તાલિબાનોની દહેશત:તાલિબાનની ક્રૂરતા; આત્મસમર્પણ કરી ચૂકેલા કમાન્ડરના હાથ-પગ બાંધ્યા અને ગોળીઓ વરસાવી મારી નાખ્યાં, મૃત્યુ પછી પણ શરીર પર ફાયરિંગ કરતા રહ્યા

નવી દિલ્હી2 વર્ષ પહેલા
  • અમરુલ્લાહ સાલેહ સાથે સંકળાયેલ તમામ ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ

અફઘાનિસ્તાન પર કબજો મેળવ્યા બાદ દરરોજ તાલિબાનનો ક્રૂર ચહેરો સામે આવી રહ્યો છે. તાજેતરમાં બદગીસ પ્રાંતમાં તાલિબાને બદગીસ પોલીસ વડા હાજી મુલ્લા પર ગોળીબાર કર્યો હતો. હાજી મુલ્લાએ થોડા દિવસો પહેલા તાલિબાન સામે આત્મસમર્પણ કર્યુ હતું.

આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે. તાલિબાને હાજી મુલ્લાના બંને હાથ બાંધીને તેને સૂમસામ સ્થળે ઘૂંટણિયે બેસાડી દીધા છે. તેમના હાથ પણ બંધાયેલા છે. તાલિબાન સ્થાનિક ભાષામાં કંઈક બોલી રહ્યા છે. થોડા સમય પછી હાજી મુલ્લા પર ફાયરિંગ કરવામાં આવે છે.

4 કમાન્ડરે કંદહારના એક સ્ટેડિયમમાં ભીડ વચ્ચે મોતને ઘાટ ઉતાર્યા
આ અગાઉ બુધવારે એક તસવીર સામે આવી હતી જેમાં કંદહારના એક સ્ટેડિયમમાં ભીડની સામે તાલિબાને અફઘાન સેનાના ચાર કમાન્ડરોને મારી નાખ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર કમાન્ડરોએ 13 ઓગસ્ટે તાલિબાન સામે આત્મ સમર્પણ કર્યુ હતું.

તાલિબાની લડાકુઓએ નખ ઉખાડી દેનારા અફઘાની કમાન્ડરને પણ મારી નાખ્યાં
તાલિબાન સમર્થકોએ કંદહારમાં શાહ વાલી કોટના પોલીસ વડા પાચા ખાનની પણ હત્યા કરી હતી. તાલિબાન સમર્થકોએ જણાવ્યું હતું કે પાચા ખાન એક ભયંકર કમાન્ડર હતો જેમણે તાલિબાન લડવૈયાઓના નખ ઉખાડી દેતા હતા. તાલિબાને માફીની જાહેરાત કરતા પહેલા તેમને મારી નાખ્યા છે.

અપડેટ્સ

  • તાલિબાનના કબ્જા પછી અમેરિકા અફઘાનિસ્તાન સાથે હથિયારોની ડિલ નહી કરે. અમેરિકાના રાષ્ટ્રપતિએ દરેક પ્રકારની ડિલ્સને રદ કરી દીધી છે.
  • અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં પોતાને કાર્યકારી રાષ્ટ્રપતિ ઘોષિત કરનારા અમરુલ્લા સાલેહ સાથે જોડાયેલા ટ્વિટર એકાઉન્ટસને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાલેહ સતત તાલિબાન વિરોધી ટ્વિટ કરી રહ્યા હતાં.
  • પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝાઈ, અબ્દુલ્લા અને અન્ય નેતાઓએ ગુરુવારે કાબુલમાં પાકિસ્તાની રાજદૂત મન્સૂર અહમદ ખાન સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં નવી સરકાર પર ચર્ચા કરવામાં આવી હતી.

