પહેલા કોરોના વાઈરસ અને હવે યુદ્ધ. જે રીતે મહામારીએ જીવન-જરૂરિયાતની ચીજવસ્તુઓની અછત પેદા કરી હતી, એ જ રીતે યુક્રેન પર રશિયાના હુમલાએ પણ મહત્ત્વની ખાદ્ય ચીજ-વસ્તુઓના પૂરવઠા પર અસર કરી છે. દુનિયાભરના સુપરમર્કેટ્સમાં ખાદ્યતેલો જેવી વસ્તુઓના ભાવ વધી ગયા છે. યુદધથી પહેલા યુક્રેન દુનિયામાં સનફ્લાવર ઓઈલનો સૌથી મોટો નિકાસકાર દેશ હતો. યુદ્ધના કારણે પાક પર અસર થઈ છે અને અનેક દેશો પાસે મર્યાદિત સ્ટોક છે. પૂર્વ આફ્રીકામાં ખાદ્ય સંકટ ગંભીર થઈ રહ્યું છે. ઈન્ડોનેશિયાએ તેલની નિકાસ પર પ્રતિબંધ મુકી દેધો છે. કેટલાક દેશો, ખાસ કરીને બ્રિટને સુપરમાર્કેટ્સમાં ખાદ્ય તેલનું વેચાણ મર્યાદિત કરી નાખ્યું છે.
ફૂડ, ડ્રિન્ક ફેડરેશનના મુખ્ય અધિકારી કેટ હેલીવેલ કહે છે, કોવિડ-19થી સપ્લાય ચેઈન પહેલા જ તુટી ગઈ હતી. યુક્રેનમાં યુદ્ધને કારણે સનફ્લાવર તેલ સહિત અનેક વસ્તુઓની અછત સર્જાઈ છે. જેના કારણે ભાવ વધ્યા છે. બ્રિટિશ રિટેલ કન્સોર્ટિયમના પ્રવક્તા ટોમ હોલ્ડરે કહ્યું કે, યુદ્ધને લીધે પૂરવઠામાં અવરોધ પેદા થતાં રિટેલહ્સે ગ્રાહકોને સપ્લાય મર્યાદિત કરી નાખ્યો છે. સ્પેન, ગ્રીસ, તુર્કી, બેલ્જિયમ સહિત અનેક દેશોમાં સુપરમાર્કેટ્સ ચેઈને ખાદ્ય તેલના વેચાણ પર અંકુશ મૂકી દીધો છે. મુખ્ય બ્રિટિશ ચેન ટેસ્કોના સ્ટોરમાં પોસ્ટર મુકાયું છે કે, ગ્રાહક ત્રણ બોટલ ખાદ્ય તેલ ખરીદી શકે છે, જેથી દરેકની જરૂરિયાત પૂરી થઈ શકે.
બ્રિટન પોતાની જરૂરિયાતના 83 ટકા સનફ્લાવર ઓઈલ યુક્રેનમાંથી આયાત કરે છે. બ્રિટિશ કંપની કેન્ટરના અનુસાર બ્રિટનમાં સનફ્લાવર ઓઈલ અને વનસ્પતિ તેલના ભાવમાં ક્રમશ: 27 અને 40 ટકાનો વધારો થયોચે. રશિયા પરના પ્રતિબંધોને કારણે વૈશ્વિક બજારોમાંથી 25 ટકા સનફ્લાવર ઓઈલ ગાયબ થઈ ગયું છે.
સનફ્લાવર તેલનો 75 ટકા સપ્લાય પ્રભાવિત
યુક્રેન અને રશિયા દુનિયાને સનફ્લાવર ઓઈલના 75 ટકા સપ્લાય કરે છે. વિશ્વ વ્યાપાર સંગઠનનું કહેવું છે કે, ખેતરોમાં ઉત્પાદન પ્રભાવિત થયું છે. વસ્તુઓના ભાવ ઝડપથી વધ્યા છે. કંટલીક કંપનીઓએ ખાદ્ય ચીજ-વસ્તુઓમાં સનફ્લાવર ઓઈલના બદલે પામોલિન કે સોયાબિન ઓઈલ વેચવાનું શરૂ કર્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.