તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહામારી:રશિયામાં રેકોર્ડ મૃત્યુ... પણ લોકો વેક્સિન નથી લઈ રહ્યા

મૉસ્કો / વૉશિંગ્ટન / પેરિસએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડેલ્ટાએ મુશ્કેલી વધારી, હોસ્પિટલો પરેશાન

રશિયામાં 24 કલાકમાં કોરોનાથી 680 લોકો મૃત્યુ પામી ગયા. રશિયામાં આ કોરોનાથી મૃત્યુનો એક દિવસનો સૌથી મોટો આંકડો છે. રશિયાના તંત્રએ કહ્યું કે ડેલ્ટા વેરિયન્ટને લીધે દર્દીઓ ઝડપથી વધી રહ્યાં છે. બીજી બાજુ મોટાભાગના લોકો કોરોના વેક્સિનેશન કરાવવા માગતા નથી.

રશિયામાં શુક્રવારે કોરોનાના 23218 કેસ આવ્યા હતા. ગત 10 દિવસથી અહીં દરરોજ 20 હજારથી વધુ દર્દી મળી રહ્યાં છે. અધિકારીઓનું કહેવું છે કે આ સ્થિતિ રહેશે તો હોસ્પિટલમાં બેડ ઓછા પડી શકે છે. સૌથી વધુ કેસ મૉસ્કોમાં મળ્યા છે. મૉસ્કોના ડેપ્યુટી મેયર એનાસતાસિયા રાકોવાએ કહ્યું કે આગળ મુશ્કેલી વધી જશે. મૉસ્કોની વસતી સવા કરોડ છે પણ ફક્ત 26 લાખ લોકોએ જ વેક્સિનનો એક ડૉઝ લીધો છે. મીડિયા અહેવાલ અનુસાર રશિયામાં વેક્સિનેશન અભિયાન મંદ ચાલી રહ્યું છે. રશિયાનમાં હાલ 3,95,120 સક્રિય દર્દીઓ છે. રશિયા દુનિયાનો પાંચમો સૌથી વધુ સંક્રમિત દેશ છે.

ફ્રાન્સ : દર ત્રીજો દર્દી ડેલ્ટા વેરિયન્ટને કારણે મળી રહ્યો છે
ફ્રાન્સમાં કોરોનાના ડેલ્ટા વેરિયન્ટ સંબંધિત ચેતવણી ઉચ્ચારાઈ છે. દેશમાં દર ત્રીજો નવો કોરોના દર્દી ડેલ્ટા વેરિયન્ટથી સંક્રમિત મળી રહ્યો છે. સ્વાસ્થ્યમંત્્રી ઓલિવિયર વેરને કહ્યું કે ડેલ્ટા વેરિયન્ટ ગરમીમાં ઝડપથી ફેલાઈ શકે છે. એટલા માટે લોકોએ સાવચેત થવાની જરૂર છે. તેમણે આદેશ આપ્યો કે સ્વાસ્થ્ય વિભાગ તેના તમામ કર્મચારીઓને ફરજિયાત વેક્સિન આપે. ફ્રાન્સમાં 42,814 સક્રિય કોરોના દર્દી છે.

અમેરિકા : પૂર્વ સૈનિકોમાં વેક્સિનેશનનો દર ઓછો
અમેરિકાએ 4 જુલાઈ સુધી 70% વયસ્કોને કોરોના વેક્સિનનો એક ડૉઝ આપવાનું લક્ષ્ય રાખ્યું હતું. આ લક્ષ્ય પૂરું થતું દેખાઈ રહ્યું નથી. પૂર્વ સૈનિકોમાં પણ વેક્સિનેશનનો દર ઓછો છે. પૂર્વ સૈનિકો બાબતોના સચિવ ડેનિસ મેકડોનોએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે પૂર્વ સૈનિકો વેક્સિન નહીં લે તો તેમની દેખરેખ કરનારા પણ ખતરામાં પડી જશે. કોરોનાથી અત્યાર સુધી 12,500 પૂર્વ સૈનિકો મૃત્યુ પામી ચૂક્યા છે.

ઓસ્ટ્રેલિયા : કોરોના શૂન્યની નીતિ ડેલ્ટા સામે નિષ્ફળ
ઓસ્ટ્રેલિયાએ મહામારીનો મુકાબલો કરવા કોરોના શૂન્યની નીતિ અપનાવી હતી પણ તે નિષ્ફળ થતી દેખાઈ રહી છે. દેશમાં દરરોજ 40થી વધુ નવા દર્દી મળવા લાગ્યા છે. અધિકારીઓ કહે છે કે ડેલ્ટા વેરિયન્ટને લીધે કોરોનાને અટકાવવો મુશ્કેલ થતું જઈ રહ્યું છે. આ સ્થિતિમાં લોકો પાર્ટી કરી રહ્યા છે. સિડનીમાં આવી પાર્ટીઓને કારણે જ લોકો સંક્રમિત થયા છે. તંત્રએ આંતરરાજ્ય સરહદો બંધ કરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...