• Gujarati News
  • International
  • Regardless Of The Age, The Liver Remains As Young As 3 Years Of Age, Provided That You Do Not Consume Harmful Substances Such As Alcohol.

રિસર્ચ:ઉંમર ગમે તેટલી હોય, લિવર 3 વર્ષની ઉંમર જેવું જવાન રહે છે, શરત માત્ર એ કે દારૂ જેવી હાનિકારક વસ્તુઓનું સેવન ન કરવું

બર્લિનએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 20થી 84 વર્ષની 50થી વધુ વ્યક્તિઓના કાર્બન ડેટિંગથી ખુલાસો થયો

એજન્સી| બર્લિન આપણી ઉંમર કોઇ પણ હોય, પરંતુ આપણું લિવર માત્ર 3 વર્ષની ઉંમર જેટલું જ જવાન રહે છે. જ્યારે અન્ય અંગોને ઉંમરની અસર થાય છે. મેથેમેટિકલ મોડલિંગ અને રેટ્રોસ્પેક્ટિવ રેડિયોકાર્બન વર્થ ડેટિંગ ટેક્નોલોજીના ઉપયોગથી આ તારણ મળ્યું છે. 20મી સદી દરમિયાન પરમાણુ પરીક્ષણ બાદ વાતાવરણમાં ફેલાયેલા કાર્બન આઇસોટોપના આધાર પર વિજ્ઞાનીઓને જાણવા મળ્યું કે આપણે ગમે તેટલા ઘરડા થઇએ છતાં લિવર પર ઉંમરની કોઇ અસર જોવા મળતી નથી. બસ શરત માત્ર એટલી છે કે ટોક્સિન (હાનિકારક પદાર્થ)નું સેવન ના કરવામાં આવે. દારૂ જેવા પદાર્થો શરીરનાં અંગો પર અસર કરે છે.

જર્મનીમાં ડ્રેસડન યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજીના એટોમિક લાઇફ સાયન્ટિસ્ટ ઓલાફ બર્ગમેન કહે છે કે, કોઇ ફરક નથી પડતો કે તમે 20 અથવા 84 વર્ષના છો, લિવર સરેરાશ રીતે ત્રણ વર્ષની ઉંમર જેટલું જ જવાન રહે છે. ટીમે 20થી 84 વર્ષની વયની 50થી વધુ વ્યક્તિઓના પોસ્ટમોર્ટમ અને બાયોપ્સીઓના નમૂનાનું વિશ્લેષણ કર્યું છે.

સંશોધકોને જાણવા મળ્યું કે, લિવરનો એક નાનો અંશ પણ 10 વર્ષ સુધી જીવિત રહી શકે છે. જ્યારે લિવરના કોષોની તુલના ડીએનએથી સમૃદ્વ કોષો સાથે કરી તો તેમાં અંતર જોવા મળ્યું હતું. બર્ગમેન કહે છે કે, વિશિષ્ટ કોષો વર્ષમાં લગભગ એક જ વાર બને છે.

વધતી ઉંમરની સાથે સેલની ક્ષમતમાં પણ વધારો થાય છે
જેમ જેમ આપણા શરીરનો વિકાસ થાય છે, તેમ તે કોષોને બીજી વાર બનાવવા તેમજ તેને સ્વસ્થ કરવા માટે સક્ષમ થાય છે. નવા અભ્યાસથી જાણવા મળે છે કે, આ લિવર કોષોમાં હેપેટોસાઇટ્સ પર લાગુ નથી થતું. પ્રાણીઓના અભ્યાસમાં વિપરીત પરિણામો જોવા મળ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...