હવે મંદિરના બારણાં ઉઘાડો મોરી મા...:1971ના યુદ્ધમાં પાકિસ્તાને નષ્ટ કરેલું ઢાકાનું કાલી મંદિર 50 વર્ષે ખુલ્યું; રાષ્ટ્રપતિ કોવિંદે લોકાર્પણ કર્યું

ઢાકાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બાંગ્લાદેશની સ્વતંત્રતાનાં 50 વર્ષ પૂરાં થયાં એ નિમિત્તે  આ મંદિરનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. - Divya Bhaskar
બાંગ્લાદેશની સ્વતંત્રતાનાં 50 વર્ષ પૂરાં થયાં એ નિમિત્તે આ મંદિરનું ઉદઘાટન કરવામાં આવ્યું છે.
  • વર્ષ 1971માં પાકિસ્તાનની સેનાએ બાંગ્લા સ્વતંત્રતા આંદોલનને દબાવવા ઓપરેશન સર્ચલાઈટ ચલાવેલું

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શુક્રવારે ઢાકામાં ઐતિહાસિક શ્રી રમના કાલી મંદિરનું ઉદઘાટન કર્યું છે. 50 વર્ષ અગાઉ વર્ષ 1971ના યુદ્ધમાં પાકિસ્તાની સેનાએ આ મંદિરનો નાશ કરી નાખ્યો હતો અને મંદિરમાં રહેલા લોકોની હત્યા કરી નાખી હતી. આ મંદિરને ફરી વખત બનાવવામાં આવ્યું છે.

રાષ્ટ્રપતિએ આ મંદિરને ભારત અને બાંગ્લાદેશના લોકો વચ્ચે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક જોડાણનું પ્રતીક માનવામાં આવે છે. બાંગ્લાદેશની સ્વતંત્રતાનાં 50 વર્ષ પૂરાં થયાં એ નિમિત્તે રાષ્ટ્રપતિ કોવિંદ બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ એમ. અબ્દુલ હામિદના આમંત્રણને માન આપી બાંગ્લાદેશ પહોંચ્યા હતા. મંદિરના ઉદઘાટન સમયે રાષ્ટ્રપતિ સાથે તેમનાં પત્ની સવિતા કોવિંદ પણ ઉપસ્થિત હતાં.

વર્ષ 1971માં પાકિસ્તાનની સેનાએ બાંગ્લા સ્વતંત્રતા આંદોલનને દબાવવા માટે ઓપરેશન સર્ચલાઈટ ચલાવવામાં આવ્યું હતું. એ સમયે મંદિરમાં આગ લગાડી દેવામાં આવી હતી અને એમાં રહેતા લોકોની હત્યા કરી નાખવામાં આવી હતી. વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ એને બન્ને દેશ માટે ભાવનાત્મક ક્ષણ ગણાવી છે. મંદિરના પુનઃનિર્માણમાં ભારતે પણ મદદ કરી છે.

મંદિરને ફરી વખત તૈયાર કરવામાં ભારતે સહયોગ આપ્યો હતો.
મંદિરને ફરી વખત તૈયાર કરવામાં ભારતે સહયોગ આપ્યો હતો.

કોવિંદે કહ્યું- આ મારા માટે માતાના આશીર્વાદ
મંદિરના ઉદઘાટન પ્રસંગે કોવિંદે કહ્યું હતું કે આજે મને ઐતિહાસિક રમના કાલી મંદિરનું ઉદઘાટન કરવાનું સૌભાગ્ય મળ્યું છે. હું એને માતા કાલીના આશીર્વાદ તરીકે જોવું છું. મને જણાવવામાં આવ્યું છે કે ભારત સરકાર તથા લોકોએ આ મંદિરના પુનઃનિર્માણમાં મદદ કરી છે. ભારતના રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે આ મંદિર ભારત અને બાંગ્લાદેશના લોકો વચ્ચે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક બંધનનું પ્રતીક છે. તે મારી બાંગ્લાદેશ યાત્રાના શુભ સમાપનનું પ્રતીક છે.

50 વર્ષ અગાઉ વર્ષ 1971ના યુદ્ધમાં પાકિસ્તાન સેનાએ આ મંદિરનો નાશ કર્યો હતો.
50 વર્ષ અગાઉ વર્ષ 1971ના યુદ્ધમાં પાકિસ્તાન સેનાએ આ મંદિરનો નાશ કર્યો હતો.

બાંગ્લાદેશમાં 10 ટકા હિંદુ વસતિ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બાંગ્લાદેશ સ્વતંત્રતાનાં 50 વર્ષ પૂરાં થયાં એ પ્રસંગે આયોજિત સમારંભમાં ભાગ લેવા માટે ત્રણ દિવસના રાજકીય પ્રવાસે ઢાકા પહોંચ્યા હતા. અહીં તેઓ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના અને વિદેશમંત્રી એકે અબ્દુલ મોમેનને પણ રાષ્ટ્રપતિ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં 10 ટકા હિંદુ વસતિ છે.