બીમાર હતો, હું કાર્યક્રમમાં ન જવા વિશે વિચારી રહ્યો હતો, પરંતુ હું ગયો અને રાણીને મળતો હતો ત્યારે મને તેમની સામે ઉધરસ આવી હતી. કોલિન્સ પણ સીડી પર પડી ગયો હતો.

1970
પ્રથમ શાહી યાત્રા

સિડનીમાં મહારાણી એલિઝાબેથ II મેયર એમ્મેટ મેકડર્મોટ સાથે હતા. એ સમયે રાણીએ લેમન પીળા રંગનો ડ્રેસ અને સફેદ ટોપી પહેરેલી હતી.
સિડનીમાં મહારાણી એલિઝાબેથ II મેયર એમ્મેટ મેકડર્મોટ સાથે હતા. એ સમયે રાણીએ લેમન પીળા રંગનો ડ્રેસ અને સફેદ ટોપી પહેરેલી હતી.
1977માં ન્યૂઝીલેન્ડની મુલાકાત દરમિયાન રાણી એલિઝાબેથ દ્વિતીય માઓરી જાતિના લોકોને મળ્યાં હતાં.
1977માં ન્યૂઝીલેન્ડની મુલાકાત દરમિયાન રાણી એલિઝાબેથ દ્વિતીય માઓરી જાતિના લોકોને મળ્યાં હતાં.

તેમની પ્રથમ શાહી મુલાકાત દરમિયાન રાણી એલિઝાબેથ દ્વિતીયે સદીઓની પરંપરા તોડી હતી. તેમણે લોકોને દૂરથી હાથ લહેરાવવાને બદલે નજીક આવી અભિવાદન કર્યું. પ્રથમ શાહી મુલાકાત 1970માં ઓસ્ટ્રેલિયાની હતી. આ દરમિયાન તેઓ સિડનીમાં લોકોની વચ્ચેથી પસાર થયાં હતાં.

1981
ચાર્લ્સ અને ડાયનાના લગ્ન

આ તસવીર 27 માર્ચ 1981ની છે. એમાં રાણી એલિઝાબેથ દ્વિતીય તેના પુત્રો પ્રિન્સ ચાર્લ્સ અને ડાયના સ્પેન્સર સાથે જોવા મળે છે.
આ તસવીર 27 માર્ચ 1981ની છે. એમાં રાણી એલિઝાબેથ દ્વિતીય તેના પુત્રો પ્રિન્સ ચાર્લ્સ અને ડાયના સ્પેન્સર સાથે જોવા મળે છે.

29 જુલાઈએ 1981માં પ્રિન્સ ચાર્લ્સ અને ડાયના સ્પેંસરના લગ્ન થયા હતા. તેમની એક ઝલક જોવા માટે સેન્ટ્રલ લંડનમાં લોકોની ભીડ ઊમટી પડી હતી. લોકો પ્રિન્સેસ ડાયનાને પસંદ કરતા હતા, પરંતુ તેમની અને ચાર્લ્સ વચ્ચે કોઈ મીઠાશ નહોતી. લગ્નનાં 11 વર્ષ બાદ 1992માં બંનેએ છૂટાછેડા લઈ લીધા હતા.

1986
ચીનનો પ્રવાસ કરનારાં પ્રથમ મહારાણી

1986માં મુલાકાત દરમિયાન રાણી એલિઝાબેથ II અને પ્રિન્સ ફિલિપે ચીનની દીવાલની મુલાકાત લીધી હતી.
1986માં મુલાકાત દરમિયાન રાણી એલિઝાબેથ II અને પ્રિન્સ ફિલિપે ચીનની દીવાલની મુલાકાત લીધી હતી.

1986માં એલિઝાબેથે ચીનની મુલાકાત લીધી હતી. બ્રિટિશ રાણી ચીનની મુલાકાતે આવી હોય તેવો આ પ્રથમ પ્રસંગ હતો. તેમના પ્રથમ પ્રમુખ, રિચર્ડ એમ. નિક્સન અને વડાપ્રધાન માર્ગરેટ થેચર ચીનની મુલાકાતે ગયા હતા. આ મુલાકાતને બ્રિટન દ્વારા રાજદ્વારી પ્રયાસ તરીકે જોવામાં આવી હતી.

