રાહુલ ગાંધીના કેન્દ્ર પર આરોપ:કહ્યું- ભારતની સ્થિતિ સારી નથી, BJPએ ચારેબાજુ કેરોસિન છાંટ્યું છે; એક તણખલું આખા દેશને આગ લગાડી શકે છે

એક મહિનો પહેલા
  • લદાખમાં યુક્રેન જેવી સ્થિતિ, ચીન વિશે બોલતાં સરકાર ડરી રહી છે

લંડનમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં આઈડિયાઝ ઓફ ઈન્ડિયા સેમિનારમાં રાહુલ ગાંધીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભાજપ દેશમાં ધ્રુવીકરણનું કેરોસિન છાંટી રહી છે. બસ, ક્યાંક એક તણખલું થશે તો આખો દેશ એની જાતે જ સળગવા લાગશે.

તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ સહિત સંપૂર્ણ વિપક્ષ આ પરિસ્થિતિમાં સુધારો કરવા માગે છે. રાહુલે આ બેઠકમાં કોંગ્રેસમાં પણ આંતરિક વિવાદ હોવાની વાત સ્વીકારી છે. તેમણે આ દરમિયાન ચીન મુદ્દે પણ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.

ભારતમાં લોકતંત્રની સ્થિતિ સારી નથી
તેમણે એક સવાલના જવાબમાં કહ્યું હતું કે ભારતમાં અત્યારે લોકતંત્રની સ્થિતિ સારી નથી. ભાજપના લોકોએ બંધારણીય પદ પર કબજો કરી લીધો છે. દરેક સરકારી સંસ્થાઓમાં ગેરકાયદે રીતે એન્ટ્રી આપવામાં આવી રહી છે. અમે આ લોકો સામે લડી રહ્યા છીએ.

આ સેમિનારમાં સામેલ થવા સીતારામ યેચુરી, સલમાન ખુર્શીદ, તેજસ્વી યાદવ, મહુઆ મોઈત્રા અને મનોજ ઝા સહિત ઘણા વિપક્ષી નેતા પહોંચ્યા હતા.
આ સેમિનારમાં સામેલ થવા સીતારામ યેચુરી, સલમાન ખુર્શીદ, તેજસ્વી યાદવ, મહુઆ મોઈત્રા અને મનોજ ઝા સહિત ઘણા વિપક્ષી નેતા પહોંચ્યા હતા.

કોંગ્રેસ કેમ સતત ચૂંટણી હારી રહી છે
કોંગ્રેસની હાર અને ભાજપની જીત વિશેના સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અમે ગ્રાઉન્ડ રૂટ લેવલ પર નથી જતા. અમારે આક્રમક રીતે તે 60-70% લોકોની પાસે જવાની જરૂર છે, જેઓ ભાજપને વોટ નથી આપતા. અમારે આ લોકોને એક જૂથ કરવાની જરૂર છે.

આંતરિક વિવાદ સામે ઝઝૂમી રહી છે કોંગ્રેસ
રાહુલ ગાંધીએ એક સવાલના જવાબમાં કહ્યું હતું કે કોંગ્રેસમાં ઘણો આંતરિક વિવાદ છે. લોકો તેમને કહી રહ્યા છે કે ભાજપ જેવા કેડર તમારી પાસે કેમ નથી? તો મારો જવાબ છે કે જો અમારા કેડર પણ ભાજપ જેવા હશે તો અમે પણ લોકોને સાંભળવાનું બંધ કરી દઈશું. કોંગ્રેસના DNAમાં એવું નથી.

રાહુલ ગાંધીએ કહ્યું હતું, કોંગ્રેસ બધાને સાંભળે છે અને એકજૂથ થવાની વાત કરી હતી.
રાહુલ ગાંધીએ કહ્યું હતું, કોંગ્રેસ બધાને સાંભળે છે અને એકજૂથ થવાની વાત કરી હતી.

ઇકોનોમિક ક્રાઇસિસ પર સરકાર ગંભીર નથી
તેમણે વધુમાં કહ્યું હતું કે ભારતમાં સરકાર ઈકોનોમિક ક્રાઇસિસ વિશે ગંભીર નથી. તમે 1991ની પદ્ધતિથી હવે ક્રાઈસિસને ખતમ ના કરી શકો. મેં 2012માં મનમોહન સિંહજીને પૂછ્યું હતું ત્યારે તેમનો જવાબ હતો કે આપણે નવા યુગમાં આવી ગયા છીએ, તેથી હવે જૂની પદ્ધતિથી કામ નહીં થાય. સરકાર ક્રાઈસિસમાંથી બહાર આવવા માટે કોઈ યોગ્ય પગલાં લેતી નથી અને કોઈની વાત પણ નથી સાંભળતી.

અન્ય સમાચારો પણ છે...