ચીનને પછાડ્યું:US દ્વારા ચાલુ વર્ષે રેકોર્ડબ્રેક 82 હજાર ભારતીય સ્ટુડન્ટ્સને વિઝા

નવી દિલ્હી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભારતે અત્યાર સુધી પહેલા નંબરે રહેલા ચીનને પછાડ્યું
  • યુએના કુલ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સમાં ભારતીયોનું પ્રમાણ 20% થયું

અમેરિકાએ ચાલુ વર્ષે અત્યાર સુધીમાં સૌથી વધુ 82 હજાર ભારતીયોને સ્ટુડન્ટ વિઝા આપ્યા હોવાનું અને આ આંકડો અન્ય કોઇ દેશોના નાગરિકોને અપાયેલા સ્ટુડન્ટ વિઝાથી પણ વધારે હોવાનું ભારત ખાતેના અમેરિકી દૂતાવાસે જણાવ્યું છે. અમેરિકાના સ્ટુડન્ટ વિઝા મેળવવામાં અત્યાર સુધી ચીન પહેલા નંબરે હતું પણ હવે ભારતે તેને પાછળ છોડી દીધું છે.

અમેરિકી દૂતાવાસે નિવેદન જારી કરીને જણાવ્યું કે ભારતીય સ્ટુડન્ટ્સને વિઝા આપવાની દિલ્હી, ચેન્નઇ, હૈદરાબાદ, કોલકાતા અને મુંબઇના અમેરિકી દૂતાવાસોની પ્રાથમિકતા રહી. ભારતીય સ્ટુડન્ટ્સ અમેરિકામાં કુલ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સના 20% છે. ગત વર્ષે Open Doorsના એક રિપોર્ટમાં જણાવાયું હતું કે એકેડેમિક યર 2020-21 દરમિયાન ભારતથી અમેરિકા ગયેલા સ્ટુડન્ટ્સની સંખ્યા 1,67,582 હતી.

ભારત ખાતેનાં સૌથી વરિષ્ઠ અમેરિકી ડિપ્લોમેટ પેટ્રિશિયા લસિનાએ કહ્યું કે અમે આ વર્ષે ઉનાળામાં જ 82 હજાર ભારતીય સ્ટુડન્ટ્સને વિઝા આપ્યા છે. અગાઉ ક્યારેય આટલી મોટી સંખ્યામાં ભારતીય સ્ટુડન્ટ્સને અમેરિકાના વિઝા નથી અપાયા. આ દર્શાવે છે કે આજે પણ મોટા ભાગના ભારતીય પરિવારો માટે ઉચ્ચ શિક્ષણ મામલે અમેરિકા નંબર વન દેશ છે.

આ બાબતો ભારતીય સ્ટુડન્ટ્સનું મહત્ત્વપૂર્ણ યોગદાન પણ હાઇલાઇટ કરે છે. એવું યોગદાન કે જે બંને દેશ માટે ફાયદાકારક છે, કેમ કે આ સ્ટુડન્ટ્સ તેમના અમેરિકી ક્લાસમેટ્સ સાથે જીવનભરના સંબંધો બનાવે છે. તેનાથી ઇન્ટરનેશનલ પાર્ટનરશિપ જાળવી રાખવામાં અને તેને બહેતર બનાવવામાં મદદ મળે છે.’

અન્ય સમાચારો પણ છે...