હિજાબ વિરુદ્ધ ઉગ્ર દેખાવો:યુવાઓનો બળવો, મૌલવીઓની આંખે પાટા

તહેરાન12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવાઓ મોરલ પોલિસિંગથી બચવા સિક્રેટ મેસેજ ચલાવી રહ્યા છે

ઈરાનમાં હિજાબ વિરુદ્ધ મહિલાઓના દેખાવો બુધવારે પણ યથાવત્ રહ્યા. સરકારની મોરલ પોલિસિંગ વિરુદ્ધ યુવાઓએ ગરશાદ નામની એક મોબાઈલ એપ બનાવી. 5 દિવસમાં 10 લાખ વખત તે ડાઉનલોડ પણ થઈ. યુવાઓ તેના માધ્યમથી સિક્રેટ મેસેજ ચલાવી રહ્યા છે.

તેમાં કહેવાઈ રહ્યું છે કે અગાઉ હિજાબને ફરજિયાત કરવા વિરુદ્ધના આંદોલનથી અલગ આ વખતે યુવાઓએ બળવો પોકાર્યો છે. વરિષ્ઠ મૌલવીઓને આ વાત નહીં સમજાય. તે આંખે પાટા બાંધી બેઠા છે. આ મેસેજમાં કહેવાઈ રહ્યું છે કે સરકાર આ મૌલવીઓના જોરે વધારે દિવસ સુધી શાસન નહીં ચલાવી શકે.

ઈરાનના મૌલવી ધાર્મિક શિક્ષણ સિવાય ભણેલા-ગણેલા નથી હોતા. તે મહિલાઓને અધિકારો આપવા વિરુદ્ધ છે. સરકાર વિરુદ્ધ ઊભા થવાનો આ ખરો સમય છે. ઈરાનના સર્વોચ્ચ ધર્મગુરુ આયતુલ્લાહ ખામેનાઈએ બુધવારે એક સભાને સંબોધી પણ તેમણે હિજાબવિરોધી દેખાવો અંગે કોઈ ઉલ્લેખ ન કર્યો.

ઈરાનમાં મહિલાઓ માર્ગો પર ઉતરી, હિજાબ બાળ્યા, વાળ પણ કાપી રહી છે
તહેરાન | ઈરાનમાં હિજાબ ન પહેરવા બદલ પોલીસ કસ્ટડીમાં લેવાયેલી 22 વર્ષીય મહિલા માહસા અમીનીના મૃત્યુ બાદ આખા દેશમાં ‘એન્ટિ હિજાબ’ આંદોલન શરૂ થઈ ગયું છે. વિરોધમાં મહિલાઓ માર્ગો પર ઉતરી હિજાબ બાળી રહી છે અને તેમના વાળ પણ કાપી રહી છે. દુનિયામાં ઈરાન અને અફઘાનિસ્તાન બે જ એવા દેશ છે જ્યાં હિજાબ ફરજિયાત છે.

શિક્ષિત મહિલાઓ પરેશાન, નોકરી મળતી નથી, ઈરાન છોડી રહી છે
સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટ મુજબ ઈરાનના લગભગ 21 હજાર લોકો દર વર્ષે બીજા દેશોમાં આશ્રય માટે અરજી કરે છે. તે બધામાંથી 15 હજાર મહિલાઓની અરજી હોય છે.કેમ કે ઈરાનની યુનિવર્સિટીમાં 50 ટકા મહિલાઓનું એનરોલમેન્ટ પણ વર્કફોર્સમાં તેમની ભાગીદારી માત્ર 17 ટકા છે.

નુસખા: હિજાબ ન પહેરે તો 35 હજાર રૂ.નો દંડ

  • ઓગસ્ટ 2022થી જ હિજાબ ન પહેરવા પર લગભગ 35 હજાર રૂ.નો દંડ પણ લાગુ કર્યો. તે 74 કોરડા અને 10 વર્ષની જેલની સજાથી અલગ છે.
  • જાહેર સ્થળોએ હિજાબ તપાસ માટે ગશ્ત-એ-ઈરશાદ(મોરલ પોલીસ) પણ રહે છે.તેમાં મહિલાઓ સામેલ હોય છે. આ મહિલાઓને બસઈઝ કહેવાય છે.
  • વર્કિંગ મહિલાઓ હિજાબ પહેરે તેની જવાબદારી સંબંધિત ઓફિસની રહે છે. ગત બે વર્ષમાં 855 ઓફિસો બંધ કરી દેવામાં આવી હતી.
  • ઈરાનની સરકારે સરકારી ડેટાબેજમાં વિરોધીઓની વિગત એકઠી કરી છે. 5 વર્ષમાં વિરોધીઓ પર ખોટા કેસ નોંધી પરેશાન કરવાના 72 હજાર કેસ બન્યા.
  • અભ્યાસ માટે વિદેશ જવા સરળતાથી પાસપોર્ટ જારી નથી કરાતા. સરકારને આશંકા રહે છે કે યુવાઓ વિદેશોમાં વસીને ઈરાનની છબિને નુકસાન પહોંચાડશે.

સંકલ્પ: હું દ્વિતીય દરજ્જાનું જીવન ન જીવી શકું, હિજાબ ઉતારી ફેંક્યો
હિજાબ પહેરવાથી મને લાગતું હતું કે હું દ્વિતીય દરજ્જાનું જીવન જીવી રહી છું. હું ખુદને કહેતી હતી કે હું આમ કરી શકું છું. મને ખુદમાં એક તાકાતનો અહેસાસ થઈ રહ્યો હતો. મેં હિજાબ ફેંકી દીધો. > અજમ જંગરાવી, 3 વર્ષની સજા થઇ, હવે બ્રિટનમાં

આઝાદી: હિજાબ એક બંધન હતું, હવે મેં ખુદને ફરીથી પ્રાપ્ત કરી
હું ઘરેથી નીકળું તો હિજાબ પહેરવો પડતો હતો. છોકરીઓને હિજાબના બંધનમાં જોઇ અફસોસ થતો હતો. મેં હિજાબ હટાવી પોતાની જાતને મેળવી. હવે ઈરાનમાં મહિલાઓ પીછેહઠ નહીં કરે. > મસીહ અલીનેજાદ, વિન્ડ ઈન માય એરના લેખિકા

અન્ય સમાચારો પણ છે...