1996
નેલ્સન મંડેલાનું સ્વાગત

નેલ્સન મંડેલા અને રાણી એલિઝાબેથ દ્વિતીયની આ તસવીર બકિંગહામ પેલેસની છે. તેમની મુલાકાત દરમિયાન મંડેલાએ વેસ્ટમિન્સ્ટર હોલમાં સંસદને સંબોધન કર્યું હતું.
નેલ્સન મંડેલા અને રાણી એલિઝાબેથ દ્વિતીયની આ તસવીર બકિંગહામ પેલેસની છે. તેમની મુલાકાત દરમિયાન મંડેલાએ વેસ્ટમિન્સ્ટર હોલમાં સંસદને સંબોધન કર્યું હતું.

જુલાઈ 1996માં દક્ષિણ આફ્રિકાના પ્રમુખ નેલ્સન મંડેલા 4 દિવસની મુલાકાતે બ્રિટન આવ્યા હતા. મંડેલાની મુલાકાત દરમિયાન તેમની અને રાણીની વચ્ચે ગાઢ મિત્રતા બંધાઈ ગઈ હતી. રાણીએ મંડેલાને બકિંગહામ પેલેસમાં આમંત્રણ આપ્યું હતું. આ સિવાય બંને સેન્ટ્રલ લંડનમાં પણ ફરતા જોવા મળ્યા હતા.

1997
ડાયનાનું મોત

આ ફોટો 1997માં બકિંગહામ પેલેસ ખાતે વેલ્સની સ્વર્ગસ્થ પ્રિન્સેસ ડાયનાને શ્રદ્ધાંજલિ દરમિયાન લેવામાં આવ્યો હતો.
આ ફોટો 1997માં બકિંગહામ પેલેસ ખાતે વેલ્સની સ્વર્ગસ્થ પ્રિન્સેસ ડાયનાને શ્રદ્ધાંજલિ દરમિયાન લેવામાં આવ્યો હતો.

ડાયના 31 ઓગસ્ટ 1997 ના રોજ પેરિસમાં ડિનર માટે કારમાં નીકળ્યા હતા, ત્યારે તેમની કારનો અકસ્માત થયો હતો અને તેઓ મૃત્યુ પામ્યા. આ સમાચાર સાંભળીને ડાયનાને ચાહનારા લાખો લોકોને આઘાત લાગ્યો હતો. આ સમાચાર વિશે રાણી એલિઝાબેથની પ્રતિક્રિયા ઘણી પાછળથી આવી, જેના પછી શાહી પરિવારને ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.

2007
પ્રથમ ટીવી સંબોધનને 50 વર્ષ

2007માં રાણી એલિઝાબેથ IIએ ક્રિસમસ ડેનો સંદેશ રેકોર્ડ કર્યો, જે યુટ્યુૂબ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો.
2007માં રાણી એલિઝાબેથ IIએ ક્રિસમસ ડેનો સંદેશ રેકોર્ડ કર્યો, જે યુટ્યુૂબ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો.

વર્ષ 2007એ રાણી એલિઝાબેથ IIના પ્રથમ ટેલિવિઝન સંબોધનનાં 50 વર્ષ પૂરાં થયાં હતાં. આ દરમિયાન તેમણે એક ભાષણ આપ્યું હતું. ભાષણમાં તેમણે કહ્યું હતું કે- વૃદ્ધત્વની એક વિશેષતા એ છે કે તમે તમારી આસપાસ થઈ રહેલા ફેરફારોને જુઓ અને અનુભવો છો. 50 વર્ષ પહેલાં જે બન્યું હતું એને યાદ કરીને અત્યારસુધી જે ફેરફારો થયા છે એની પ્રશંસા કરી શકાય. તમે એ પણ જાણો છો કે શું બદલાયું નથી.

2012
લંડન ઓલિમ્પિક

રાણી એલિઝાબેથ સ્ટેડિયમમાં આવ્યા બાદ બ્રિટિશ ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું.
રાણી એલિઝાબેથ સ્ટેડિયમમાં આવ્યા બાદ બ્રિટિશ ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું.