સ્વતંત્રતા દિવસના દિવસે લોકોએ રાષ્ટ્ર ધ્વજ લહેરાયો, તાલિબાને 2 લોકોને મોતને ઘાટ ઉતાર્યા
તાલિબાને 15 ઓગસ્ટનાં રોજ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં પોતાનો ઝંડો લગાવ્યો છે. તાલિબાની શાસનના ઠીક પાંચમા દિવસે એટલે કે 19 ઓગસ્ટે અફઘાનિસ્તાન પોતાની આઝાદીની ઉજવણી કરી રહ્યું છે. તાલિબાની શાસન વિરૂદ્ધ આઝાદીના દિવસે અનેક વિસ્તારોમાં લોકો તાલિબાન વિરૂદ્ધ પ્રદર્શનમાં અફઘાનિસ્તાનનો ઝંડો લહેરાવી રહ્યાં છે.

પાકિસ્તાનની બોર્ડર નજીક આવેલા કુનાર પ્રાંતની રાજધાની અસાદાબાદમાં સ્વતંત્રતા દિવસનાં ઉપક્રમે કાઢવામાં આવેલી રેલીમાં લોકો અફઘાની ઝંડો લહેરાવી રહ્યાં હતા. જેના પર તાલિબાનોએ ફાયરિંગ કર્યું હતું, જેનાથી ભાગદોડ જોવા મળી હતી. હિંસામાં બે લોકોના મોત થયા હતા. રાજધાની કાબુલના પશ્તૂનિસ્તાન ચોકમાં તાલિબાન વિરોધીઓએ અફઘાનિસ્તાનનો રાષ્ટ્રીય ઝંડો ફરકાવ્યો છે.

જલાલાબાદમાં પણ બુધવારે રાષ્ટ્રીય ઝંડાની સાથે પ્રદર્શન કરી રહેલા લોકો પર તાલિબાને ફાયરિંગ કર્યું હતું. જેમાં ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. અહીં પત્રકારોને પણ મારવામાં આવ્યા હતા. આ વચ્ચે તાલિબાને કહ્યું કે અફઘાનિસ્તાનનો ઝંડો હવે નવી બનનારી તાલિબાની સરકાર નક્કી કરશે.

તાલિબાનને પાકિસ્તાનનું ખુલ્લું સમર્થન, વિદેશ મંત્રી કુરૈશીએ કહ્યું- તાલિબાન વિરૂદ્ધ પ્રોપેગેન્ડા ચલાવવામાં આવ્યું
તાલિબાનની ક્રૂરતાની તસવીર આખી દુનિયા જોઈ રહી છે, પરંતુ પાકિસ્તાન તેનું ખુલ્લું સમર્થન કરી રહ્યું છે. પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં અશરફ ગનીની સરકારે તાલિબાન વિરુદ્ધ જે પ્રોપગેન્ડા ચલાવ્યો હતો એ ખોટો સાબિત થયો છે. કુરૈશીનું કહેવું છે કે તાલિબાને તો તમામને માફ કરવાની જાહેરાત કરી છે અને તેઓ છોકરીઓનો અભ્યાસ પણ નથી રોકી રહ્યા. તાલિબાને અત્યારસુધીમાં જે શાંતિપૂર્વકના પગલાં લીધાં છે એનું સ્વાગત કરીએ છીએ.

પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં અશરફ ગનીની સરકારે તાલિબાન વિરુદ્ધ જે પ્રોપગેન્ડા ચલાવ્યો હતો એ ખોટો સાબિત થયો
પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં અશરફ ગનીની સરકારે તાલિબાન વિરુદ્ધ જે પ્રોપગેન્ડા ચલાવ્યો હતો એ ખોટો સાબિત થયો

પાકિસ્તાનને અડીને આવેલા વિસ્તારમાં તાલિબાનીઓનું ફાયરિંગ, અનેકનાં મોત
અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન વચ્ચે ઘણા વિસ્તારોમાં તાલિબાનનો વિરોધ પણ થઈ રહ્યો છે, પરંતુ આવા લોકોને ગોળીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હાલની ઘટના પાકિસ્તાનને અડીને આવેલા અફઘાનિસ્તાન પ્રાંત કુનારની રાજધાની અસાદાબાદની છે. અફઘાનિસ્તાનના સ્વતંત્રતા દિવસ નિમિત્તે અહીં નીકળવામાં આવી રહેલી રેલીમાં લોકો અફઘાનનો ધ્વજ લહેરાવી રહ્યા હતા. તાલિબાનોએ તેમના પર ગોળીબાર કર્યો હતો, જેના કારણે નાસભાગ મચી ગઈ. આ હિંસામાં ઘણા લોકોનાં મોત થયાં છે.