2012 લંડન ઓલિમ્પિકના ઉદઘાટન સમારોહમાં રાણી એલિઝાબેથ IIએ લોકોને આશ્ચર્યચકિત કર્યા હતા. તે પ્રખ્યાત જાસૂસ જેમ્સ બોન્ડનું પાત્ર ભજવનાર અભિનેતા ડેનિયલ ક્રેગ સાથે સમારોહમાં પહોંચ્યાં હતાં. એક વીડિયોમાં બતાવવામાં આવ્યું હતું કે જેમ્સ બોન્ડ (ડેનિયલ ક્રેગ) બ્રિટનનાં રાણીને લેવા મહેલમાં ગયા. બંને ત્યાં હેલિકોપ્ટરમાં સાથે બેઠા અને સ્ટેડિયમ જવા રવાના થયા. હેલિકોપ્ટર હવામાં હતું ત્યારે રાણી અને જેમ્સ બોન્ડ પેરાશૂટ વડે હેલિકોપ્ટરમાંથી છલાંગ લગાવી હતી. અલબત્ત, આ માટે રાણીના બોડી ડબલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

2020
પ્રિન્સ હેરી અને મેગન માર્કલે શાહી પરિવારમાંથી અલગ થઈ ગયા​​​​​​​

બંનેએ 19 મે 2018ના રોજ વિન્ડસર, યુકેમાં સેન્ટ જ્યોર્જ ચેપલમાં લગ્ન કર્યા હતા. એક વર્ષ પછી મેગને મહેલને જેલ તરીકે વર્ણવતાં કહ્યું હતું કે તે ત્યાં ગૂંગળામણ અનુભવે છે.
બંનેએ 19 મે 2018ના રોજ વિન્ડસર, યુકેમાં સેન્ટ જ્યોર્જ ચેપલમાં લગ્ન કર્યા હતા. એક વર્ષ પછી મેગને મહેલને જેલ તરીકે વર્ણવતાં કહ્યું હતું કે તે ત્યાં ગૂંગળામણ અનુભવે છે.

બ્રિટનના રાજવી પરિવારના પ્રિન્સ હેરી અને મેઘન માર્કલે 2018માં લગ્ન કર્યા હતા. ઓક્ટોબર 2019માં એવું જાણવા મળ્યું કે શાહી પરિવાર અને આ બંને વચ્ચે બધું બરાબર નથી. આખરે મીડિયાની અટકળો સાચી પડી અને 9 જાન્યુઆરી 2020ના રોજ બંનેએ શાહી પરિવારથી અલગ થવાની જાહેરાત કરી. આ પછી જ દંપતીએ 'રોયલ હાઇનેસ'નું બિરુદ અને શાહી પરિવાર દ્વારા આપવામાં આવતી તમામ સુવિધાઓ છોડી દીધી હતી.

2021
પ્રિન્સ ફિલિપનું મોત

પ્રિન્સ ફિલિપ એલિઝાબેથને પ્રેમથી 'લિલિબેટ' કહેતા. પ્રિન્સના મૃત્યુ પછી રાણી એલિઝાબેથ દ્વિતીય લાંબા સમય સુધી સેન્ટ જ્યોર્જ ચેપલમાં એકલા રહ્યા હતા.
પ્રિન્સ ફિલિપ એલિઝાબેથને પ્રેમથી 'લિલિબેટ' કહેતા. પ્રિન્સના મૃત્યુ પછી રાણી એલિઝાબેથ દ્વિતીય લાંબા સમય સુધી સેન્ટ જ્યોર્જ ચેપલમાં એકલા રહ્યા હતા.

પ્રિન્સ ફિલિપનું 9 એપ્રિલ 2021ના રોજ નિધન થયું હતું. તેઓ 99 વર્ષના હતા. રાણી એલિઝાબેથ દ્વિતીય અને તેમના લગ્નને 73 વર્ષ પૂર્ણ થયાં હતાં. ઈંગ્લેન્ડમાં કોરોના વાઇરસને કારણે લોકડાઉન દરમિયાન તે લંડનના વિન્ડસર કેસલમાં રાણી સાથે રહેતા હતા.

અન્ય સમાચારો પણ છે...