જોકે એ સ્પષ્ટ થયું નથી કે માર્યા ગયેલા લોકોને ગોળી વાગી હતી કે નાસભાગનો શિકાર થયા હતા. દરમિયાન તાલિબાને કહ્યું છે કે અફઘાનિસ્તાનનો ઝંડો હવે નવી બનેલી તાલિબાન સરકાર નક્કી કરશે.

કાબુલના ગુરુદ્વારા પહોંચ્યા તાલિબાની નેતા
અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા વચ્ચે કાબુલના ગુરુદ્વારાનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો દિલ્હી શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટીના પ્રમુખ મનજિંદર સિંહ સિરસાએ શેર કર્યો છે. તેમાં જોવા મળે છે કે તાલિબાન નેતાઓ કાબુલના ગુરુદ્વારા સાહિબ પહોંચ્યા છે. આ વીડિયો બાબતે મનજિંદર સિંહ સિરસા કહે છે કે તાલિબાનોએ કાબુલના ગુરુદ્વારામાં આશરો લીધેલા હિન્દુઓ અને શીખોને મળીને તેમને સુરક્ષાની ખાતરી આપી છે.

સિરસાનું એવું પણ કહેવું છે કે અફઘાનિસ્તાનમાં જે ભારતીય પરિવાર ફસાયા છે તે બાબતે વડાપ્રધાન કાર્યાલય સાથે વાત કરી છે. ત્યાંથી જાણવા મળ્યું છે કે અફઘાનિસ્તાનમાં ફસાયેલા લોકો માટે શરૂ કરવામાં આવેલી નવી યોજના હેઠળ તમામ વિઝા મંજૂર કરવામાં આવ્યા છે. સિરસાનું કહેવું છે કે તેમણે કાબુલમાં ગુરુદ્વારા સમિતિના પ્રમુખ ગુરનામ સિંહ સાથે પણ વાત કરી છે. તેમણે કહ્યું હતું કે વિદેશ મંત્રાલયના લોકો તેમના સંપર્કમાં છે અને દરેકના વિઝા પણ મંજૂર કરવામાં આવ્યા છે. હવે કાબુલ છોડવાની રાહ જોવાઇ રહી છે. આ દરમિયાન આજે 6 લોકોને ગુરુદ્વારાથી એરપોર્ટ પર પણ લઈ જવામાં આવી રહ્યા છે.

અમરુલ્લાહ સાલેહે કહ્યું- અફઘાનિસ્તાન એટલું નાનું નથી કે પાકિસ્તાન એને ગળી જાય
તાલિબાન શાસન વચ્ચે અફઘાનિસ્તાનના કાર્યકારી રાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહે પણ તાલિબાન અને પાકિસ્તાન પર નિશાન સાધ્યું છે. તેમણે સોશિયલ મીડિયા દ્વારા કહ્યું હતું- 'તમામ દેશોએ કાનૂની ધોરણોનું સન્માન કરવું જોઈએ, હિંસાનું નહીં, અફઘાનિસ્તાન એટલું મોટું છે કે પાકિસ્તાન એને ગળી શકે તેમ નથી કે તાલિબાન તેના પર શાસન કરી શકે તેમ નથી. અમાનવીયતા અને આતંકવાદીઓ સામે શરણે થવાના પ્રકરણને તમારા ઇતિહાસમાં ઉમેરવા ન દો.

સાલેહે એમ પણ કહ્યું હતું કે તેઓ રાષ્ટ્રધ્વજ ફરકાવનારા અને દેશના સન્માન માટે આગળ આવનારાઓને સલામ કરે છે. સાલેહનું આ નિવેદન જલાલાબાદની ઘટના બાદ આવ્યું છે, કારણ કે ગુરુવારે જલાલાબાદ સહિત કેટલાક વિસ્તારોમાંથી અફઘાન ધ્વજ લહેરાવતી તસવીરો સામે આવી હતી.

અફઘાનિસ્તાન પર કબજો કર્યા પછી તાલિબાન ભલે દાવો કરી રહ્યા છે કે આ વખતે તેમનું શાસન પહેલાં જેવું રહેશે નહીં, પરંતુ વાસ્તવિકતા સામે આવી રહી છે. ત્રણ દિવસ પહેલાં કાબુલ કબજે કર્યા બાદ તાલિબાને કહ્યું હતું કે જેઓ અફઘાનિસ્તાન છોડવા માગે છે તેમને રોકવામાં આવશે નહીં, પરંતુ હવે તેમણે કાબુલ એરપોર્ટને ઘેરી લીધું છે અને લોકોને એરપોર્ટ સુધી પહોંચતાં પહેલાં જ અટકાવવામાં આવી રહ્યા છે. માત્ર વિદેશીઓને બહાર જવાની મંજૂરી આપવામાં આવી રહી છે.

અફઘાનિસ્તાનમાં સત્તા સંભાળી રહેલા તાલિબાનોએ પોતાનો ઈરાદો વ્યક્ત કર્યો છે. તાલિબાન નેતા વહીદુલ્લાહ હાશિમીએ કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં કોઈ લોકશાહી વ્યવસ્થા રહેશે નહીં, કારણ કે અહીં એનું કોઈ અસ્તિત્વ જ નથી. હાશિમીએ સમાચાર એજન્સી રોઇટર્સને કહ્યું હતું કે તાલિબાને એ જતાવવાની કોઈ જરૂર નથી કે અફઘાનિસ્તાનની સરકાર કેવી હશે, કારણ કે એ એકદમ સ્પષ્ટ છે કે અહીં શરિયા કાયદો જ ચાલશે.

અફઘાનિસ્તાન પર કબજો કર્યા પછી તાલિબાન દાવો કરી રહ્યું છે કે તે ક્રૂરતા બતાવશે નહીં, પરંતુ તેની વાસ્તવિકતા સામે આવી રહી છે. એમાં એવી તસવીરો સામે આવી રહી છે કે તાલિબાનના આતંકવાદીઓ અફઘાનિસ્તાન છોડવા કાબુલ એરપોર્ટ પહોંચેલા લોકો પર ચાબુક અને તીક્ષ્ણ હથિયારો વડે હુમલા કરી રહ્યા છે. હવે લોકોને એરપોર્ટની અંદર જવા દેવામાં આવતા નથી. સામાન્ય અફઘાની લોકો માત્ર એરપોર્ટ ગેટ સુધી પહોંચી શકે છે. દરમિયાન કાબુલ એરપોર્ટ પર ગુરુવારે રાત્રે ફરી ફાયરિંગ થયું. જોકે એવું કહેવામાં આવી રહ્યું છે અમેરિકન સૈનિકો દ્વારા ભીડને કાબૂમાં રાખવા ચેતવણી રૂપે ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

અફઘાનિસ્તાન છોડવા માટે કાબુલ એરપોર્ટ પર લોકોની ભારે ભીડ
કાબુલ એરપોર્ટ પર અરાજકતાનું વાતાવરણ છે. અમેરિકા તેના લોકોને એરલિફ્ટ કરવામાં વ્યસ્ત છે. જ્યારે અફઘાનિસ્તાનથી હજારો લોકો પણ ત્યાંથી બહાર નીકળવા માટે કાબુલ એરપોર્ટ પહોંચી રહ્યા છે, પરંતુ તાલિબાન તેમને ગેટ પર જ રોકી રહ્યું છે. એવા અહેવાલો પણ છે કે કેટલીક મહિલાઓ પોતાનાં બાળકોને કાંટાળા તારની દીવાલ ઉપર એરપોર્ટની તરફ ઉતારી રહી છે, જેથી બીજી બાજુ અમેરિકન સૈનિકો તેમને લઈ શકે અને તેઓ એરપોર્ટની અંદર પહોંચી જાય. જ્યારે અમેરિકાનું કહેવું છે કે અફઘાનિસ્તાનમાંથી અત્યારસુધીમાં 9 હજાર લોકોને સલામત બહાર કાઢવામાં આવ્યા છે.

કંદહાર એરપોર્ટ પર અફઘાની સેનાના 4 કમાન્ડરની જાહેરમાં હત્યા
તાલિબાને અફઘાન સેનાના 4 કમાન્ડરને કંદહારના એક સ્ટેડિયમમાં ભીડની સામે જાહેરમાં મોતને ઘાટ ઉતાર્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટના 15 ઓગસ્ટના રોજ બની હતી. 13 ઓગસ્ટના રોજ આ કમાન્ડરોએ તાલિબાન સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું.

તાલિબાને પોતાના લડવૈયાઓના નખ ઉખેડી નાખનાર એક પોલીસ અધિકારીની પણ હત્યા કરી
તાલિબાન સમર્થકોએ કંદહારના શાહ વાલી કોટના પોલીસવડા પાચા ખાનની પણ હત્યા કરી છે. તાલિબાન સમર્થકોએ કહ્યું હતું કે પાચા ખાન એક ભયાનક કમાન્ડર હતો, જે તાલિબાન લડવૈયાઓના નખ પણ ઉખેડી નાખતો હતો. માફીની જાહેરાત કરતાં પહેલાં તાલિબાને તેની હત્યા કરી હતી.

કાબુલનો આ ફોટો મંગળવારનો છે. એમાં તાલિબાનોની હિંસામાં શિકાર થયેલા એક બાળકને લઈને જઈ રહેલા લોકો નજરે પડે છે.
કાબુલનો આ ફોટો મંગળવારનો છે. એમાં તાલિબાનોની હિંસામાં શિકાર થયેલા એક બાળકને લઈને જઈ રહેલા લોકો નજરે પડે છે.

તાલિબાને ભારત સાથેના વેપાર પર પ્રતિબંધ લગાવ્યો
અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ તાલિબાને ભારતમાંથી તમામ આયાત અને નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો છે. ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન (FIEO)ના ડિરેક્ટર જનરલ ડો.અજય સહાયના જણાવ્યા અનુસાર, તાલિબાને હાલમાં પાકિસ્તાનના પરિવહન માર્ગો પરથી તમામ કાર્ગો અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે. ડો.સહાયે જણાવ્યું હતું કે ભારત અફઘાનિસ્તાનને ખાંડ, ફાર્માસ્યુટિકલ્સ, ચા, કોફી, મસાલા અને ટ્રાન્સમિશન ટાવર્સનું એક્સપોર્ટ કરે છે. જ્યારે ડ્રાય ફ્રૂટ્સ અને ડુંગળી જેવી વસ્તુઓ અફઘાનિસ્તાનથી આયાત કરવામાં આવે છે. જોકે તેમને એવી આશા હતી વ્યાવસાયિક પ્રવૃત્તિઓ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે, કારણ કે તે બંને દેશો માટે જરૂરી અને ફાયદાકારક છે.

ભાગેડુ રાષ્ટ્રપતિ અશરફ ગની અને તેના પરિવારને UAEએ આશરો આપ્યો
સંયુક્ત આરબ અમીરાત (UAE)એ માનવીય આધાર પર અશરફ ગની અને તેના પરિવારને આશ્રય આપ્યો છે. યુએઈના વિદેશ મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરી છે. અહીં એક મોટી ઘટનામાં તાજિકિસ્તાનમાં અફઘાન દૂતાવાસે ઈન્ટરપોલ મારફત ભાગેડુ રાષ્ટ્રપતિ અશરફ ગની, હમદુલ્લા મોહિબ અને ફઝલુલ્લાહ મહમૂદ ફાઝલીની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...